Small Savings Schemes માં કેટલું મળશે વ્યાજ? સરકારે નવા વ્યાજદરની કરી જાહેરાત
Small Savings Schemes : ભારત સરકારે નાની બચત યોજનાઓ પર રહેલા વ્યાજદરોમાં (Small Saving Schemes)કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરવાનો નિર્ણય લીધો છે.એટલે કે અત્યાર સુધી જે વ્યાજદાર રોકાણકારોને મળતા હતા.એટલા જ વ્યાજદર આ યોજનાઓમાં લાગુ રહેશે.આ યોજનાઓનો ઉદ્દેશ્ય લોકોને બચત માટે પ્રોત્સાહિત કરવાનો છે.આ યોજનાઓ ખાસ કરીને નાના રોકાણકારો,વરિષ્ઠ નાગરિકો,મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
નાણા મંત્રાલયે કરી જાહેરાત
આ યોજનાઓમાં રોકાણ કરવા પર સરકાર એક નક્કી કરેલું વ્યાજદર રોકાણકારને આપે છે. જે ત્રિમાસિક આધાર પર નક્કી કરવામાં આવે છે. ભારત સરકારે વર્ષ 2025-26ની બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2025) માટે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને પોસ્ટ ઓફિસ ફિકસ્ડ ડિપોઝિટ જેવી યોજનાઓ સામેલ છે. આ નિર્ણય નાણા મંત્રાલય દ્વારા 30 જૂન 2025એ લેવામાં આવ્યો છે.
PTI INFOGRAPHICS | Government keeps interest rates on small savings schemes unchanged for Q2
READ: https://t.co/X55kEAPeJM pic.twitter.com/V7ubA73yqs
— Press Trust of India (@PTI_News) June 30, 2025
આ પણ વાંચો -GST collection: 5 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, એપ્રિલમાં રેકોર્ડ બ્રેક કમાણી
શું છે વિવિધ યોજનાઓ પર વ્યાજદર?
- પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF)- 7.1% વ્યાજદર
- સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)- 8.2% વ્યાજદર
- સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)- 8.2 % વ્યાજદર
- નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)- 7.7 % વ્યાજદર
- પોસ્ટ ઓફિસ ફિકસ્ડ ડિપોઝિટ (FD)- 6.9%થી 7.5% વ્યાજદર
- કિસાન વિકાસ પત્ર (KVP)- 7.5% વ્યાજદર
- મહિલા સન્માન બચત પત્ર - 7.5% વ્યાજદર
આ પણ વાંચો -share market down: શેરબજાર ઘટાડા સાથે બંધ,સેન્સેક્સમાં 452 પોઈન્ટનો કડાકો
14 વર્ષથી વ્યાજ દર ૪% છે
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA) નો વ્યાજ દર ૧ ડિસેમ્બર 2011 થી એટલે કે લગભગ 14 વર્ષથી 4% પર યથાવત રહ્યો છે. આવનારા ક્વાર્ટરમાં પણ તે સમાન રહેવાની શક્યતા છે.


