Gold Rate Today: તેજી બાદ સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ રેટ
- ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં સામાન્ય વઘઘટ (Gold Rate Today)
- 24 કેરેટનો સોનો ભાવ 1,10,519 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો
- 22 કેરેટ સોનાનો ભાવ 1,01,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો
- ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,29,900એ પહોંચ્યો
Gold Rate Today : ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવ સામાન્ય વધઘટ સાથે ખુલ્યા છે. આજે સવારે 24 કેરેટ સોનાના ભાવમાં નજીવો રુ.10નો વધારો થયો છે, જેના કારણે તેનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુ.1,10,519 પર પહોંચ્યો છે. આ જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ પણ રુ.10 વધીને પ્રતિ 10 ગ્રામ રુ.1,01,310 થયો છે. જોકે, ચાંદીના ભાવમાં રુ.100નો ઘટાડો નોંધાયો છે, જેથી પ્રતિ કિલો ચાંદીનો ભાવ રુ.1,29,900 પર પહોંચી ગયો છે.
ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (Gold Rate Today)
- રાજધાની દિલ્હી: 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,066, 22 કેરેટનો ભાવ રુ.10,145 અને 18 કેરેટનો ભાવ રુ.8,303 છે.
- મુંબઈ : 24 કેરેટ સોનાની કિંમત રુ.11,051, 22 કેરેટ માટે રુ.10,130 અને 18 કેરેટ માટે રુ.8,288 છે.
- કોલકાતા : 24 કેરેટ સોનાની કિંમત રુ.11,051, 22 કેરેટ માટે રુ.10,130 અને 18 કેરેટ માટે રુ.8,288 છે
- ચેન્નઈ: અહીં 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,073, 22 કેરેટનો ભાવ રુ.10,150 અને 18 કેરેટનો ભાવ રુ.8,405 પર પહોંચ્યો છે.
- અમદાવાદ : અહીં 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,056, 22 કેરેટનો ભાવ રુ.10,135 અને 18 કેરેટનો ભાવ રુ.8,291 પર પહોંચ્યો છે.
Today gold rate
આંતરરાષ્ટ્રીય બજાર અને MCXમાં સ્થિતિ
આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI)ના આંકડા અપેક્ષા કરતાં નબળા આવતાં સોનાના ભાવમાં નજીવો 0.1%નો વધારો જોવા મળ્યો છે. હાલમાં સોનું પ્રતિ ઔંસ $3,645.04 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે મંગળવારે $3,673.95ની રેકોર્ડ સપાટી પર હતું. અન્ય કિંમતી ધાતુઓની વાત કરીએ તો, ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $41.13, પ્લેટિનમનો ભાવ $1,392.55 અને પેલેડિયમનો ભાવ $1,181.56 છે.
બે દિવસમાં સોનાનો ભાવ 1 હજાર ગગડ્યો (Gold Rate Today)
ભારતીય મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ગોલ્ડ ઓક્ટોબર ફ્યુચર્સ રુ.1,08,681 પર 0.28%ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર્સમાં પણ 0.14%નો ઘટાડો નોંધાતા ભાવ રુ.1,25,000 થયો છે. 9 સપ્ટેમ્બરે રુ.1,09,840ની રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા બાદ બે જ દિવસમાં સોનાનો ભાવ રુ.1,000 થી વધુ ગગડ્યો છે.
Gold Rate Today
સોનામાં નફો બુક કરવાનો સમય
આ ઘટાડાનું મુખ્ય કારણ આજે જાહેર થનારા અમેરિકાના ગ્રાહક ફુગાવાના આંકડા (CPI) છે. આ ઉપરાંત, ડોલરની મજબૂતી અને સ્પોટ માર્કેટમાં નબળી માંગ પણ ભાવ પર અસર કરી રહી છે. નિષ્ણાતોના મતે, આ સમયે સોનામાં નફો બુક કરવો અને ચાંદીમાં યોગ્ય સ્તરે ખરીદી કરવી ફાયદાકારક રહેશે.
આ પણ વાંચો : World Richest Person: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો ટેસ્લાના માલિક ઈલોન મસ્કનો તાજ છીનવાયો


