Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-US Trade Deal: અમેરિકાની ચાલાકીથી ભારત રહે સાવધાન, નહીં તો ચુકવવી પડશે ભારે કિંમત

ભારત અને અમેરિકા વચ્ચે વાટાઘાટો યથાવત  ભારતીય વાણિજ્ય મંત્રાલયની ટીમ વોશિંગ્ટનમાં અમેરિકા પાસેથી 50 બોઇંગ જેટ ખરીદવાનું વચન આપ્યું India-US Trade Deal : અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ભારત સાથેનો વેપાર કરાર ઇન્ડોનેશિયા (domestic...
india us trade deal  અમેરિકાની ચાલાકીથી ભારત રહે સાવધાન  નહીં તો ચુકવવી પડશે ભારે કિંમત
Advertisement
  • ભારત અને અમેરિકા વચ્ચે વાટાઘાટો યથાવત 
  • ભારતીય વાણિજ્ય મંત્રાલયની ટીમ વોશિંગ્ટનમાં
  • અમેરિકા પાસેથી 50 બોઇંગ જેટ ખરીદવાનું વચન આપ્યું

India-US Trade Deal : અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ભારત સાથેનો વેપાર કરાર ઇન્ડોનેશિયા (domestic industries) મોડેલ જેવો હશે. ઇન્ડોનેશિયાએ અમેરિકન સામાનને કોઈપણ અવરોધ વિના તેના બજારમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. અમેરિકાએ ઇન્ડોનેશિયન સામાન પર 19% ટેક્સ (US tariffs)લગાવ્યો છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયાએ 15 અબજ ડોલરની ઉર્જા, 4.5 અબજ ડોલરની કૃષિ પેદાશો અને અમેરિકા પાસેથી 50 બોઇંગ જેટ ખરીદવાનું વચન પણ આપ્યું છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતે પણ આ જ રસ્તો અપનાવવો પડશે. જેથી અમેરિકન સામાન ભારતીય બજારમાં સરળતાથી વેચી શકાય.

ભારત-અમેરિકી વેપાર કરાર

આ કરાર અંગે ભારત અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. ભારતીય વાણિજ્ય મંત્રાલયની ટીમ વોશિંગ્ટનમાં છે. આ તેમની પાંચમી મુલાકાત છે. બંને દેશો વચ્ચે કૃષિ, ઓટોમોબાઈલ અને અન્ય ક્ષેત્રોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. અમેરિકાએ ભારત સહિત ઘણા દેશો પર લાદવામાં આવેલા વધારાના ટેક્સને 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યા છે. જેના કારણે આ વાટાઘાટો વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવે આ કરાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જો ભારત આવો "એકતરફી" કરાર કરે છે. તો ખાસ કરીને આપણા ડેરી અને કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થઈ શકે છે. યુએસ સામાન ભારતમાં ટેક્સ વિના સરળતાથી વેચાઈ જશે. પરંતુ ભારતીય સામગ્રી અમેરિકામાં મોંઘી થશે. જ્યારે સસ્તો યુએસનો સામાન અહીં આવશે. ત્યારે ભારતીય કંપનીઓના ઉત્પાદનોના વેચાણ પર પણ મોટી અસર થશે.

Advertisement

આ પણ  વાંચો -Share Market Closing : સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ,સેન્સેક્સ 375 પોઈન્ટ તૂટયો

Advertisement

હજુ બન્ને દેશ વચ્ચે વાતચીત યથાવત્

ભારત અને અમેરિકા વચ્ચે હજુ સુધી ઘણા મુદ્દાઓ પર કોઈ સહમતિ નથી. અમેરિકા ઇચ્છે છે કે ભારત તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો પર કરમુક્તિ આપે. પરંતુ ભારતે અત્યાર સુધી ડેરી ક્ષેત્રના કોઈને પણ આવી કોઈ મુક્તિ આપી નથી અને આ વખતે પણ તે આ બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે. તે જ સમયે, ભારત અમેરિકાને તેના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાદવામાં આવેલ 50% કર અને ઓટોમોબાઇલ પર 26% કર દૂર કરવા કહી રહ્યું છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડે તો, તેને વિશ્વ વેપાર સંગઠનના નિયમો હેઠળ બદલો લેવાનો સંપૂર્ણ અધિકાર છે.

Tags :
Advertisement

.

×