Gold Price Today :સોનું હવે 'કિંગ': ₹1.21 લાખના નવા રેકોર્ડ પર, જાણો આજનો ભાવ
- સોનાના ભાવોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો (Gold Price Today)
- ત્રણ દિવસ સતત ઘટાડા બાદ સોનાના ભાવે પકડી રફતાર
- દિલ્હીમાં 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 1,20,930 પહોંચ્યો
- જ્યારે ચાંદીના 1 કિલો ચાંદીનો ભાવ 1,56,100 પહોંચ્યો
Gold Price Today : આજે, 7 ઓક્ટોબર 2025ના રોજ, સોનાના ભાવોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સતત ત્રણ દિવસની નરમાઈ બાદ આખરે ગોલ્ડના ભાવે રફતાર પકડી છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ 24 કેરેટ સોનું નવી ઊંચાઈએ પહોંચ્યું છે, જ્યારે ચાંદી (Silver) પણ તેજ છલાંગ લગાવીને નવા સ્તરે પહોંચી છે. બજાર નિષ્ણાતોના મતે, ડોલરની નબળાઈ અને વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની વધતી માંગને કારણે આ તેજીનો સિલસિલો ચાલુ રહી શકે છે.
GOLD PRICE TODAY
ચાંદીના ભાવમાં મોટો વધારો (7 ઑક્ટોબર 2025)
સોનાની સાથે ચાંદીના ભાવોમાં પણ આજે તેજી જોવા મળી છે. 7 ઓક્ટોબરના રોજ ચાંદીનો ભાવ રુ.1,56,100 પ્રતિ કિલોગ્રામના નવા સ્તરે પહોંચી ગયો છે. ઔદ્યોગિક (Industrial) માંગમાં વધારો થવાને કારણે આગામી દિવસોમાં ચાંદી વધુ મોંઘી થવાની શક્યતા છે.
Gold Price today
દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (Gold Price Today)
- ચેન્નઈમાં (સૌથી મોંઘુ) 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,21,380 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,11,260 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
- દિલ્હીમાં (નવા રેકોર્ડ સ્તરે) 24 કેરેટ સોનું રુ.1,20,930 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રુ.1,10,860 પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે.
- મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત રુ.1,20,780 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત રુ.1,10,710 પ્રતિ 10 ગ્રામ છે.
- કોલકાતામાં 24 કેરેટ ગોલ્ડ રુ.1,20,780 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ ગોલ્ડ રુ.1,10,710 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે.
- જયપુર અને લખનઉ બંનેમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,20,930 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,10,860 પ્રતિ 10 ગ્રામ છે.
- ગુરુગ્રામમાં (રેકોર્ડ ભાવ) 24 કેરેટ સોનું રુ.1,20,930 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રુ.1,10,860 પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે.
- અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત રુ.1,20,380 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ ગોલ્ડની કિંમત રુ.1,10,760 પ્રતિ 10 ગ્રામ છે.
- ભોપાલમાં 24 કેરેટ ગોલ્ડ રુ.1,20,380 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રુ.1,10,760 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર છે.
- હૈદરાબાદમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ રુ.1,20,780 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ ગોલ્ડનો ભાવ રુ.1,10,710 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
- પટનામાં 24 કેરેટ સોનું રુ.1,15,470 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનું રુ.1,10,710 પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે.
આ પણ વાંચો : ટાટા કેપિટલનો IPO ખૂલ્યો: 15,511 કરોડના ઈશ્યૂની વિગતો, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP


