Stock Market Holiday:નવા વર્ષમાં કેટલા દિવસ બંધ રહેશે સ્ટોક માર્કેટ, જુઓ રાજાઓની યાદી
- આજથી નવું વર્ષ 2025ની શરૂઆત થઈ
- વર્ષ 2025માં સ્ટોક માર્કેટ માટે રજાઓની યાદી જાહેર
- નવા વર્ષના પ્રથમ દિવસે ટ્રેડિંગ ચાલુ રહેશે
Stock Market Holiday : આજથી નવું વર્ષ 2025ની શરૂઆત થઈ ચૂકી છે. આ તરફ સરકારે ગેઝેટેડ અને પ્રતિબંધિત રજાઓ માટે પણ પરિપત્ર બહાર પાડ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારોના મનમાં એક પ્રશ્ન ઉભો થઈ શકે છે કે શું 1 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે કે નહીં. તમને જણાવી દઈએ કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે પણ વર્ષ 2025માં સ્ટોક માર્કેટ માટે રજાઓની યાદી જાહેર કરી છે. 1 જાન્યુઆરીએ એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે ટ્રેડિંગ ચાલુ રહેશે. એટલે કે આજે BSE અને NSE બંને સામાન્ય રીતે કામ કરશે અને તમામ સેગમેન્ટમાં ટ્રેડિંગ ચાલુ રહેશે.
આજે ભારે કારોબારની અપેક્ષા
1 જાન્યુઆરીને શેરબજારમાં રજા તરીકે જોવામાં આવતી નથી. અહીં રજાઓ સરકારી યાદી કે તહેવારોના આધારે નક્કી કરવામાં આવે છે. આજે બજાર ખુલવાની સાથે ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) માં ટ્રેડિંગ સામાન્ય રીતે ચાલુ રહેશે. વ્યવસાય રાબેતા મુજબ સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:30 વાગ્યે સમાપ્ત થશે. જોકે 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણીના કારણે FII એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો તરફથી ઓછી પ્રવૃત્તિ જોવા મળી શકે છે, પરંતુ સ્થાનિક શેરબજારમાં ભારે ટ્રેડિંગની અપેક્ષા છે.
સ્ટોક માર્કેટ હોલિડે લિસ્ટ 2025
શેરબજારની રજાઓની યાદી મુજબ સાપ્તાહિક રજાઓ એટલે કે શનિવાર અને રવિવાર સિવાય આખા વર્ષમાં 14 દિવસ શેરબજાર બંધ રહેશે.
આ પણ વાંચો -New Rules આજથી બદલાઈ ગયા આ નિયમો, સામાન્ય જનતાને કરશે અસર
વર્ષ 2025માં શેરબજારની રજાઓની યાદી
- 26 ફેબ્રુઆરી- મહાશિવરાત્રી
- 31 માર્ચ- ઈદ-ઉલ-ફિત્ર
- 10 એપ્રિલ- મહાવીર જયંતિ
- 14 એપ્રિલ- બાબાસાહેબ ડૉ. આંબેડકર જયંતિ
- એપ્રિલ 18- ગુડ ફ્રાઈડે
- 1 મે - મહારાષ્ટ્ર દિવસ
- 15 ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ
- 27 ઓગસ્ટ- ગણેશ ચતુર્થી
- 2 ઓક્ટોબર- મહાત્મા ગાંધી જયંતિ અને દશેરા
- 21 અને 22 ઓક્ટોબર- દિવાળી
- 5 નવેમ્બર- ગુરુ નાનકદેવજીનું પ્રકાશ પર્વ
- 25મી ડિસેમ્બર - નાતાલ


