ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોલિવૂડની 1 મૂવિના લીધે અટકી પડ્યો 3500 કરોડ રૂપિયાનો IPO, જાણો કેવી રીતે સર્જાઈ સમસ્યા ?

એક બોલિવૂડ ફિલ્મને કારણે એક કંપનીનો 3500 કરોડ રૂપિયાનો IPO અટકી ગયો છે. સેબીએ ઈન્દિરા IVF કંપનીના IPO પર સ્ટે મૂક્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ છે બોલિવૂડની ફિલ્મ 'તુમકો મેરી કસમ' છે. જાણો શું છે આખી ઘટના વિગતવાર.
02:10 PM Mar 30, 2025 IST | Hardik Prajapati
એક બોલિવૂડ ફિલ્મને કારણે એક કંપનીનો 3500 કરોડ રૂપિયાનો IPO અટકી ગયો છે. સેબીએ ઈન્દિરા IVF કંપનીના IPO પર સ્ટે મૂક્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ છે બોલિવૂડની ફિલ્મ 'તુમકો મેરી કસમ' છે. જાણો શું છે આખી ઘટના વિગતવાર.
Indira IVF IPO Gujarat First

New Delhi: શું કોઈ બોલિવૂડ ફિલ્મ કોઈ કંપનીના IPOનો રસ્તો રોકી શકે છે? જવાબ છે હા. બોલિવૂડની 'તુમકો મેરી કસમ' ફિલ્મે એક કંપનીના 3500 કરોડ રૂપિયાના IPO અટકાવી દીધો છે. આ કંપની ઈન્દિરા IVF હોસ્પિટલ છે. એ જ કંપની જે ફર્ટિલિટી ક્લિનિક્સની એક મોટી ચેઈન બની ગઈ છે. દેશના દરેક મોટા શહેરમાં તેનું ક્લિનિક છે.

આ પણ વાંચોઃ  X Sold: એલન મસ્કે 44 બિલિયન$માં ખરીદેલ ટ્વીટર(X) 33 બિલિયન$માં વેચી દીધું, વાંચો શા માટે કર્યો ખોટનો સોદો ???

સંવેદનશીલ વિષય પર આધારિત છે 'તુમકો મેરી કસમ'

બોલિવૂડના ખ્યાતનામ દિગ્દર્શક વિક્રમ ભટ્ટે એક સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવી છે. તેનું નામ છે 'તુમકો મેરી કસમ'. આ ફિલ્મ ગયા અઠવાડિયે રિલીઝ થઈ હતી. જેના મુખ્ય કલાકારોમાં અનુપમ ખેર અને એશા દેઓલનો સમાવેશ થાય છે. ફિલ્મની વાર્તા IVF એટલે કે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન પર આધારિત છે. આ ફિલ્મ અંગે સેબીએ કેટલાક વાંધાઓ ઉઠાવ્યા છે. આ પછી, કંપનીએ તેનો 3500 કરોડ રૂપિયાનો IPO હાલ પૂરતો મુલતવી રાખવો પડ્યો છે.

આ ફિલ્મનો IPO સાથે શું સંબંધ છે ?

ઈન્દિરા IVF હોસ્પિટલના સ્થાપક અજય મુરિયા છે. 'તુમકો મેરી કસમ' ફિલ્મ અજય મુરિયાના જીવન પર આધારિત છે. ફિલ્મના કથાનક અનુસાર
તેમણે ઉદયપુરમાં ઈન્દિરા IVF શરૂ કર્યું અને ત્યારબાદ ફર્ટિલિટી સેન્ટરની દેશવ્યાપી ચેન બનાવી. મુરિયાના પુત્રો ફિલ્મના નિર્માતા હોવાનું કહેવાય છે. વિક્રમ ભટ્ટ આ ફિલ્મના લેખક પણ છે.

સેબીએ કેમ ઉઠાવ્યો વાંધો ?

સેબીને લાગે છે કે ફિલ્મની રિલીઝનો સમય યોગ્ય નથી અને તે કંપનીને પ્રમોટ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સેબીના વાંધાને પગલે ઈન્દિરા IVFને તેનું DRHP (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) પાછું ખેંચવું પડ્યું છે. DRHP એક પ્રકારનો દસ્તાવેજ છે જેમાં કંપની વિશેની બધી માહિતી હોય છે. IPO લાવતા પહેલા આ સેબી સમક્ષ રજૂ કરવું પડે છે. આ ગૂંચવાડાને કારણે આ વર્ષનો એક મોટો હેલ્થકેર IPO હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ  તમારા જ પૈસા ઉપાડવા માટે હવે વધુ ફી ચૂકવવી પડશે! RBI નો નવો નિર્ણય

Tags :
Ajay Muriaanupam kherBollywood MovieDRHP (Draft Red Herring Prospectus)esha deolGujarat FirstGUJARAT FIRST NEWSIndira IVFipoIVF (In vitro fertilization)Rs 3500 croreSEBITumko Meri KasamVikram Bhatt
Next Article