Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IDBI BANK : આ સરકારી બેન્ક હવે બનશે ખાનગી બેન્ક, શેર વેચાણ કરારને મળી ગઈ મંજૂરી

IDBI બેન્ક ટૂંક સમયમાં ખાનગી બેન્કમાં રૂપાંતરિત થશે. IDBI બેન્કના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બેન્કના શેર વેચાણના સોદાને Inter Ministerial Group દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. વાંચો વિગતવાર.
idbi bank   આ સરકારી બેન્ક હવે બનશે ખાનગી બેન્ક   શેર વેચાણ કરારને મળી ગઈ મંજૂરી
Advertisement
  • IDBI બેન્કના ડિસઈન્વેસ્ટમેન્ટની મંજૂરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે
  • હવે IDBI બેન્ક ટૂંક સમયમાં બની જશે ખાનગી બેન્ક
  • બેન્કના શેર વેચાણના સોદાને IMG દ્વારા પણ મંજૂરી અપાઈ

IDBI BANK : ભારત સરકાર હસ્તકની વધુ એક રાષ્ટ્રીય બેન્ક ખાનગી બેન્ક બનવા જઈ રહી છે. આ બેન્ક છે IDBI. IDBI બેન્કના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેના શેર વેચાણ સોદાને Inter Ministerial Group દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. IDBI બેન્કના શેર ખરીદી કરારની અંતિમ મંજૂરી પછી નાણાકીય બિડ મંગાવવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) હાલમાં IDBI બેન્કમાં 95 ટકા હિસ્સો ધરાવે છે.

IMG દ્વારા શેર વેચાણ કરારને મંજૂરી અપાઈ

IMG (Inter Ministerial Group) એ તાજેતરમાં 2 બેઠકો યોજી હતી. જેમાં બેન્કના શેર વેચાણ કરારને મંજૂરી અપાઈ છે. હવે તેનું ડિસઈન્વેસ્ટમેન્ટ સચિવોના મુખ્ય જૂથ દ્વારા કરવામાં આવશે. આ પછી નાણાકીય બિડ મંગાવવામાં આવે તેવી સંભાવના છે. જે કદાચ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મંગાવવામાં આવી શકે છે. શેર વેચાણ કરાર એ કાયદેસર રીતે બંધનકર્તા દસ્તાવેજ છે જે કંપનીના શેર વેચનાર પાસેથી ખરીદનારને ટ્રાન્સફર કરવાના નિયમો અને શરતો જણાવે છે. આવા ડિસઈન્વેસ્ટમેન્ટ સોદામાં બંને પક્ષોના હિતોનું રક્ષણ કરવામાં અને કિંમત, પ્રતિનિધિત્વ અને જવાબદારીઓ જેવી મુખ્ય શરતોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચોઃ હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ, જાણો વધુ વિગત

Advertisement

60.72 ટકા હિસ્સો વેચવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, SPA ડ્રાફ્ટ પર 3 શોર્ટલિસ્ટેડ બિડર્સ પાસેથી માંગવામાં આવેલા સ્પષ્ટીકરણોને કારણે અગાઉ થોડો વિલંબ થયો હતો. જોકે, સરકાર આશાવાદી છે કે બાકીની પ્રક્રિયા સરળતાથી આગળ વધશે. સંભવિત ખરીદદારો તરફથી EOI જાન્યુઆરી 2024માં સબમિટ કરવામાં આવ્યા હતા. IDBI બેન્કમાં સરકાર અને LIC મોટો હિસ્સો ધરાવે છે. સરકારે બેન્કમાં હિસ્સો વેચીને 40 હજાર કરોડ રૂપિયાથી 50 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ડિસઈન્વેસ્ટમેન્ટ હેઠળ IDBI બેન્કનો 60.72 ટકા હિસ્સો વેચવામાં આવશે.

આ પણ વાંચોઃ Iran-ઈઝરાયલ યુદ્ધના લીધે બાસમતી ચોખાના ભાવમાં મોટો ઘટાડો!

Tags :
Advertisement

.

×