Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US Tariff : ટ્રપના ટેરિફ બોમ્બ સામે ભારતનું 'સ્પેશિયલ 40'કવચ !નિકાસને મળશે વેગ

US Tariff : અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ (US tariff)લાગુ કરવામાં આવ્યો છે. હવે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. કાપડ ઉદ્યોગને (Indian products)આનાથી સૌથી વધુ અસર થવાની ધારણા...
us tariff   ટ્રપના ટેરિફ બોમ્બ સામે ભારતનું  સ્પેશિયલ 40 કવચ  નિકાસને મળશે વેગ
Advertisement

US Tariff : અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ (US tariff)લાગુ કરવામાં આવ્યો છે. હવે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. કાપડ ઉદ્યોગને (Indian products)આનાથી સૌથી વધુ અસર થવાની ધારણા છે. આવી સ્થિતિમાં, ભારતે તેની 'સ્પેશિયલ 40' યોજનાને અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેના પછી કાપડ ઉદ્યોગ પરની અસર સંપૂર્ણપણે સમાપ્ત થવાની ધારણા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતની 'સ્પેશિયલ 40' યોજના શું છે? આ યોજના સાથે ટ્રમ્પના ટેરિફની કાપડ ઉદ્યોગ પર કેવી રીતે અસર ઓછ કરી શકાય?

સરકારે 40 દેશોમાં ખાસ સંપર્ક કાર્યક્રમો ચલાવવાની યોજના બનાવી (US Tariff)

ભારતીય કાપડ ઉત્પાદનો પર 50 ટકા કસ્ટમ ડ્યુટી લાદવાની વચ્ચે, સરકારે કાપડ નિકાસને પ્રોત્સાહન આપવા માટે 40 દેશોમાં ખાસ સંપર્ક કાર્યક્રમો ચલાવવાની યોજના બનાવી છે. બુધવારે માહિતી આપતાં, એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, પોલેન્ડ, કેનેડા, મેક્સિકો, રશિયા, બેલ્જિયમ, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓસ્ટ્રેલિયા જેવા મુખ્ય દેશોને આ પહેલ હેઠળ સમાવવામાં આવ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Tariff War : ટ્રમ્પના 50 ટકા ટેરિફના કારણે 10 લાખ નોકરીઓ સંકટમાં,CTIની સરકાર સમક્ષ માગ

Advertisement

ભારતીય મિશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

અધિકારીએ જણાવ્યું હતું કે ભારત આ 40 બજારોમાં કાપડ ઉત્પાદનોનો વિશ્વસનીય, ગુણવત્તાયુક્ત, ટકાઉ અને નવીન સપ્લાયર બનવા તરફ કામ કરશે. ભારતીય મિશન અને નિકાસ પ્રમોશન કાઉન્સિલ (EPCs) આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત પહેલાથી જ 220 થી વધુ દેશોમાં કાપડ નિકાસ કરે છે, પરંતુ આ 40 દેશો મળીને લગભગ $590 બિલિયનના વૈશ્વિક કાપડ અને વસ્ત્રોની આયાત કરે છે. આ આયાતમાં ભારતનો હિસ્સો હાલમાં ફક્ત પાંચ-છ ટકા છે.

આ પણ  વાંચો -Stock Market Crash : ટેરિફ સામે શેરબજાર કડડભૂસ,સેન્સેક્સમાં 850 પોઈન્ટ તૂટયો

કાપડ ઉદ્યોગને કેટલું નુકસાન થઈ શકે છે? (US Tariff)

અધિકારીએ જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં, આ દેશો સાથે ખાસ સંપર્કની આ પહેલ બજાર વૈવિધ્યકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું બનવા જઈ રહી છે. ભારતીય ઉત્પાદનો પર યુએસ દ્વારા લાદવામાં આવેલી વધારાની 25 ટકા ડ્યુટી 27 ઓગસ્ટથી અમલમાં આવી છે. આ રીતે, કુલ આયાત ડ્યુટી વધીને 50 ટકા થઈ ગઈ છે. કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડું, માછલી, રસાયણો અને મશીનરી જેવા ક્ષેત્રોની નિકાસ પર તેની પ્રતિકૂળ અસર થવાની ધારણા છે. ફક્ત કાપડ ક્ષેત્રનું યુએસમાં નિકાસ નુકસાન $10.3 બિલિયન હોઈ શકે છે. #TarrifonIndia

ભારતની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે

એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) ના જણાવ્યા મુજબ કાપડ ઉદ્યોગે પહેલાથી જ 25 ટકા ડ્યુટી દર સ્વીકારી લીધો હતો, પરંતુ હવે વધારાની 25 ટકા ડ્યુટી લાદવાથી, બાંગ્લાદેશ, વિયેતનામ, શ્રીલંકા, કંબોડિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોની તુલનામાં ભારતની સ્પર્ધાત્મકતા 30-31 ટકા ઘટી ગઈ છે. આને કારણે, ભારતીય કાપડ ઉદ્યોગ યુએસ બજારમાંથી લગભગ બહાર થઈ ગયો છે. તેમણે સરકાર પાસેથી તાત્કાલિક નાણાકીય રાહતની માંગ કરી જેથી ઉદ્યોગ કટોકટીમાંથી બહાર નીકળી શકે. તેમણે એમ પણ કહ્યું કે કાપડ ઉદ્યોગ હવે બ્રિટન અને EFTA દેશો સાથે વેપાર કરારો દ્વારા નુકસાનની ભરપાઈ કરવાની શક્યતાઓ શોધી રહ્યો છે.

આ રીતે પણ મદદ ઉપલબ્ધ થશે

સરકારની યોજના હેઠળ, EPC નિકાસ બજારોનું મૂલ્યાંકન કરશે અને ઉચ્ચ માંગવાળા ઉત્પાદનોને ઓળખશે. આ ઉપરાંત, સુરત, તિરુપુર, ભદોહી જેવા કાપડ ઉત્પાદન ક્લસ્ટરોને આંતરરાષ્ટ્રીય તકો સાથે જોડવામાં આવશે. આ સાથે, બ્રાન્ડ ઇન્ડિયા અભિયાન હેઠળ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને વેપાર મેળાઓમાં ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. મુક્ત વેપાર કરારો અને વેપાર કરારો ભારતીય ઉત્પાદનોને સ્પર્ધાત્મક બનાવવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં, આ વ્યૂહાત્મક પ્રયાસ ભારત માટે વૈશ્વિક કાપડ નિકાસ બજારમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક બની શકે છે.

Tags :
Advertisement

.

×