Post Office ની આ બચત યોજનામાં ફક્ત 400 રૂપિયા બચાવીને 70 લાખ રુપિયા જેટલી રકમ મેળવી શકશો
- પોસ્ટ ઓફિસની Sukanya Samriddhi Yojana વિશે જાણો
- દરરોજ માત્ર 400 રુપિયા બચત કરીને 15 વર્ષ બાદ 70 લાખ રુપિયા જેટલી રકમ મેળવી શકશો
- અત્યારે આ યોજના અંતર્ગત 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે અને આ યોજના કરમુક્ત છે
Post Office Saving Scheme : ભારત સરકાર પોસ્ટ ઓફિસ વિભાગમાં એવી બચત યોજનાઓ રજૂ કરે છે જેનાથી સામાન્ય માણસ પણ સારી એવી બચત કરી શકે છે. આવી જ એક બચત યોજનામાં તમે 400 રૂપિયાની બચત કરીને લગભગ 70 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી શકો છો. પોસ્ટ ઓફિસની આ યોજના એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana 2025) છે. અત્યારે આ યોજના અંતર્ગત 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે અને આ યોજના કરમુક્ત છે.
યોગ્ય રકમનું નિયમિત રોકાણ છે મહત્વનું
ઘણીવાર લોકો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં ખૂબ ઓછા પૈસાથી રોકાણ કરવાનું શરૂ કરે છે, જેના કારણે તેઓ મોટી રકમ મેળવી શકતા નથી. જો કે, જો તેઓ યોગ્ય રકમથી રોકાણ કરવાનું શરૂ કરે છે, તો તેઓ આવનારા સમયમાં સારો નફો મેળવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana 2025) માં તમારી દીકરીના નામે તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલી શકો છો. આ એકાઉન્ટમાં તેના શિક્ષણથી લઈને લગ્ન સુધીના ખર્ચને પહોંચી શકાય તે માટે સેવિંગ કરી શકો છો. આ યોજનામાં વાર્ષિક રૂ. 250 થી રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. તમારી 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી માટે આ ખાતું ખોલી શકાય છે. જેમાં એક પરિવારમાંથી મહત્તમ 2 છોકરીઓના ખાતા ખોલી શકાય છે. જો જોડિયા બાળકો હોય, તો 3 છોકરીઓના ખાતા ખોલી શકાય છે.
શું છે નિયમો ?
પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana 2025) માં તમારી દીકરીના નામે તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલી શકો છો. આ એકાઉન્ટમાં તેના શિક્ષણથી લઈને લગ્ન સુધીના ખર્ચને પહોંચી શકાય તે માટે સેવિંગ કરી શકો છો. આ યોજનામાં જો તમે પાકતી મુદત પછી 70 લાખ રૂપિયા ઈચ્છો છો, તો સૌ પ્રથમ તમારે દરરોજ લગભગ 400 રૂપિયા બચાવવા પડશે જે દર મહિને 12500 રૂપિયા થશે એટલે કે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા જમા થશે. હવે તમારી પુત્રી 5 વર્ષની થાય ત્યારથી વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો. પરિપક્વતા પછી એટલે કે 21 વર્ષ પછી, તમારી પુત્રીના નામે કુલ 69,27,578 રૂપિયા જમા થશે. ઉલ્લેખનીય છે કે, તમારે ફક્ત 15 વર્ષ માટે રોકાણ કરવાનું છે. જેમાં તમને ફક્ત વ્યાજમાંથી 46,77,578 રૂપિયા મળશે અને કુલ રોકાણ 22,50,000 રૂપિયા થશે. જો કોઈપણ નાણાકીય વર્ષમાં ખાતામાં ઓછામાં ઓછા રૂ. 250 જમા ન થાય તો ખાતું ડિફોલ્ટ થઈ જશે. માતાપિતા દીકરી 18 વર્ષની થાય તે પહેલાં ખાતું ચલાવી શકે છે, પરંતુ દીકરી 18 વર્ષની થાય પછી અથવા 10મું પાસ કર્યા પછી આ ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે. ઉપાડ એકસાથે અથવા હપ્તામાં વર્ષમાં એક કરતા વધુ વખત કરી શકાતો નથી.
આ પણ વાંચોઃ LPG થી UPI સુધી... આજથી આ નિયમો બદલાયા છે, તે તમારા ખિસ્સા પર અસર કરશે


