Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel-Iran Conflict: ભારતમાં કેટલો છે તેલનો સ્ટોક? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ

નિયાના સૌથી મોટા ઉર્જા પુરવઠા ક્ષેત્રોમાં તણાવ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનું મોટું નિવેદન ભારત પાસે પુરવઠા માટે ઘણા વિકલ્પો   Israel Iran War : દુનિયાના સૌથી મોટા ઉર્જા પુરવઠા ક્ષેત્રોમાં તણાવ વધી રહ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી...
israel iran conflict  ભારતમાં કેટલો છે તેલનો સ્ટોક  પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ
Advertisement
  • નિયાના સૌથી મોટા ઉર્જા પુરવઠા ક્ષેત્રોમાં તણાવ
  • કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનું મોટું નિવેદન
  • ભારત પાસે પુરવઠા માટે ઘણા વિકલ્પો

Israel Iran War : દુનિયાના સૌથી મોટા ઉર્જા પુરવઠા ક્ષેત્રોમાં તણાવ વધી રહ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રવિવારે કહ્યુ કે દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલની આયાતાકાર અને દેશના સૌથી મોટા ગેસની ખરીદી કરનાર ભારત પાસે ઘણા સપ્તાહની જરૂરિયાતોને પુરી કરવા માટે પર્યાપ્ત ઉર્જીનો પુરવઠો અને ભારત પાસે પુરવઠા માટે ઘણા વિકલ્પો છે તેમ જણાવ્યું.

Advertisement

Advertisement

માં ક્યાંથી આવે છે તેલ ?

મીડિયા સાથે વાતચીત કરતા હરદીપ પુરીએ કહ્યું કે સરકાર છેલ્લા બે અઠવાડિયાથી પશ્ચિમ એશિયામાં વધતી ભૂ રાજકીય સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં અમે છેલ્લા ઘણા વર્ષોમાં પોતાના પુરવઠામાં વિવિધતા લઇને આવ્યા છીએ અને હવે આપણા પુરવઠાનો એક મોટો હિસ્સો હોર્મુઝ સમુદ્રધનીના માધ્યમથી આવતો નથી.

પુરીએ કહ્યું કે આપણી ઓઇલ માર્કેટીંગ કંપનીઓ પાસે ઘણા અઠવાડિયા સુધીના પુરવઠો છે અને ઘણા રસ્તાથી ઉર્જા પુરવઠો ચાલુ રહેશે. અમે અમારા નાગરિકોને ઇંધણ વિના રુકાવટ મળી રહે તે માટે તમામ પુરતા પગલા ભરીશું. તેમણે કહ્યું કે ભારતમાં પ્રતિદિન ઉપયોગમાં લેવાતા 5.5 મિલિયન બેરલ કાચા તેલમાં લગભગ 1.5-2 મિલિયન બેરલ હોર્મુજ સમુદ્રધનીના માધ્યમથી આવે છે.જ્યારે ભારત અન્ય માર્ગેથી 4 મિલિયન બેરલ આયાત કરે છે.

કેટલો છે સ્ટોક

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત પાસે પર્યાપ્ત સ્ટોક છે. જેમાંથી કેટલીક તેલ કંપનીઓ પાસે 3 સપ્તાહથી વધારેનો સ્ટોક છે તો કેટલીક કંપનીઓ પાસે સપ્તાહનો જ સ્ટોક છે. જ્યારે એક પાસે 25 દિવસનો સ્ટોક છે. અમે અન્ય માર્ગેથીકાચા તેલનો પુરવઠો વધારી શકીએ છીએ. અમે તમામ સંભવિત માધ્યમો પર વિચાર કરી રહ્યા છીએ. મહત્વનું છે કે હોર્મુઝ સમુદ્રધની મધ્ય પશ્ચિમ એશિયાથી આવનારા તેલને લઇને એક મહત્વપૂર્ણ પરિવહન માર્ગ છે. ઇઝરાયલ સાથે સંઘર્ષ શરૂ થયા બાદ પોતાના પરમાણુ સ્થળો પર થયેલા અમેરિકી હુમલા બાદ ઇરાન આ અંગે ગંભીર છે. ઇરાનની સંસદે આ જળમાર્ગને બંધ કરવાનો પ્રસ્તાવ પણ પસાર કરી દીધો છે. ઇરાનનો આ નિર્ણય ઘણા દેશોની ઊંઘ ઉડાડી શકે છે.

Tags :
Advertisement

.

×