Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Business : ભારતીય નાગરિકોનું વિદેશી પ્રોપર્ટીમાં રોકાણ IT ની રડારમાં

Business : વર્ષ 2018 થી વ્યવસ્થા લાગું છે. જે અંતર્ગત ભારતીય અધિકારીઓને વિદેશી બેંકના ખાતા, તેનું બેલેન્સ, વ્યાજ સહિતની માહિતી મળી રહી છે.
business   ભારતીય નાગરિકોનું વિદેશી પ્રોપર્ટીમાં રોકાણ it ની રડારમાં
Advertisement

Business : ભારતીય નાગરિકો વિદેશમાં ધૂમ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. નાણાં મંત્રાલયના એક અહેવાલ અનુસાર, 30 હજારથી વધુ કરદાતાએ રૂ. 29 હજાર કરોડની સંપત્તિની ઘોષણા કરી છે. સીબીટીડી દ્વારા શરૂ કરવામાં આવેલા એક અભિયાનમાં આ ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. (TAX PAYER DECLARE FOREIGN ASSETS AS GOVT ENCOURAGE - BUSINESS NEWS)

રૂ. 1,090 કરોડની વધારાની વિદેશી સંપત્તિની જાહેરાત

આ અભિયાનમાં નાગરિકોને પોતાની વિદેશમાં ખરીદેલી સંપત્તિની માહિતી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે 6,734 કરદાતાએઓ પોતે વિદેશમાં રહેતા હોવાનો ખુલાસો કર્યો છે. તથા રૂ. 1,090 કરોડની વધારાની વિદેશી સંપત્તિની જાહેરાત કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્કમટેક્સ વિભાગે 19 હજાર કરદાતાઓને નોટીસ ફટકારી છે.

Advertisement

લોકો તેમનાથી માહિતી છુપાવી રહ્યા છે

ભારત દેશની 125 દેશો જોડે માહિતીના અદાન-પ્રદાન અંગેની વ્યવસ્થા છે. વર્ષ 2018 થી આ વ્યવસ્થા લાગું છે. જે અંતર્ગત ભારતીય અધિકારીઓને વિદેશી બેંકના ખાતા, તેનું બેલેન્સ, વ્યાજ સહિતની માહિતી મળી રહી છે. પરંતુ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, લોકો તેમનાથી માહિતી છુપાવી રહ્યા છે. જેથી સીબીડીટી દ્વારા નવેમ્બર માસમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કરદાતાઓને પોતાની વિદેશની સંપત્તિ અને આવકની જાહેરાત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

Advertisement

બેંક એકાઉન્ટમાં મોટી રકમ મળી આવી

આ અભિયાન અંતર્ગત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 19,000 કરદાતાઓને ઇમેલ મારફતે નોટીસ મોકલવામાં આવી છે. જે કરદાતાઓ પાસે વધુ સંપત્તિ હતી તેમના બેંક એકાઉન્ટમાં મોટી રકમ મળી આવી હતી. આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અલગ અલગ સ્તરે બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 62 ટકા લોકોએ હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.

નાણાંકિય વર્ષ 2023 - 24 માં વધીને 2.3 લાખ થઇ ગઇ

વિતેલા કેટલાક વર્ષોમાં વિદેશની સંપત્તિની સ્વૈચ્છીત જાહેરાત કરનારાઓની સંખ્યા વધી છે. નાણાંકિય વર્ષ 2020 - 2021 માં આ સંખ્યા 66 હજાર હતી, જે નાણાંકિય વર્ષ 2023 - 24 માં વધીને 2.3 લાખ થઇ ગઇ છે. જેમાં 45 ટકાનો વધારો થયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો --- Share Market Closing: શેરબજાર ફ્લેટમાં બંધ,આ શેરમાં જબરદસ્ત ઉછાળો

Tags :
Advertisement

.

×