Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GST કાઉન્સિલની આજે બેઠક, પાનમસાલા, કપડા, જૂતા બધુ જ મોંઘુ કરવા માટેની તૈયારી

આજે GST કાઉન્સિલ પોતાની બેઠકમાં જીવન સ્વાસ્થય વીમા પ્રીમિયમ (Life and Health Insurance) પર ટેક્સ રેટ્સને ઘટાડવા અંગે નિર્ણય લઇ શકે છે,
gst કાઉન્સિલની આજે બેઠક  પાનમસાલા  કપડા  જૂતા બધુ જ મોંઘુ કરવા માટેની તૈયારી
Advertisement

નવી દિલ્હી : આજે GST કાઉન્સિલ પોતાની બેઠકમાં જીવન સ્વાસ્થય વીમા પ્રીમિયમ (Life and Health Insurance) પર ટેક્સ રેટ્સને ઘટાડવા અંગે નિર્ણય લઇ શકે છે, જો કે સિન પ્રોડક્ટ્સ પર હાઇ રેટ્સ સહિત અનેક મોટી ટિકિટ રેટ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે.

જીએસટી કાઉન્સિલની બેઠક આજે એટલે કે શનિવારે થવા જઇ રહી છે. તેવામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અનેક મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. અનેક મોટી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવી શકે છે તો કેટલીક વસ્તુઓ પર ટેક્સ લગાવી પણ શકાય છે. મંત્રીઓના સમુહે કૂલ 148 વસ્તુઓના રેટ્સમાં ફેરબદલ પ્રસ્તાવ આપ્યો છે. જો કે સુત્રો અનુસાર કેટલીક વસ્તુઓ પર ટેક્સમાં બદલાવ અંગે સામાન્ય સંમતી બની શકે છે.

Advertisement

આ પણ વાંચો : Kutch Rann Utsav: કચ્છ તમારા બધાની રાહ જુએ છે! રણોત્સવમાં આવવા માટે લોકોને PM મોદીએ આપ્યું ખાસ આમંત્રણ

Advertisement

જીએસટી બેઠક પર છે દેશના લોકોની નજર

આજે જીએસટી કાઉન્સિલ પોતાની બેઠકમાં જીવન અને સ્વાસ્થય વીમાપ્રીમિયમ પર ટેક્સ રેટ્સને ઘટાડવા અંગે નિર્ણય લેવાઇ શકે છે. જો કે સિન પ્રોડક્ટ્સ પર હાઇટ રેટ્સ સહિત અનેક મોટી ટિકિક રેટ્સ અંગે પણ નિર્ણય આવી શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને રાજ્યના સમકક્ષોની ઉપસ્થિતિમાં જીએસટી પરિષદની 55 મી બેઠકમાં એવિએશનન ઇન્ડસ્ટ્રીની 55 મી બેઠકમાં એવિએશન ઇન્ડસ્ટ્રીના ખર્ચ માટે એવિએશન ટર્બાઇન ફ્યૂલ (ATF) ના માલ અને સેવા કર (GST) ના વર્તુળમાં લાવવા અંગે પણ વિચાર વિમર્શ થવાની સંભાવના છે.

ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવા અંગે મળી શકે છે છુટ

સ્વિગી જોમેટો જેવા ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ પર પણ જીએસટી રેટ્સને હાલના 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ છે. જો કે ફિટમેન્ટ કમિટી માટે ઉપયોગમાં લેવાયેલા ઇલેક્ટ્રિક વાહનોની સાથે સાથે નાના પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણ પર હાલના 12 ટકાથી 18 ટકાના દરે વધારવાનો પ્રસ્તાવ મુક્યો છે. સુત્રો અનુસાર આ વધારાથી જુની નાની ગાડી અને ઇલેક્ટ્રિક વાહન જુના મોટા વાહનની બરોબર થઇ જશે.

