ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણો... વોરન બફે (Warren Buffett) ના ઉત્તરાધિકારી ગ્રેગ એબેલ (Greg Abel) વિશે કેટલીક રોચક માહિતી

વોરન બફે (Warren Buffett) ના અનુગામી ગ્રેગ એબેલ (Greg Abel) બર્કશાયર હેથવેનો દોરી સંચાર કરશે. વોરન બફે પછી તેઓ કંપનીના CEO બનશે. વાંચો વિગતવાર.
02:21 PM May 04, 2025 IST | Hardik Prajapati
વોરન બફે (Warren Buffett) ના અનુગામી ગ્રેગ એબેલ (Greg Abel) બર્કશાયર હેથવેનો દોરી સંચાર કરશે. વોરન બફે પછી તેઓ કંપનીના CEO બનશે. વાંચો વિગતવાર.
Greg Abel Warren BuffettGujarat First

Warren Buffett: શેરમાર્કેટના દિગ્ગજ રોકાણકાર અને વર્લ્ડ ફેમસ સ્ટ્રેટેજિસ્ટ વોરન બફે (Warren Buffett) એ પોતાની કંપની બર્કશાયર હેથવે (Berkshire Hathaway) ની વાર્ષિક બેઠકમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ આ વર્ષના અંત સુધીમાં કંપનીનું સીઈઓ પદ છોડી દેશે. ઘણા વર્ષોથી કંપનીનું નેતૃત્વ કરી રહેલા 94 વર્ષીય બફેએ જણાવ્યું હતું કે, તેમણે ગ્રેગ એબેલ (Greg Abel) ને સીઈઓ તરીકે નિયુક્ત કરવા માટે બોર્ડને ભલામણ કરી છે. એબેલ લાંબા સમયથી બફેટના ડેપ્યુટી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Greg Abel થયા આશ્ચર્યચકિત

વોરન બફેએ પોતાની કંપની Berkshire Hathaway ની વાર્ષિક બેઠકમાં પોતાના પછી આગામી સીઈઓ વિશે જાહેરાત કરી છે. બફેએ આગામી સીઈઓ તરીકેની જવાબદારી Greg Abel ને સોંપવાનું નક્કી કર્યુ છે. આ જાહેરાત વખતે ગ્રેગ વોરનની બાજુમાં જ બેઠા હતા. આ જાહેરાત થતા જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પોતાનું આશ્ચર્ય સત્વરે છુપાવી દીધું કારણ કે, ઘણા લાંબા સમયથી કંપનીમાં Greg Abel ને બફેના ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવી રહ્યા છે. હવે એબેલ વિશ્વના સૌથી મોટા જૂથો પૈકીના એક એવા Berkshire Hathaway નું નેતૃત્વ કરશે. બર્કશાયર હેથવેનું મૂલ્ય $865 બિલિયન છે.

આ પણ વાંચોઃ    ચીનમાં હવે જોવા મળી US ટેરિફની અસર! 16 મિલિયન નોકરીઓ જોખમમાં

કોણ છે ગ્રેગ એબેલ (Greg Abel) ?

62 વર્ષીય Greg Abel એ બે દાયકા કરતા વધુ સમયથી બર્કશાયરમાં વોરન બફેના ડેપ્યુટી સહિત અનેક મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી છે. એબેલનો જન્મ CANADA ના આલ્બર્ટાના એડમોન્ટનમાં થયો હતો. તેમને શરૂઆતના દિવસોમાં આકરો સંઘર્ષ કરવો પડ્યો હતો. બાળપણમાં તે બોટલો એકઠી કરવી, અગ્નિશામક સાધનોને સર્વિસ કરવા વગેરે જેવા અથાક મહેનતના કામો કરતા હતા. આ કામોને લીધે તેમનામાં સખત મહેનત અને સમર્પણના ગુણો વિકસ્યા. કઠોર પરિશ્રમ કરતા કરતા તેમણે 1984માં આલ્બર્ટા યુનિવર્સિટીમાંથી ઓનર્સ ડિગ્રી મેળવી. એબેલે પોતાની કારકિર્દીની શરૂઆત પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સમાં કરી હતી. ત્યારબાદ તેઓ કેલએનર્જીમાં ગયા, જ્યાં તેઓ 1999માં ઊર્જા કંપનીના પ્રમુખ બન્યા. પાછળથી કંપનીનું નામ બદલીને બર્કશાયર હેથવે (Berkshire Hathaway) એનર્જી રાખવામાં આવ્યું. કંપનીની પ્રગતિમાં એબેલની ઊર્જા ક્ષેત્રની કુશળતાએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

Greg Abel છે ડાઉન ટુ અર્થ

એબેલ બર્કશાયર હેથવે ખાતે વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરે છે. નોન-ઈન્શ્યોરન્સ ઓપરેશન્સના વાઈસ ચેરમેન તરીકે તેઓ BNSF રેલ્વે અને ડેરી ક્વીન સહિત મોટી પેટા કંપનીઓનું સંચાલન કરે છે. આ ઉપરાંત, બર્કશાયર હેથવે એનર્જીએ પણ તેમના નેતૃત્વ હેઠળ હરણફાળ પ્રગતિ કરી છે. સફળતા છતાં એબેલે પોતાને Lime Light થી દૂર રાખવાનું પસંદ કરે છે. ડાઉન ટુ અર્થ નેચર ધરાવતા Greg Abel ને કંપનીના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધુ પસંદ છે.

આ પણ વાંચોઃ    YouTube ભારતીયો યુટ્યુબર્સ પર મહેરબાન...3 વર્ષમાં આપ્યા 21000 કરોડ રુપિયા

Tags :
Berkshire HathawayBerkshire Hathaway leadership changeCEOCorporate succession planningEnergy sector leadershipGreg AbelGujarat FirstGUJARAT FIRST NEWSStock market leadershipWarren Buffett
Next Article