Home Loan : લોન ધારકો માટે ખુશ ખબર,આ બેંકોએ ઘટાડ્યા વ્યાજદર
Home Loan : ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં તાજેતરમાં 5 બેસિસ પોઈન્ટ્સ (0.50%)નો ઘટાડો કરીને તેને 6.00%થી 5.50% કરવામાં આવ્યો હતો. આ પગલાંનો હેતુ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા અને ધિરાણની કિંમત ઘટાડવાનો હતો. RBIના આ નિર્ણય બાદ દેશની અનેક મોટી બેંકોએ તેમના માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.જેનાથી ગ્રાહકોને હોમ લોન,ઓટો લોન અને અન્ય ફ્લોટિંગ રેટ લોન્સ પર ઓછા વ્યાજદરનો લાભ મળશે. MCLR એ બેંકો દ્વારા ધિરાણ પર નિર્ધારિત ન્યૂનત્તમ વ્યાજદર છે, જે બેંચમાર્ક તરીકે કામ કરે છે અને બેંકોને મનમાની રીતે વધુ વ્યાજદર લેતા અટકાવે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
દેશની સૌથી મોટી સરકારી બેંકએ પોતાના MCLRમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇએ રેટમાં 5 બેસિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો.નવા રેટ 15 ઓગષ્ટ 2025થી લાગુ .હવે એસબીઆઇનો MCLR 7.9 ટકાથી 8.85 ટકાની વચ્ચે છે. જે પહેલા 7.95 ટકાથી 8.9 ટકા હતો.
આ પણ વાંચો -BREAKING: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડાએ પણ MCLRમાં સુધારો કર્યો છે.12 ઓગસ્ટ,2025 થી સુધારો કર્યો છે.ઓવરનાઈટ MCLR 8.10૦% થી ઘટાડીને 7.95 % કરવામાં આવ્યો છે.જ્યારે એક મહિનાનો MCLR 8.30% થી ઘટાડીને 7.95% કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો MCLR 8.5% થી ઘટાડીને 8.35%, છ મહિનાનો MCLR 8.75% થી ઘટાડીને 8.65% અને એક વર્ષનો MCLR 8.9% થી ઘટાડીને 8.8% કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -Reliance share news : રિલાયન્સના શેરમાં આજની 2 ટકાની તેજી પાછળનું રહસ્ય શું છે? હવે ખરીદાય કે નહીં?
HDFC
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે પણ MCLRમાં સુધારો કર્યો છે.હવે નવા વ્યાજ દરો 8.55% થી વધીને 8.75% થઈ ગયા છે. નવા દરો 7 ઓગસ્ટ, 2025 થી લાગુ થાય છે. ઓગસ્ટમાં RBI ની બેઠક બાદ બેંકે MCLR માં ફેરફાર કર્યો હતો.
પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંકે પણ MCLR માં ૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.બેંકે ઓવરનાઈટ MCLR 8.2 ટકાથી ઘટાડીને 8.15 ટકા કરી દીધો છે. એક મહિનાનો MCLR 8.35% થી ઘટીને 8.3% અને ત્રણ મહિનાનો MCLR 8.55% થી ઘટીને 8.5% થઈ ગયો છે. છ મહિનાનો MCLR 8.75% થી ઘટીને 8.7%, એક વર્ષનો MCLR 8.9% થી ઘટીને 8.85% અને ત્રણ વર્ષનો MCLR 9.2% થી ઘટીને 9.15% થઈ ગયો છે. નવા દર 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. પરંતુ એ નોંધનીય છે કે PNB એ ઓગસ્ટમાં RBI ની બેઠક પહેલા ધિરાણ દરોમાં ઘટાડો કર્યો છે.