જાણો જેફ બેસના લગ્નમાં કેટલો ખર્ચ થશે? એલોન મસ્કે પણ કરી ટિપ્પણી
- એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસના લગ્નના સમાચાર
- લગ્નમાં લગભગ 600 મિલિયન ડોલર (રૂ. 5097 કરોડથી વધુ) ખર્ચ કરવામાં આવશે
- જેફ બેઝોસે પોતાના લગ્ન અંગેના દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા
- ઈલોન મસ્કે આ મામલે ટિપ્પણી કરી
Jeff Bezos Lauren Sanchez Wedding: સંપત્તિમાં નંબર 2 સ્થાન ધરાવતા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે લોરેન સાંચેઝ સાથેના તેમના લગ્નને લઈને થઈ રહેલા દાવાઓ પર નિવેદન આપ્યું છે.
જેફ બેઝોસના લગ્નમાં કેટલો ખર્ચ થશે?
Jeff Bezos Marriage: મોટા લોકોના લગ્નનો ખર્ચ પણ ઘણો મોટો હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસના લગ્નના સમાચાર સામે આવ્યા છે, ત્યારે તેમાં થયેલા ખર્ચને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, 28 ડિસેમ્બરે યોજાનારા આ લગ્નમાં લગભગ 600 મિલિયન ડોલર (રૂ. 5097 કરોડથી વધુ) ખર્ચ કરવામાં આવશે. હવે આ મામલે જેફ બેઝોસનું નિવેદન સામે આવ્યું છે.
શું છે વાયરલ સમાચારમાં?
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે પોતાના લગ્ન અંગેના દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. હાલમાં જ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે બેઝોસ તેની મંગેતર લોરેન સાંચેઝ સાથે 28 ડિસેમ્બરે કોલોરાડોમાં લગ્ન કરશે. એટલું જ નહીં, આ લગ્નના ખર્ચ અને મહેમાનોની માહિતી પણ આપવામાં આવી હતી. જો કે હવે બેઝોસે પોતે જ આવા સમાચારોનું સત્ય બધાની સામે રાખ્યું છે.
આ પણ વાંચો: Popcorn પર લાગશે 3 પ્રકારના GST, દેશમાં વેપારનો આંકડો જાણી રહેશો દંગ
શું કહ્યું જેફ બેઝોસે
જેફ બેઝોસનું કહેવું છે કે, તેમના લગ્ન વિશે ચાલી રહેલા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને આવું કંઈ થવાનું નથી. તેમણે આગળ લખ્યું, 'એક જૂની કહેવત છે, તમે જે વાંચો છો તે બધું સાચું નથી'. તેથી સાવચેત રહો. તમને જણાવી દઈએ કે, 60 વર્ષીય જેફ બેઝોસે લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લોરેન સાંચેઝ સાથે સગાઈ કરી લીધી હતી.
Furthermore, this whole thing is completely false — none of this is happening. The old adage “don’t believe everything you read” is even more true today than it ever has been. Now lies can get ALL the way around the world before the truth can get its pants on. So be careful out… https://t.co/wz2SWp6wBZ
— Jeff Bezos (@JeffBezos) December 22, 2024
ઈલોન મસ્કે કરી ટિપ્પણી ?
બીજી તરફ દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કે પણ આ મામલે ટિપ્પણી કરી છે. તેણે બેઝોસની પોસ્ટ પર પોતાની કોમેન્ટમાં લખ્યું, 'મને આશા છે કે, તમારા લગ્ન શાનદાર હશે. તે જાણીને આનંદ થાય છે કે, વિશ્વમાં ક્યાંકને ક્યાંક એપિક ઈવેન્ટ્સ થતી રહે છે, પછી ભલે કોઈ હાજર હોય કે ન હોય. આ ઈવેન્ટ્સ થતી રહે તે સારું છે.
Furthermore, this whole thing is completely false — none of this is happening. The old adage “don’t believe everything you read” is even more true today than it ever has been. Now lies can get ALL the way around the world before the truth can get its pants on. So be careful out… https://t.co/wz2SWp6wBZ
— Jeff Bezos (@JeffBezos) December 22, 2024
કોની પાસે કેટલી સંપત્તિ?
બંને ઉદ્યોગપતિઓની સંપત્તિ વિશે વાત કરીએ તો, એલોન મસ્ક 444 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 215 બિલિયન ડોલરની કમાણી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે જ મસ્કની સંપત્તિનો ગ્રાફ અચાનક ઊંચો ગયો છે. તે જ સમયે, નંબર 2 સ્થાન પર રહેલા જેફ બેઝોસ પાસે $244 બિલિયનની સંપત્તિ છે. 2024માં અત્યાર સુધીમાં તેઓએ 66.8 બિલિયન ડોલરની કમાણી કરી છે.
આ પણ વાંચો: દેશના Airport પર સસ્તું ખાવા-પીવાનું મળશે, આ એરપોર્ટ પર ફ્લાઈટ પેસેન્જર માટે કાફેની સુવિધા શરૂ


