Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

New GST : GST પર સરકારનો મોટો નિર્ણય, હવે ખાલી બે સ્લેબ જ જોવા મળશે, 22 સપ્ટેમ્બરથી લાગૂ થશે

GSTના દરોમાં કેન્દ્ર સરકારે કર્યા મોટા ફેરફાર (New GST) 12 ટકા, 28 ટકાના ટેક્સ સ્લેબને દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી 5 ટકા, 18 ટકા એમ બે પ્રકારના સ્લેબ જ હવે લાગુ પડશે આગામી 22 સપ્ટેમ્બરથી નવા GST સ્લેબ લાગુ થશે...
new gst   gst પર સરકારનો મોટો નિર્ણય  હવે ખાલી બે સ્લેબ જ જોવા મળશે  22 સપ્ટેમ્બરથી લાગૂ થશે
Advertisement
  • GSTના દરોમાં કેન્દ્ર સરકારે કર્યા મોટા ફેરફાર (New GST)
  • 12 ટકા, 28 ટકાના ટેક્સ સ્લેબને દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી
  • 5 ટકા, 18 ટકા એમ બે પ્રકારના સ્લેબ જ હવે લાગુ પડશે
  • આગામી 22 સપ્ટેમ્બરથી નવા GST સ્લેબ લાગુ થશે
  • GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

GST Council Meeting : જીએસટી કાઉંસિલ (GST Council Meeting)ની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં યોજાઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થઈ રહેલી આ બેઠકમાં કેટલાય પ્રસ્તાવો પર મહોર લાગી. આ દરમ્યાન નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે ખાલી બે GST સ્લેબ રહેશે, જે 5 ટકા અને 18 ટકા હશે. મતલબ હવે 12 અને 28 ટકાના GST સ્લેબ  (New GST) ખતમ કરી દેવામાં આવશે અને તેમાં મોટા ભાગની વસ્તુઓ ખાલી મંજૂર કરેલા બે ટેક્સ સ્લેબની અંદર આવી જશે. તેના કારણે કેટલીય વસ્તુઓ સસ્તી થઈ જશે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, કાઉંસિલની બેઠકમાં લેવાયેલો નિર્ણય 22 સપ્ટેમ્બરથી લાગૂ થશે.

Advertisement

18 ટકા સ્લેબમાં લાવવાનો નિર્ણય

GSTના હાલના ચાર સ્લેબને ઘટાડીને બે કરી દેવામાં આવ્યા છે. 12 ટકા અને 28 ટકાવાળી કેટેગરી ખતમ કરી દેવામાં આવી છે. ત્યાર બાદ 12 ટકા સ્લેબમાં સામેલ કરી 99 ટકા સામાનને 5 ટકા સ્લેબમાં નાખવામાં આવી છે. જ્યારે 28 ટકા સ્લેબવાળી વસ્તુઓને 18 ટકા સ્લેબમાં લાવવાનો નિર્ણય લેવાયો છે.

લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST

જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગશે. મીડિયા રિપોર્ટ મુજબ બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયે 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે. બેઠક બાદ હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ કહ્યું કે, બેઠકમાં હાજર તમામ સભ્યો જીએસટી દરને યોગ્ય બનાવના પક્ષમાં સહમત થયા છે. હવે પાંચ ટકા અને 18 ટકા ટેક્સ સ્લેબ હશે, જ્યારે કેટલીક લક્ઝરી વસ્તુઓ પર 40 ટકા જીએસટી લાગુ થશે

કપડાં પર 5  ટકા ટેક્સ

બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, 2500 રુપિયાથી ઓછાના કપડાંને 5 ટકા ટેક્સમાં રાખવામાં આવ્યા છે. અગાઉ તે 1000 રુપિયા સુધીના કપડાં આ સ્લેબમાં આવતા હતા, જ્યારે તેનાથી ઉપરના કપડાંને 12 ટકાના સ્લેબમાં નાખવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો -Share Price : દેશના સૌથી મોંઘા શેરે માર્કેટમાં મચાવી ધૂમ,એક જ દિવસમાં 8000 નો ઉછાળો

અનેક ઉત્પાદનો સસ્તા થશે

સૂત્રોના જણાવ્યા મુજબ 12 ટકા જીએસટી સ્લેબમાં કુલ 99 ટકા સામાનનો સમાવેશ થતો હતો, હવે આ સામાનો પર પાંચ ટકા જીએસટી લાગુ પડશે. જ્યારે જે સામાનો પર 28 ટકા સ્લેબ લાગુ પડતો હતો, તેને હવે 18 ટકામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ નિર્ણયના કારણે અનેક ઉત્પાદનો સસ્તા થઈ જશે.

Tags :
Advertisement

.

×