Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GOLD LOAN લેતા પહેલા આ 6 બાબતો જાણી લો,નહીંતર થઇ શકે છે નુકસાન

ભારતમાં આજના માહોલમાં ગોલ્ડ પર લોન લેવાનું ચલણ ખુબ વધ્યું છે, ઘરમાં કોઇ ઇમરજન્સી હોય તો તરત જ ગોલ્ડ લોનની પસંદગી કરવામાં આવે છે
gold loan લેતા પહેલા આ 6 બાબતો જાણી લો નહીંતર થઇ શકે છે નુકસાન
Advertisement
  • આજના માહોલમાં ગોલ્ડ પર લોન લેવાનું ચલણ ખુબ વધ્યું છે
  • ગોલ્ડ લોન લેતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો વિચાર કરવો જરૂરી છે
  • ઘરેણાંનું વજન અને શુદ્ધતા લોનની રકમ નક્કી કરે છે

ભારતમાં આજના માહોલમાં ગોલ્ડ પર લોન (GOLD LOAN) લેવાનું ચલણ ખુબ વધ્યું છે, ઘરમાં કોઇ ઇમરજન્સી હોય તો તરત જ ગોલ્ડ લોનની પસંદગી કરવામાં આવે છે. ગોલ્ડ લોન સત્વરે મળી જાય છે. તમારા સોનાના દાગીના ગીરવે મૂકીને તરત જ લોન તમને મળી જાય છે. બેંક (bank) અથવા ફાઇનાન્સ કંપની (finance company) પાસેથી તાત્કાલિક રોકડ મેળવી શકો છો, જોકે, તે લેતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોય છે.જો વ્યાજ દર, લોનની શરતો અથવા સોનાના મૂલ્યને સમજ્યા વિના લોન લેવામાં આવે છે, તો પછીથી નાણાકીય નુકસાન સહન કરવું પડી શકે છે. આવી સ્થિતિમાં ગોલ્ડ લોન લેતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો વિચાર કરવો જરૂરી છે.

Advertisement

ગોલ્ડનું કેરેટ અને વજન ચેક કરો

સામાન્ય રીતે, કોઈપણ બેંક અથવા NBFC ફક્ત 18 થી 24 કેરેટ સોના પર જ લોન આપે છે. ઘરેણાંનું વજન અને શુદ્ધતા લોનની રકમ નક્કી કરે છે. ઘરેણાંમાં સ્ટોન અથવા જડતરકામ લોન મૂલ્યમાં ઉમેરવામાં આવતું નથી.

Advertisement

વ્યાજ દરની તુલના કરવાનું ભૂલશો નહીં

દરેક બેંક અને કંપની ગોલ્ડન લોન માટે અલગ અલગ વ્યાજ દર ઓફર કરે છે. તેનો વ્યાજ દર 7% થી 25% સુધીનો હોઈ શકે છે. તેથી, ઘણી જગ્યાએથી વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી વિશે માહિતી મેળવ્યા પછી જ અંતિમ નિર્ણય લો.

લોનની મુદ્દત

ગોલ્ડ લોનને સામાન્ય રીતે 6 મહિનાથી 3 વર્ષ સુધીની ટૂંકા ગાળાની લોન માનવામાં આવે છે. કેટલીક લોન યોજનાઓમાં વહેલા ચુકવણી માટે દંડ હોય છે, તેથી લોનની મુદતને સારી રીતે સમજો.

ચુકવણી વિકલ્પો પર ધ્યાન આપો

ગોલ્ડ લોન પર વ્યાજ ચૂકવવાની ઘણી રીતો છે, જેમાં EMI, બુલેટ પેમેન્ટ અથવા ફક્ત વ્યાજ ચૂકવવાનો સમાવેશ થાય છે. તમે જે પણ વિકલ્પ પસંદ કરો છો, તેની શરતોને સારી રીતે સમજવી મહત્વપૂર્ણ છે જેથી પછીથી કોઈ આશ્ચર્ય ન થાય.

સોનાની સલામતીની ગેરંટી લો

તમારું સોનું ક્યાં અને કઈ સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવશે તે શોધો. બેંકો સામાન્ય રીતે તેમના લોકરમાં સોનું સુરક્ષિત રાખે છે, પરંતુ હંમેશા NBFCs પાસેથી સ્પષ્ટ માહિતી મેળવો.

ડિફોલ્ટની સ્થિતિ પણ જાણી લો

જો તમે સમયસર લોન ચૂકવી શકતા નથી, તો તમારા સોનાની હરાજી થઈ શકે છે. તેથી, હપ્તા અને વ્યાજ સમયસર ચૂકવવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત કરારમાં લખેલા નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો જેથી ભવિષ્યમાં તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

Tags :
Advertisement

.

×