Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Reliance AGM 2025 : Jioના IPOથી લઈને AI ટેકનોલોજી મુદ્દે મુકેશ અંબાણીની મોટી જાહેરાત

Reliance AGM 2025: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના IPO અંગે મોટી અપડેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM માં (Reliance AGM 2025)મોટી જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, IPO માટે ડ્રાફ્ટ પેપર ટૂંક સમયમાં ફાઇલ કરવામાં આવશે...
reliance agm 2025   jioના ipoથી લઈને ai ટેકનોલોજી મુદ્દે મુકેશ અંબાણીની મોટી જાહેરાત
Advertisement

Reliance AGM 2025: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના IPO અંગે મોટી અપડેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM માં (Reliance AGM 2025)મોટી જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, IPO માટે ડ્રાફ્ટ પેપર ટૂંક સમયમાં ફાઇલ કરવામાં આવશે અને 2026ના પ્રથમ 6 માસિકમાં રિલાયન્સ જિયોનો IPO લોન્ચ કરવાની યોજના છે.

Jioના 50 કરોડથી વધુ ગ્રાહકો છે. (Reliance AGM 2025)

મુકેશ અંબાણીએ કહ્યું કે, Jioના 50 કરોડથી વધુ ગ્રાહકો છે. કંપનીએ 5G, ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને AI ટેકનોલોજીમાં મોટું રોકાણ કર્યું છે. શેરબજારમાં Jio નું લિસ્ટિંગ રોકાણકારોને મોટી તક આપી શકે છે. એક અંદાજ મુજબ Jio કંપની IPO દ્વારા 12થી 13 લાખ કરોડ રૂપિયા સુધી એકત્ર કરીને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટેનું પ્લાનિંગ ધરાવે છે.

Advertisement

Jio એ 500 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો (Reliance AGM 2025)

Jio કંપનીના IPO વિશે માહિતી આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે, તે વૈશ્વિક સ્તરે શેર હોલ્ડર્સ માટે વેલ્યૂ અનલોક કરાશે. Jio એ તાજેતરમાં 500 મિલિયન કસ્ટમર્સનો આંક પાર કર્યો છે. નાણાકીય વર્ષ 2024- 2025માં Jioની આવક રૂપિયા 1.28 લાખ કરોડ હતી, જે મજબૂત કમાણી દર્શાવે છે.

Advertisement

આ પણ  વાંચો -RBI ના પૂર્વ ગવર્નર Urjit Patel ને મળી મોટી જવાબદારી

125 અબજ ડોલર કમાણી કરનાર પહેલી કંપની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીએ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ભારતની પહેલી કંપની બની છે જેણે 125 અબજ ડોલરની વાર્ષિક આવકને પાર કરી છે. રિલાયન્સનો EBITDA રૂપિયા 1,83,422 કરોડ હતો અને ચોખ્ખો નફો 81,309 કરોડ રૂપિયા હતો.રિલાયન્સની નિકાસ વિશે વાત કરીએ તો, 2,83,719 કરોડ રૂપિયા (33.2 અબજ ડોલર) હતો, જે ભારતના કુલ નિકાસના 7.6 ટકા છે. રિલાયન્સ ભારતની સૌથી મોટી નિકાસકાર કંપનીઓમાંની એક છે.

આ પણ  વાંચો -Reliance AGM પર લાખો રોકાણકારોની નજર, મોટી જાહેરાત થવાની અપેક્ષા

રિલાયન્સ સૌથી મોટી કરદાતા કંપની બની

રિલાયન્સે નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂપિયા 2,10,269 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. અર્થા 24.6 અબજ ડોલર ટેક્સ ચૂકવીને દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. છેલ્લા 6 વર્ષમાં કંપનીનું રાષ્ટ્રીય તિજોરીમાં કુલ યોગદાન રૂપિયા 10 લાખ કરોડથી વધુ રહ્યું છે.

Tags :
Advertisement

.

×