Gold Price Today : સોનાના ભાવે બધા રેકોર્ડ તોડી નાખ્યા! જાણો આજનો લેટેસ્ટ રેટ
- સોના અને ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્થાને પહોંચ્યો (Gold Price Today)
- સોનું ફરી એક વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું
- 24 કેરેટ સોનાનો ભાવ 1,10,290 પહોંચ્યો
- જ્યારે એક કિલોચાંદીનો ભાવ રુ.1,26,900 પહોંચ્યો
Gold Price Today : ડોલરમાં સતત નબળાઈ, હાજર માગમાં જબરદસ્ત વધારો અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષા વચ્ચે આજે, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ તેજી સાથે સોનું ફરી એકવાર નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે ગ્રાહકો અને રોકાણકારો માટે એક મોટો આંચકો છે.
MCX પર સોના-ચાંદીના ભાવ (Gold Price Today)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ઓક્ટોબર કોન્ટ્રાક્ટ શરૂઆતી કારોબારમાં રુ.1,09,500 પ્રતિ 10 ગ્રામના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. ડોલર ઇન્ડેક્સમાં લગભગ 0.10%નો ઘટાડો થતાં સોનાની વૈશ્વિક માગ વધી, જેના કારણે ભારતીય બજારમાં પણ ભાવ વધ્યા છે. આજે સવારે 10:16 વાગ્યા સુધીમાં, MCX પર સોનાનો 3 ઓક્ટોબર કોન્ટ્રાક્ટ રુ.686ના વધારા સાથે રુ.1,09,204 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
Today gold rate
ચાંદીના ભાવમાં પણ ઉછાળો
ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. MCX પર ચાંદીનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રુ.414ના વધારા સાથે રુ.1,25,985 પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. આ સત્ર દરમિયાન સોનાએ રુ.1,09,500ની ઇન્ટ્રા-ડે હાઈ અને રુ.1,08,600ની ઇન્ટ્રા-ડે લો બનાવી હતી, જ્યારે ચાંદીએ રુ.1,26,020ની ઇન્ટ્રા-ડે હાઈ અને રુ.1,25,462ની ઇન્ટ્રા-ડે લો બનાવી હતી.
જાણો આજે તમારા શહેરમાં સોનાનો ભાવ
ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,029 પ્રતિ ગ્રામ હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,110 પ્રતિ ગ્રામ અને 18 કેરેટનો ભાવ રુ.8,272 પ્રતિ ગ્રામ હતો.
- રાજધાની દિલ્હીમાં: 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,044 પ્રતિ ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,125 પ્રતિ ગ્રામ છે.
- મુંબઈમાં: 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,029 પ્રતિ ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,110 પ્રતિ ગ્રામ છે.
- કોલકાતામાં: 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,029 પ્રતિ ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,110 પ્રતિ ગ્રામ છે.
- ચેન્નઈમાં: 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,073 પ્રતિ ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,150 પ્રતિ ગ્રામ છે.
- અમદાવાદમાં: 24 કેરેટ સોનાનો ભાવ રુ11034 પ્રતિ ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,15 પ્રતિ ગ્રામ છે.
- આજે ભારતીય બુલિયન એસોસિએશન (IBA)ના ડેટા મુજબ, 999 ફાઈન ચાંદીનો ભાવ રુ.1,26,900 પ્રતિ કિલોગ્રામ છે.
Today Gold Rate
છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત વધારો (Gold Price Today)
સોનાના ભાવમાં થયેલો આ વધારો ગયા વર્ષની સરખામણીમાં આશ્ચર્યજનક છે. ગયા વર્ષે 31 ડિસેમ્બરના રોજ હાજર સોનું લગભગ રુ.76,000 પ્રતિ 10 ગ્રામ હતું. આ ભાવ માત્ર નવ મહિનામાં રુ.1 લાખનો આંકડો પાર કરી ગયા છે. આ વધારાનું મુખ્ય કારણ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષા છે, જે રોકાણકારોને સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ આકર્ષી રહી છે.
આ પણ વાંચો : India-Israel રોકાણ કરાર: ટ્રમ્પના ટેરિફ વચ્ચે 80 કરોડ ડોલરના ટ્રે઼ડનો થશે વધારો!


