Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lakshadweep : ભારતીયો દ્વારા માલદીવનો બહિષ્કાર....માર્ચ સુધી લક્ષદ્વીપનું બુકિંગ ફૂલ

Lakshadweep : લોકોના ફરવા માટેના મનપસંદ સ્થળોની યાદીમાં માલદીવ ટોચ પર હતું. પરંતુ હવે માલદીવ ભારતીયો દ્વારા બહિષ્કારનો સામનો કરી રહ્યું છે. માલદીવ વિવાદ વચ્ચે લક્ષદ્વીપ ચર્ચામાં છે. લોકો હવે માલદીવ છોડીને લક્ષદ્વીપ (Lakshadweep) જવાની યોજના બનાવી રહ્યા છે. જેના...
lakshadweep   ભારતીયો દ્વારા માલદીવનો બહિષ્કાર    માર્ચ સુધી લક્ષદ્વીપનું બુકિંગ ફૂલ
Advertisement

Lakshadweep : લોકોના ફરવા માટેના મનપસંદ સ્થળોની યાદીમાં માલદીવ ટોચ પર હતું. પરંતુ હવે માલદીવ ભારતીયો દ્વારા બહિષ્કારનો સામનો કરી રહ્યું છે. માલદીવ વિવાદ વચ્ચે લક્ષદ્વીપ ચર્ચામાં છે. લોકો હવે માલદીવ છોડીને લક્ષદ્વીપ (Lakshadweep) જવાની યોજના બનાવી રહ્યા છે. જેના માટે હવે માર્ચ સુધીની તમામ ટિકિટો બુક થઈ ગઈ છે. ઉપરાંત, ટ્રાવેલ એજન્સીઓ અને પોર્ટલ પર લક્ષદ્વીપ (Lakshadweep) સૌથી વધુ ટ્રેન્ડીંગ કીવર્ડ બની ગયો છે. 200% લોકો લક્ષદ્વીપ વિશે સર્ચ કરી રહ્યાં છે. સસ્તા સસ્તા પ્લાનથી લઈને લક્ષદ્વીપમાં ફરવા માટે સૌથી વધુ સર્ચ કરાયેલા બીચની શોધ થઈ રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું લોકો ખરેખર માલદીવ નથી જઈ રહ્યા?

ટર્બોપ્રોપ ATR-72 એરક્રાફ્ટનું સંચાલન

દેશના ઘણા શહેરોથી માલદીવ માટે દર અઠવાડિયે 60 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે પરંતુ લક્ષદ્વીપ (Lakshadweep) માટે દરરોજ માત્ર એક જ ફ્લાઈટ છે. માર્ચ સુધીની આ ફ્લાઈટની તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. સરકારી એરલાઇન કંપની એલાયન્સ એર આ રૂટ પર 70 સીટર ટર્બોપ્રોપ ATR-72 એરક્રાફ્ટનું સંચાલન કરી રહી છે. જો કે, માંગ વધ્યા બાદ કંપની હવે લક્ષદ્વીપ માટે ફ્લાઇટની સંખ્યા વધારવા પર વિચાર કરી રહી છે.ભારતીય પ્રવાસીઓએ લક્ષદ્વીપ જવા માટે એન્ટ્રી પરમિટ લેવી પડે છે. પહેલા બેંકમાં જઈને 200 રૂપિયા જમા કરાવવા પડતા હતા અને પછી ચલણ સબમિટ કરવાનું હતું. પરંતુ તે ઓનલાઈન કરવામાં આવ્યું છે અને એક-બે દિવસમાં પરમીટ ઈસ્યુ થઈ જાય છે.

Advertisement

મોટી સંખ્યામાં માલદીવનો બહિષ્કાર

અહેવાલો અનુસાર, અરજદાર દીઠ અરજી ફી 50 રૂપિયા છે, 12 થી 18 વર્ષની વયના બાળકો માટે તે 100 રૂપિયા છે અને જો વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ છે, તો 200 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. વાસ્તવમાં માલદીવના અધિકારીઓના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતીયો મોટી સંખ્યામાં માલદીવનો બહિષ્કાર કરી રહ્યા છે. તે જ સમયે, જેમણે ભવિષ્યમાં માલદીવની મુલાકાત લેવાની યોજના બનાવી હતી તેઓએ પણ તેમની ટિકિટો કેન્સલ કરી દીધી છે અને હવે તેઓ બીજે ક્યાંક જવાની યોજના બનાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

Tags :
Advertisement

.

×