Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વંદે ભારતમાં મુસાફરી કરનારાઓ માટે ગુડ ન્યૂઝ, હવે રેલવે તરફથી જમવાની સુવિધા મળશે

વંદે ભારતમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. હવે મુસાફરો મુસાફરી દરમિયાન પણ જમવાનો ઓર્ડર આપી શકશે અને તેમને રેલવે દ્વારા સારી ગુણવત્તાનું ભોજન પૂરું પાડવામાં આવશે.
વંદે ભારતમાં મુસાફરી કરનારાઓ માટે ગુડ ન્યૂઝ  હવે રેલવે તરફથી જમવાની સુવિધા મળશે
Advertisement
  • વંદે ભારત ટ્રેનના મુસાફરો માટે રેલવે બોર્ડની મોટી જાહેરાત
  • હવે મુસાફરી દરમિયાન પણ જમવાનો ઓર્ડર આપી શકાશે
  • રેલવે દ્વારા સારી ગુણવત્તાનું ભોજન પૂરું પાડવામાં આવશે

વંદે ભારતમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. હવે મુસાફરો મુસાફરી દરમિયાન પણ જમવાનો ઓર્ડર આપી શકશે અને તેમને રેલવે દ્વારા સારી ગુણવત્તાનું ભોજન પૂરું પાડવામાં આવશે.

ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મોટી ભેટ આપી છે. રેલવેએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી છે. હવે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફરો બુકિંગ સમયે ભોજનનો વિકલ્પ પસંદ ન કરે તો પણ ટ્રેનમાં ભોજન ખરીદી શકશે. તેમને ખાલી પેટ મુસાફરી નહીં કરવી પડે.

Advertisement

રેલવે બોર્ડે જણાવ્યું હતું કે જો વંદે ભારત ટ્રેનના મુસાફરો ટિકિટ બુક કરાવતી વખતે જમવાનો વિકલ્પ પસંદ ન કરે, તો પણ તેઓ મુસાફરી દરમિયાન જમવાનું ખરીદી શકે છે. ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશનના અધ્યક્ષે એક પત્ર જારી કરીને કહ્યું કે વંદે ભારતમાં, જો મુસાફરો ટિકિટ સમયે ભોજનનો વિકલ્પ પસંદ ન કરે તો પણ, તેમને મુસાફરી દરમિયાન ભોજનની સુવિધા પૂરી પાડી શકાય છે.

Advertisement

IRCTC ની પહેલ

IRCTC એ જણાવ્યું હતું કે બુકિંગ સમયે જમવાનો વિકલ્પ પસંદ ન કરવામાં આવે તો પણ, જો ભોજન ઉપલબ્ધ હોય, તો તે મુસાફરોને પૂરું પાડી શકાય છે, એક રેલવે અધિકારીએ જણાવ્યું કે ઘણી વખત તમે બુકિંગ કરતી વખતે પ્રીપેડ ફૂડ પસંદ કરતા નથી. આનો અર્થ એ થયો કે જો તમે બુકિંગ સાથે ભોજનનો વિકલ્પ પસંદ નહીં કરો, તો મુસાફરી સમયે બુકિંગ કરાવ્યા પછી પણ તમને ભોજન મળશે નહીં. તેમણે કહ્યું કે હવે અમે તે મુસાફરો માટે નિર્ણય લીધો છે જે અગાઉથી ભોજન વિકલ્પ પસંદ કરતા નથી. જો તેઓ પછીથી માંગશે, તો અમે તેમને ભોજન આપવાનો પ્રયાસ કરીશું અને સારી ગુણવત્તાનો જમવાનું પૂરું પાડીશું.

ભોજન ઉપલબ્ધ નથી

રેલવે બોર્ડે જણાવ્યું હતું કે જો તમે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવો છો અને તમે સંપૂર્ણ થાળીનો વિકલ્પ પસંદ નથી કરતા, તો મુસાફરી દરમિયાન ઓર્ડર આપવા પર તમને ભોજન મળતું નથી, પરંતુ હવે અમે મુસાફરોની સુવિધા માટે આ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ, જેથી મુસાફરી દરમિયાન જો તેઓ ભોજનનો ઓર્ડર આપે તો પણ અમે તેમને ભોજન પૂરું પાડી શકીએ.

આ પણ વાંચો: ITR ફાઇલ કરવા છતાં 12 લાખ લોકોનું રિફંડ બાકી, નાણાં મંત્રાલયે આપી માહિતી

Tags :
Advertisement

.

×