ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Plane Crash દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની મદદ માટે આગળ આવ્યું LIC

Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે, ત્યારે આ દુઃખ ઘટનાને ધ્યાને રાખી દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ...
09:29 PM Jun 13, 2025 IST | Hiren Dave
Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે, ત્યારે આ દુઃખ ઘટનાને ધ્યાને રાખી દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ...
LIC Claim for Air India Plane Crash survivor

Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે, ત્યારે આ દુઃખ ઘટનાને ધ્યાને રાખી દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ આજે મહત્ત્વની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું છે કે, ‘અમે વિમાન અકસ્માતમાં સામેલ પીડિતોના સંબંધીઓને દાવાની પતાવટ પ્રક્રિયામાં રાહત આપી છે અને આ પ્રક્રિયાને ઝડપી કરી દીધી છે. કંપનીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કહ્યું છે કે, અમે વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

વિમાન અકસ્માતના મૃતકોના ડેથ સર્ટિફિકેટની જરૂર નથી : LIC

એલઆઈસીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે પૉલિસીના દાવેદારોની સમસ્યાનું નિવારણ લાવવા માટે રાહતની જાહેરાત કરી છે. જો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનું ડેથ સર્ટિફિકેટ ન હોય તો, તેના બદલે સરકારી રેકોર્ડમાં સામેલ કોઈપણ પુરાવા અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર-એરલાઈન્સ અધિકારીઓ દ્વારા ચૂકવવામાં આવેલ કોઈપણ વળતર ‘પ્રૂફ ઑફ ડેથ’ તરીકે સ્વિકારવામાં આવશે.

આ પણ  વાંચો - Ahmedabad Plane Crash : બોરસદના યુવકે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, માતાએ કહ્યું લગ્ન કરવા આવ્યો છે તો લગ્ન કરીને જા!

‘ક્લેમની ઝડપી પતાવટ કરવામાં આવશે’

વીમા કંપનીએ એમ પણ કહ્યું છે કે, ‘અમે વિમાન દુર્ઘટના સંબંધીત દાવેદારો સુધી પહોંચવા તેમજ તેમના ક્લેમની ઝડપી પતાવટ માટે તમામ પ્રયાસો કરીશું. દાવેદારો વધુ મદદ મેળવવા માટે નજીકના એલઆઈસી બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત દાવેદારો એલઆઈસીના કૉલ સેન્ટર 022-68276827 પર પણ કૉલ કરી શકે છે.

આ પણ  વાંચો - Ahmedabad plane crash: 15 જૂનથી ઉડાન પહેલા જ તમામ વિમાનની થશે તપાસ

પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદમાં ગઈકાલે થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.

Tags :
Ahmedabad airport plane crashAhmedabad Plane crashair india crash investigationair india crash survivor updateair india flight to london crashAir India plane crashair india plane crash 2025Boeing 787 Dreamliner crashCompensation in Air India Plane CrashDVR of Air India PlaneLICLIC Claim for Air India Plane Crash survivorLIC Claim to Plane Crash DeathLIC on Air India Plane CrashPlane Crash Passenger death Claim
Next Article