Mehul Choksi :PNB કૌભાંડી મેહુલ ચોકસીની થઈ ગઈ આવી હાલત, પત્નીના સહારે જીવન...
- ભારતમાંથી ફરાર ભાગેડુ મેહુલ ચોકસીની દયનીયહાલત
- પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમમાં છે
- ભારતીય હોવાની નાગરીકતા પણ છુપાવી
Mehul Choksi: PNB કૌભાંડમાં વોન્ટેડ અને ભારતમાંથી ફરાર ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી(PNB scam Mehul Choksi) હાલમાં તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં રહે છે. આ શહેર હીરાના વ્યવસાય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહેવાલો અનુસાર, ચોક્સીએ 15 નવેમ્બર 2023ના રોજ બેલ્જિયમનું ‘એફ રેસિડેન્સી કાર્ડ’ મેળવ્યું હતું. જેનાથી તેની ભારત પાછા આવવાની પ્રક્રીયા વધુ અઘરી થઈ ગઈ છે.
અહેવાલો અનુસાર, મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સી બેલ્જિયમની નાગરિક છે અને તેણે તેને ત્યાંની નાગરિકતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ રહેઠાણ મેળવવા માટે ચોક્સીએ કથિત રીતે ખોટા અને બનાવટી દસ્તાવેજો સબમિટ કર્યા હતા, જેમાં ખોટા દાવાઓ અને બનાવટી ઘોષણાઓનો સમાવેશ થતો હતો. તેણે પોતાની ભારતીય હોવાની નાગરીકતા પણ છુપાવી હતી.
Fugitive businessman #mehulchoksi wanted in the Rs 14,000 crore PNB fraud has obtained residency in Belgium's Antwerp allegedly using forged documents
His wife Preeti Choksi, a Belgian citizen reportedly helped secure his 'F Residency Card'
India has formally requested Belgium… pic.twitter.com/Wr6Nk3LDp7
— Nabila Jamal (@nabilajamal_) March 23, 2025
આ પણ વાંચો -આ લાર્જ કેપ ફંડ્સે રોકાણકારોને આપ્યું મજબૂત વળતર, લાંબા ગાળે પણ થઈ શકે છે ફાયદો
ભારત કરી રહ્યું છે મેહૂલ ચોકસીના પ્રત્યારોપણની માંગ
ભારતીય એજન્સીઓએ બેલ્જિયમ સરકાર પાસે મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની માંગ કરી છે. પરંતુ બેલ્જિયમની નવી રેસીડેન્સીને કારણે આ પ્રક્રિયા મુશ્કેલ બની ગઈ છે. ચોક્સી હવે યુરોપના ઘણા દેશોમાં અવરોધ વિના પ્રવાસ કરી શકે છે, જેનાથી તેને પરત લાવવાના ભારતના પ્રયાસોમાં અવરોધ આવશે.
આ પણ વાંચો -Twitter નો આઇકોનિક બ્લુ બર્ડ લોગો વેચાઈ ગયો, જાણો કેટલી લાગી બોલી
સ્વિત્ઝરલેન્ડ જવાનો બનાવી રહ્યો છે પ્લાન
ચોક્સી હવે સ્વિત્ઝરલેન્ડ જવાની યોજના બનાવી રહ્યો છે. તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ દર્શાવીને, તેમણે હિર્સલેન્ડન ક્લિનિક આરાઉમાં સારવાર માટે કહ્યું. હોસ્પિટલ કેન્સરની સારવાર માટે જાણીતી છે, અને એવું માનવામાં આવે છે કે ચોક્સી માનવતાના આધારે તેના પ્રત્યાર્પણમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ભારતે તેને ભાગેડુ અપરાધી જાહેર કર્યો
હાલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે, જે ભારતીય બેંકિંગ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંના એક છે. ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર 14,000 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ છે. ભારત સરકારે તેમને ભાગેડુ આર્થિક અપરાધી (FEO) જાહેર કર્યા છે.


