Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price Today : સતત ઘટ્યા બાદ સોનાના ભાવ રહ્યા સ્થિર, જાણો આજનો લેટેસ્ટ રેટ

આજે સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને જયપુર જેવા મુખ્ય શહેરોમાં 10 ગ્રામ સોનાનો આજનો ભાવ જાણો.
gold price today   સતત ઘટ્યા બાદ સોનાના ભાવ રહ્યા સ્થિર  જાણો આજનો લેટેસ્ટ રેટ
Advertisement
  • સતત ભાવમાં ઘટાયો આવ્યા બાદ સોનાના આજે ભાવ સ્થિર (Gold Price Today)
  • 24 કેરેટ સોનાનો આજનો ભાવ 1,17,170 પર સ્થિર રહ્યો
  •  એક કિલોગ્રામ ચાંદી રુ.1,33,000 પર ટ્રેડ થઈ રહી
  • સોના-ચાંદીના ભાવમાં જોવા મળશે વધારો ઘટાડો

Gold Price Today  : ભારતીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સતત વધઘટ પછી, સોનાના ભાવ હાલમાં સ્થિરતા જાળવી રહ્યા છે. હાલમાં, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રુ.1,11,170 પર ટકી રહ્યું છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક પરિબળોને કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો કે ઘટાડો જોવા મળી શકે છે. ભારતમાં સોનું માત્ર એક સુરક્ષિત રોકાણ જ નથી, પરંતુ શુભ પ્રસંગો માટે એક મહત્વપૂર્ણ ભેટ પણ છે. ભાવમાં થતી વધઘટનું મુખ્ય કારણ વૈશ્વિક બજાર, સ્થાનિક માંગ અને રૂપિયો-ડોલરની વિનિમય દર છે.

વિવિધ શહેરોમાં સોનાના ભાવ (Gold Price Today)

ભારતના મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવ આ પ્રમાણે છે:

Advertisement

  • દિલ્હી, મુંબઈ, અને કોલકાતા: અહીં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રુ.1,11,170 અને 22 કેરેટ સોનું રુ.1,01,900 પર વેચાઈ રહ્યું છે.
  • ચેન્નઈ: ચેન્નઈમાં પણ 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રુ.1,11,170 અને 22 કેરેટ સોનું રુ.1,01,900 પર ઉપલબ્ધ છે.
  • જયપુર: જયપુરમાં 24 કેરેટ સોનું રુ.1,11,320 અને 22 કેરેટ સોનું રુ.1,02,000 પર વેચાઈ રહ્યું છે.
  • નોઈડા: નોઈડામાં 24 કેરેટ સોનું રુ.1,11,170 અને 22 કેરેટ સોનું રુ.1,01,900 પર છે.
gold rate today

gold rate today

Advertisement

18 કેરેટ સોનાનો ભાવ: (Gold Price Today)

આજે 18 કેરેટ સોનાનો ભાવ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરોમાં 10 ગ્રામ દીઠ રુ.83,370 પર સ્થિર છે.

ચાંદીના ભાવમાં મજબૂતી

સોનાની જેમ ચાંદીના ભાવ પણ સ્થિરતા દર્શાવી રહ્યા છે. આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ રુ.133 છે, જ્યારે એક કિલોગ્રામ ચાંદી રુ.1,33,000 પર ટ્રેડ થઈ રહી છે.

Today gold rate

Today gold rate

રોજ ભાવ કેમ બદલાય છે?

ભારતમાં સોનાના દરો દૈનિક ધોરણે બદલાય છે, જેની પાછળ ઘણા મહત્વપૂર્ણ પરિબળો કામ કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની હલચલ અને રૂપિયો-ડોલરનો વિનિમય દર સૌથી વધુ અસર કરે છે. જ્યારે યુએસ ડોલર મજબૂત બને છે, ત્યારે સોનું મોંઘું થાય છે, અને જો ડોલર નબળો પડે તો સોનાની કિંમત ઘટે છે. આ ઉપરાંત, આયાત શુલ્ક, વિવિધ પ્રકારના ટેક્સ અને સ્થાનિક માંગ પણ સોનાના ભાવને પ્રભાવિત કરે છે. આ જ કારણોસર, સોનાના ભાવમાં દિવસભર સતત વધઘટ જોવા મળે છે.

આ પણ વાંચો :  Business : ઊંચા વળતર માટે ભારતના FMCG, IT અને ઓટો સેક્ટર ટોચ પર

Tags :
Advertisement

.

×