આ પણ વાંચો : ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરુદ્ધ નિકળ્યું વોરન્ટ, ધરપકડની લટકી રહી છે તલવાર

વીમા પ્રીમિયમ પર કર મુક્તિ મળે તેવી શક્યતા

કાઉન્સિલના મુખ્ય એજન્ડામાંનો એક આરોગ્ય અને જીવન વીમા પર જીએસટી દરો નક્કી કરવાનો છે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળની કાઉન્સિલ દ્વારા રચવામાં આવેલા પ્રધાનોના જૂથે નવેમ્બરમાં તેની બેઠકમાં ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી માટે ચૂકવવામાં આવતા વીમા પ્રિમીયમને GSTમાંથી મુક્તિ આપવા સંમત થયા હતા. વરિષ્ઠ નાગરિકો દ્વારા આરોગ્ય વીમા કવચ માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર કર મુક્તિ આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

વીમા પ્રીમિયમમાં આંશિક રાહતની શક્યતા

વધુમાં, વરિષ્ઠ નાગરિકો સિવાયની વ્યક્તિઓ દ્વારા રૂ. 5 લાખ સુધીના કવરેજ સાથે આરોગ્ય વીમા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને GSTમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે. GST હેઠળ વીમા કર પર અંતિમ નિર્ણય શનિવારે લેવામાં આવે તેવી શક્યતા છે કારણ કે મોટાભાગના રાજ્યો પ્રીમિયમ પર ટેક્સ ઘટાડવાની તરફેણમાં છે.

આ પણ વાંચો : જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માતના વીડિયો તમને ડરાવી દેશે! 16ના મોત

આ વસ્તુઓ પર ટેક્સ વધી શકે છે

મંત્રીઓના જૂથે સોફ્ટ ડ્રિંક્સ, સિગારેટ, તમાકુ અને સંબંધિત ઉત્પાદનો જેવી હાનિકારક વસ્તુઓ પર કર વર્તમાન 28 ટકાથી વધારીને 35 ટકા કરવા માટે આ મહિનાની શરૂઆતમાં કાઉન્સિલ સમક્ષ તેની ભલામણ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. GST હેઠળ, 5, 12, 18 અને 28 ટકાનો ચાર-સ્તરનો ટેક્સ સ્લેબ ચાલુ રહેશે અને 35 ટકાનો નવો ટેક્સ સ્લેબ માત્ર જોખમી વસ્તુઓ (માનવ સ્વાસ્થય માટે જોખમી) માટે જ મંત્રી જૂથ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે.

કપડાં અને પગરખાં પર GST પ્રસ્તાવ

- 1500 રૂપિયા સુધીના તૈયાર વસ્ત્રો પર 5 ટકા GST લાગશે.
- 1,500 થી 10,000 રૂપિયા સુધીની કિંમતના કપડા પર 18 ટકા GST લાગશે.
- 10,000 રૂપિયાથી વધુ કિંમતના કપડાં પર 28 ટકા ટેક્સ લાગશે.
- હાલમાં, રૂ. 1,000 સુધીની કિંમતના કપડાં પર 5 ટકા GST લાગે છે, જ્યારે તેનાથી વધુ કિંમતના કપડાં પર 12 ટકા GST લાગે છે.
- 15,000 રૂપિયાથી વધુ કિંમતના જૂતા પર GST 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનો પણ પ્રસ્તાવ હતો.
- 25,000 રૂપિયાથી વધુ કિંમતની કાંડા ઘડિયાળ પરનો GST દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનો પણ પ્રસ્તાવ હતો.

આ પણ વાંચો : Unjha APMCની ચૂંટણી બાદ હવે નકલી મુદ્દે રાજનીતિ! રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર ગંભીર આક્ષેપો

આ વસ્તુઓ પર GST દર પણ પ્રસ્તાવિત છે

જીઓએમએ 20 લિટર અને તેનાથી વધુના પેકેજ્ડ પીવાના પાણી પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો અને રૂ. 10,000થી ઓછી કિંમતની સાયકલ પરનો ટેક્સ દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે જ એક્સરસાઇઝ નોટબુક પરનો GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×