ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GST Collections: માર્ચના પહેલાં જ દિવસે સારા સમાચાર, GST કલેક્શનમાં આવ્યો બંપર ઉછાળો

ફેબ્રુઆરીમાં GST કલેક્શનમાં બંપર ઉછાળો વધીને લગભગ રૂ. 1.84 લાખ કરોડ થયું માર્ચના પહેલાં જ દિવસે સારા સમાચાર   GST Collections: 2025નું વર્ષ પણ જીએસટી દ્રષ્ટિએ મોદી સરકાર માટે દૂઝણી ગાય જેવું બની રહ્યું છે. ફેબ્રુઆરીમાં પણ સરકારને જીએસટીનું...
08:16 PM Mar 01, 2025 IST | Hiren Dave
ફેબ્રુઆરીમાં GST કલેક્શનમાં બંપર ઉછાળો વધીને લગભગ રૂ. 1.84 લાખ કરોડ થયું માર્ચના પહેલાં જ દિવસે સારા સમાચાર   GST Collections: 2025નું વર્ષ પણ જીએસટી દ્રષ્ટિએ મોદી સરકાર માટે દૂઝણી ગાય જેવું બની રહ્યું છે. ફેબ્રુઆરીમાં પણ સરકારને જીએસટીનું...
GST collection in February

 

GST Collections: 2025નું વર્ષ પણ જીએસટી દ્રષ્ટિએ મોદી સરકાર માટે દૂઝણી ગાય જેવું બની રહ્યું છે. ફેબ્રુઆરીમાં પણ સરકારને જીએસટીનું બંપર કલેક્શન (GST Collections)થયું છે. ફેબ્રુઆરીમાં કુલ GST કલેક્શન 9.1 ટકા વધીને લગભગ રૂ. 1.84 લાખ કરોડ થયું. શનિવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી હતી.

 

ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની આવકમાં સ્થાનિક આવક 10.2 ટકા વધીને રૂ. 1.42 લાખ કરોડ અને આયાતમાંથી થતી આવક 5.4 ટકા વધીને રૂ. 41,702 કરોડનો સમાવેશ થાય છે. મહિના દરમિયાન સેન્ટ્રલ GSTમાંથી 35,204 કરોડ રૂપિયા, સ્ટેટ GSTમાંથી 43,704 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ GSTમાંથી 90,870 કરોડ રૂપિયા અને કોમ્પેન્સેશન સેસમાંથી 13,868 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો -Indian Economic:ભારતીય ગ્રાહકની ખર્ચ ક્ષમતામાં ઘટાડો,રિપોર્ટમાં મોટો ધડાકો

20,889 કરોડનું રિફંડ

ફેબ્રુઆરી દરમિયાન કુલ 20,889 કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું જે વાર્ષિક ધોરણે 17.3 ટકા વધ્યું હતું. ફેબ્રુઆરી 2025માં ચોખ્ખી GST વસૂલાત 8.1 ટકા વધીને લગભગ રૂ. 1.63 લાખ કરોડ થઈ ગઈ. એક વર્ષ પહેલા આ જ મહિનામાં, કુલ અને ચોખ્ખી GST વસૂલાત અનુક્રમે રૂ. 1.68 લાખ કરોડ અને 1.50 લાખ કરોડ હતી.

આ પણ  વાંચો -EPFO ધારકો માટે મોટા સમાચાર, વ્યાજદર રખાયો યથાવત

માર્ચના પહેલાં જ દિવસે સારા સમાચાર

મોદી સરકાર માટે માર્ચના પહેલાં જ દિવસે સારા સમાચાર આવ્યાં છે. દર મહિને જીએસટીની રેકોર્ડબ્રેક આવક થઈ રહી છે. લોકો પણ મન મૂકીને જીએસટી ભરી રહ્યાં છે જેની સરવાળે સરકારી ખજાના પર સારી અસર પડી છે.

Tags :
Gross GST collectionsGross GST collections february 2025GSTGST collection in FebruaryGST collection in February 2025GST collection in IndiaGST collection in India feb 2025GST collection in India february
Next Article