IRCTCની વેબસાઈટ ફરી Down, ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા ઠપ્પ
- IRCTCની વેબસાઈટ ફરીથી ડાઉન
- ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા ઠપ્પ
- મેન્ટેનન્સના કારણે સાઈટ ડાઉન
- એપ અને વેબસાઈટ ડાઉન થતા હાલાકી
- આઉટેજના કારણે મુસાફરો પરેશાન
IRCTC DOWN : તત્કાલ ટિકિટ બુકિંગ માટે એક મહત્વપૂર્ણ સમસ્યા સામે આવી છે, જ્યાં IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ની વેબસાઇટ ખોલવા પર એક મેસેજ આવી રહ્યો છે, જેમા લખવામાં આવ્યું છે કે મેઈન્ટેનન્સના કારણે વેબસાઈટ બંધ છે. જોકે, 11 વાગ્યે શરૂ થતી તત્કાલ બુકિંગની પ્રક્રિયા માટે તમામ યાત્રીઓ સજ્જ થયા હતા, પરંતુ વેબસાઇટ ખોલતા જ એક મેસેજ જોવા મળ્યો, જે કહેતું હતું કે મેન્ટેનન્સના કારણે વેબસાઈટ ઉપલબ્ધ નથી.
IRCTC એપ અને વેબસાઈટમાં ટેકનિકલ ખામી
IRCTC ની એપ્લિકેશન અને વેબસાઈટ ગુરુવારે એક મોટા ટેકનિકલ ખામીને કારણે ડાઉન થઈ ગઈ હતી. જેના કારણે અનેક મુસાફરોને ટિકિટ બુક કરવામાં મુશ્કેલી પડી હતી, અને સોશિયલ મીડિયા પર ઘણી ફરિયાદો નોંધાઈ હતી. ઘણા લોકોને ટિકિટ બુક કરવામાં તકલીફો પડતા તેમણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ‘ડાઉનડિટેક્ટર’, જે ઓનલાઈન આઉટેજને ટ્રેક કરે છે, તેણે આ મુદ્દે જાણકારી આપી હતી. તેમ છતાં, IRCTC દ્વારા આ મોટા આઉટેજ પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી.
IRCTCની વેબસાઈટ ફરીથી ડાઉન, ઓનલાઇન ટિકિટ બુકિંગ સેવા ઠપ્પ@IRCTCofficial @AshwiniVaishnaw #websitedown #onlineticket #bookingservice #halted #Gujaratfirst #BreakingNews #IndianRailways pic.twitter.com/SRdL5jQxlL
— Gujarat First (@GujaratFirst) December 26, 2024
વેબસાઈટ ક્યારે થઇ ક્રેશ?
આઉટેજ વિશે એક યૂઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "IRCTC એપ્લિકેશન ખોલતા જ મેન્ટેનન્સ એક્ટિવિટી એરરનો મેસેજ જોવા મળ્યો." આ યૂઝરે આગળ જણાવ્યુ હતું કે, "હંમેશા સવારે 10 વાગ્યે IRCTC વેબસાઈટ ક્રેશ થઈ જાય છે, અને જ્યારે તમે ફરીથી તેને ખોલો છો, ત્યારે તત્કાલ ટિકિટ બુક થઈ જાય છે, જ્યારે પ્રીમિયમ ટિકિટો બમણી કિંમતે ઉપલબ્ધ હોય છે." યૂઝર્સ આ સમસ્યાને લઈને ચિંતિત થયા છે. અવિનાશ મિશ્રા નામના એક યૂઝરે ટ્વીટ કર્યું, "સવારના 10:11 વાગ્યા છે, પરંતુ IRCTC સાઇટ હજુ સુધી ખુલતી નથી, આ સમગ્ર સમસ્યાની તપાસ થવી જોઈએ. ચોક્કસપણે કોઈક ગડબડ થઈ રહી છે." જ્યારે એક અન્ય યૂઝરે લખ્યું, "ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે, પરંતુ ભારતીય રેલવે ટિકિટ બુકિંગ એપ ક્રેશ થયા વિના ઇન્સ્ટન્ટ બુકિંગ કરી શકતી નથી. તે 2024 છે અને રેલવે માટે સ્થિર સર્વર રોકેટ સાયન્સ ન હોવું જોઈએ."
આ પહેલા પણ IRCTC સાઇટ ડાઉન થઈ હતી
આ મહિને બીજીવાર IRCTC વેબસાઈટ ડાઉન થઈ છે. 9 ડિસેમ્બરે, IRCTC પર 1 કલાક માટે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી. હવે, 26 ડિસેમ્બરે ફરીથી AC ક્લાસ માટેની ટિકિટ બુકિંગની સમસ્યાઓ આવી છે, જેના કારણે મુસાફરોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. જણાવીએ કે, IRCTC પર AC ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુકિંગનો સમય સવારે 10 થી 11 વાગ્યાના વચ્ચે છે, જ્યારે નોન-એસી ક્લાસ માટે બુકિંગનો સમય સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. આ સતત ટેકનિકલ સમસ્યાઓ IRCTC માટે એક ચિંતાનો વિષય બની ગઈ છે.
આ પણ વાંચો: Stock: એક વર્ષમાં 3 રૂપિયાનો શેર 2198 પર પહોંચ્યો,વાંચો અહેવાલ


