Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICICI બેન્કે તેના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

ICICI બેન્કે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો કેશ જમા અને ઉપાડવા પર લાગશે ચાર્જ ગ્રાહકોને હવે વધુ પૈસા ખર્ચવા પડશે ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે ICICI Bank Latest Charge: ICICI બેન્કે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેન્કે...
icici બેન્કે તેના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો
Advertisement
  • ICICI બેન્કે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો
  • કેશ જમા અને ઉપાડવા પર લાગશે ચાર્જ
  • ગ્રાહકોને હવે વધુ પૈસા ખર્ચવા પડશે
  • ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે

ICICI Bank Latest Charge: ICICI બેન્કે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેન્કે ATMના ઉપયોગ અને (ICICI Bank Latest Charge)બ્રાન્ચમાંથી રોકડ ઉપાડવા કે જમા કરવા પર લાગતા ચાર્જમાં વધારો કર્યો છે. જેના કારણે ગ્રાહકોને હવે વધુ પૈસા ખર્ચવા પડશે. આ મોટી ખાનગી બેન્કે પહેલાં મિનિમમ બેલેન્સની મર્યાદા ₹10,000 થી વધારીને સીધી ₹50,000 કરી દીધી છે. હવે, બેન્કે પોતાના જ ખાતામાંથી પૈસા ઉપાડવા, જમા કરાવવા અને ATM માંથી પૈસા કાઢવા જેવી સેવાઓ પરના ચાર્જમાં પણ વધારો કર્યો છે. આ ફેરફાર 1 ઑગસ્ટ, 2025થી લાગુ કરી દેવામાં આવ્યો છે.

કેશ જમા કરાવવા અને ઉપાડવા પર લાગતા ચાર્જ (ICICI Bank Latest Charge)

બેન્કે કેશ જમા કરાવવા (ડિપોઝિટ) અને ઉપાડવા (વિડ્રોલ) જેવી સેવાઓ પરના ચાર્જમાં વધારો કર્યો છે. જેમાં ICICI બેન્કે દર મહિને 3 કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી કર્યા છે. તેમજ આ 3 ટ્રાન્ઝેક્શન પછી, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ₹150 ચાર્જ લાગશે.તેમજ દર મહિને ₹1 લાખ સુધીનું કેશ ડિપોઝિટ અથવા વિડ્રોલ મફત છે.જો ₹1 લાખની આ મર્યાદા ઓળંગાઈ જાય, તો દર ₹1000 પર ₹3.50 અથવા ₹150 (જે વધારે હોય તે) ચાર્જ લાગશે.

Advertisement

આ પણ  વાંચો -FASTag ને લઈ સરકારની નવી ઓફર! વાહનચાલકોને થશે ફાયદો

Advertisement

ATM વાપરવા પર ચાર્જ (ICICI Bank Latest Charge)

જો તમે ICICI બેન્કના ATMનો ઉપયોગ કરો છો, તો હવેથી રોકડ ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા જેવી સેવાઓ પર પણ નવો ચાર્જ લાગુ થશે. ICICI બેન્ક સિવાયના અન્ય બેન્કના ATM પર (મોટા શહેરો જેવા કે મુંબઈ,દિલ્હી,ચેન્નાઈ, કોલકાતા,બેંગલુરુ અને હૈદરાબાદમાં તમને 3 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે. જો તમે આ લિમિટ વટાવી જશો,તો દરેક નાણાકીય ટ્રાન્ઝેક્શન પર ₹23 અને દરેક બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન પર ₹8.5નો ચાર્જ લાગશે.

આ પણ  વાંચો -Tariff : ટ્રમ્પનો ટેરિફ થઈ જશે 'ફેલ'! ભારત 50 દેશ સાથે કરશે વેપાર!

ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે

અન્ય લોકેશન પર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે,ત્યારબાદ ચાર્જ ઉપર મુજબ લાગશે. વિદેશમાં ATM વાપરવા પર, દરેક ઉપાડ પર 125 રૂપિયા અને 3.5% કરન્સી કન્વર્ઝન ચાર્જ લાગશે. જયારે નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે.

આ પણ  વાંચો -share market : શેરબજારમાં શાનદાર તેજી,સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો

નોન-ફાઇનાન્શિયલ સેવાઓ ફ્રી રહેશે

ICICI બેન્કના પોતાના ATM પર મહિનામાં 5 ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન મફત રહેશે. ત્યારબાદ, દરેક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ લાગશે. જોકે, બેલેન્સ ઇન્ક્વાયરી, મીની સ્ટેટમેન્ટ અને PIN ચેન્જ જેવી નોન-ફાઇનાન્શિયલ સેવાઓ ફ્રી રહેશે.

Tags :
Advertisement

.

×