Business News: આ દેશોમાં નથી ચુકવવો પડતો ટેક્સ, આ રીતે કામ કરે છે અર્થવ્યવસ્થા
Business News : દુનિયામાં કેટલાયે એવા દેશો છે જ્યાં (Tax-free countries)ટેક્સ નથી ચુકવવો પડતો. યુએઇ, કુવૈત, કતર, સાઉદી, અરબ, બહમાસ જેવા દેશમાં અર્થવ્યવસ્થા તેલ, ગેસ, પ્રવાસન સ્થળ, અપ્રત્યક્ષ ટેક્સ પર આધારિત છે. પ્રાકૃતિક સંસાધનો અને પ્રવાસનથી થનાર આવાકથી આ સરકારો પોતાનો ખર્ચ કાઢે છે. જેના કારણે તેઓને ટેક્સની જરુર નથી પડતી. ભારતમાં ટેક્સ લોકોની આવાક પ્રમાણે લગાવવામાં આવે છે. ભારતમાં ટેક્સની સૌથી વધુ કિંમત 39 ટકા છે. દુનિયામાં એવા પણ દેશ છે જેઓ પોતાની જનતા પાસેથી ટેક્સ વસૂલતા નથી. લોકો પોતાની આવક સંપૂર્ણ રીતે પોતાની પાસે રાખે છે. તેમ છતાં આ દેશોમાં ઇકોનોમી સૌથી વધુ મજબૂત છે.
યૂએઇમાં તેલ અને ટૂરિઝમની મજબૂતી
સંયુક્ત અરબ અમીરાત એટલે યૂઇએના નામ ટેક્સ-ફ્રી દેશોમાં સૌથી પહેલા આવે છે. આ દેશની અર્થવ્યવસ્થા તેના પ્રવાસન વિભાગ પર ટકેલી છે. અને સાથે જ તેલનો ભંડાર તેમની આવકમાં વધારો કરે છે.
બહરીન પણ ટેક્સ ફ્રી દેશ
ખાડી દેશોમાં બહરીન પણ એ દેશમાં સામેલ છે જે ટેક્સ વસૂલતકો નથી. બહરીન પણ તેલના ભંડારથી પોતાના ખજાના ભરે છે. અહીંના લોકો પણ પોતાની આવકનો હિસ્સો પોતાની પાસે જ રાખે છે.
કુવૈત એક ચમકતો દેશ
કુવૈત પણ ટેક્સ ફ્રી દેશ છે. આ ખાડી દેશમાં અર્થવ્યવસ્થા પૂર્ણ રીતે તેલ પર નિર્ભર છે. અન્ય દેશોમાં તેલની નિકાસ કરીને કુવૈત આવકનું પ્રમાણ વધારે છે.
સાઉદી અરબ પણ ટેક્સ ફ્રી દેશ
સાઉદી અરબમાં પણ ડાયરેક્ટ ટેક્સની કોઇ સિસ્ટમ નથી. સાઉદી અરબમાં અપ્રત્યક્ષ ટેક્સની સિસ્ટમ મજબૂત છે. વેટ અને અન્ય શુલ્કથી સરકારને ભરપૂર આવક થાય છે.
બહમાસ પ્રવાસ ક્ષેત્રે મજબૂતી
વેસ્ટર્ન હેમિસ્ફીયરમાં વસેલું બહમાસ પ્રવાસન ક્ષેત્રે મજબૂતી ધરાવે છે. સુંદર સમુદ્ર કિનારો, અને શાનદાર રિસોર્ટ એ દેશ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંના નાગરિકો પણ ટેક્સની ચુકવણી કરતા નથી.
બ્રુનેઇમાં પણ કુદરતનો ખજાનો
સાઉથ ઇસ્ટ એશિયામાં વસેલો ઇસ્લામિક દેશ બ્રુનેઇ તેલ અને ગેસના ભંડાર માટે જાણીતો છે. જેના કારણે તેની તિજોરી સદા ભરેલી રહે છે. અહીં પણ ટેક્સ નામની કોઇ વસ્તુ જોવા મળતી નથી.
ઓમાન પણ તેલ માટે મહત્ત્વનું રત્ન
ખાડી દેશ ઓમાન પણ ટેક્સ ફ્રી દેશ છે. અહીં પણ તેલ અને ગેસનો ભરપૂર ભંડાર છે. જેના કારણે ટેક્સની કોઇ ચુકવણી અહીં કરાતી નથી.
કતર અને મોનાકો તથા નૌરુ પણ ટેક્સ ફ્રી દેશ
અહીં તેલનો અખૂટ ભંડાર છે. તથા પ્રવાસ ક્ષેત્રે મજબૂત પકડ તેને ધનવાન બનાવે છે. અને જેના કારણે ત્યાં કોઇ પણ વ્યક્તિ ટેક્સ ચુકવતું નથી.


