EPFO : PF એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું છે જરૂરી, નહીં તો થઈ શકે છે આ મોટું નુકસાન
- UANની સાથે આધારકાર્ડ લિંક કરવું જરૂરી (EPFO)
- પોતાની પ્રોફાઈલ અપડેટ કરી શકે છે
- એમ્પ્લોયર કે EPFO પાસે મંજૂરી લેવી પડે છે
EPFO : UANની સાથે આધારકાર્ડ લિંક કરવું જરૂરી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે PF સાથે જોડાયેલી સુવિધાઓ સીધી જ કર્મચારીઓને મળે. એમ્પ્લોયર વગર કર્મચારી આધાર UIDAI સાથે વેરિફાઈ કરાવી ચૂક્યો છે તો તે પોતાની પ્રોફાઈલ અપડેટ કરી શકે છે પણ જેનું આધાર હજુ લિંક કે વેરિફાઈ થયું નથી. તેમને ફેરફાર માટે એમ્પ્લોયર કે EPFO પાસે મંજૂરી લેવી પડે છે.
અગાઉ ઘણા પ્રકારની મંજૂરી અને પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું
જો UANમાં દાખલ નામ, જેન્ડર અને જન્મતારીખ, આધારમાં દાખલ કરેલી જાણકારી યોગ્ય છે તો સભ્ય પોતાના એમ્પલોયરની પાસે જઈને આધારને UAN સાથે લિંક કરી શકે છે. તેના માટે એમ્પલોયરના પોર્ટલ પર ઉપલબ્ધ KYC ફિચરનો ઉપયોગ કરવામાં આવશે અને EPFO પાસે અલગથી મંજૂરીની જરૂરિયાત નહીં રહે. અગાઉ નામ, જેન્ડર અને જન્મતારીખમાં ફેરફાર થવા પર ઘણા પ્રકારની મંજૂરી અને પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું.
આ પણ વાંચો -Atal Pension Yojana : નિવૃત્તિ બાદ ₹5,000નું પેન્શન કેવી રીતે મેળવશો? કરો આ યોજનામાં રોકાણ
UAN શું છે? (EPFO)
UAN એ 12 અંકનો યુનિક નંબર છે, જે EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) દ્વારા આપવામાં આવે છે. જો તમે નોકરી બદલો છો તો પણ આ નંબર એ જ રહે છે.
આ પણ વાંચો -Gold Rate Today : સોનાનો ભાવ રૂપિયા 1 લાખને પાર, ચાંદી પણ મોંઘી
આધાર અપડેટ માટે સંયુક્ત ઘોષણા (JD)
EPFO એ હવે આધાર સંબંધિત માહિતી બદલવા માટે JD પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. હવે જેમનો આધાર લિંક નથી, અથવા જેમને આધાર અપડેટ કરવાની જરૂર છે, તેઓ એક નવી સરળ પ્રક્રિયા દ્વારા આ કરી શકે છે. જો આધાર અને UAN માં નામ, લિંગ અથવા જન્મ તારીખમાં તફાવત હોય, તો નોકરીદાતા JD ફોર્મ દ્વારા ફેરફાર માટે વિનંતી કરી શકે છે.
ખોટો આધાર સુધારવો
જો ભૂલથી ખોટો આધાર UAN સાથે લિંક થઈ ગયો હોય, તો નોકરીદાતા JD ફોર્મ ભરીને સાચો આધાર નંબર ઓનલાઈન મોકલી શકે છે, જે અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવશે.
જો કંપની બંધ હોય અથવા નોકરીદાતા ઉપલબ્ધ ન હોય
જો નોકરીદાતા ઉપલબ્ધ ન હોય અથવા કંપની બંધ હોય,તો સભ્ય સંબંધિત EPFO પ્રાદેશિક કાર્યાલયના PRO કાઉન્ટર પર ભૌતિક JD ફોર્મ સબમિટ કરી શકે છે. આ ફોર્મ પર અધિકૃત વ્યક્તિ દ્વારા સહી કરવી આવશ્યક છે. તપાસ પછી, પીઆરઓ આ વિનંતીને સિસ્ટમમાં મૂકશે.
UMANG એપનો ઉપયોગ કરીને આધારને UAN સાથે કેવી રીતે લિંક કરવી?
- UMANG એપ ખોલો અને તમારો UAN નંબર દાખલ કરો.
- UAN સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
- OTP ચકાસ્યા પછી, તમારી આધાર વિગતો દાખલ કરો.
- આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર અને ઇમેઇલ નંબર પર બીજો OTP મોકલવામાં આવશે.
- OTP ચકાસાયા પછી, આધાર UAN સાથે લિંક થઈ જશે.


