Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રમ્પના સરકારના નિર્ણય બાદ Mukesh ambani નો સણસણતો જવાબ!

ટેરિફ યુદ્ધ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધા અંબાણીએ પણ ટ્રમ્પને જોરદાર આપ્યો જવાબ મુકેશ અંબાણીએ લીધો મોટો નિર્ણય Mukesh ambani: એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh ambani)નો (Reliance Industries)વ્યવસાય તેલથી લઈને રમતગમત સુધી અનેકક્ષેત્રમાં વિશ્વભરમાં ફેલાયેલો છે. પરંતુ હવે તે...
ટ્રમ્પના સરકારના નિર્ણય બાદ mukesh ambani નો સણસણતો જવાબ
Advertisement
  • ટેરિફ યુદ્ધ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધા
  • અંબાણીએ પણ ટ્રમ્પને જોરદાર આપ્યો જવાબ
  • મુકેશ અંબાણીએ લીધો મોટો નિર્ણય

Mukesh ambani: એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh ambani)નો (Reliance Industries)વ્યવસાય તેલથી લઈને રમતગમત સુધી અનેકક્ષેત્રમાં વિશ્વભરમાં ફેલાયેલો છે. પરંતુ હવે તે તેલમાં મોટો ખેલ કરવાની તૈયારી કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે જો તમે વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો તમારે ટેરિફ ચૂકવવો પડશે. આ નિર્ણય પર મુકેશ અંબાણીએ પણ ટ્રમ્પને જોરદાર જવાબ આપ્યો છે.

મુકેશ અંબાણીએ લીધો મોટો નિર્ણય

મુકેશ અંબાણીના વલણ પરથી એવું સ્પષ્ટ લાગે છે કે તેઓ ટ્રમ્પને ટેરિફ (Trump tariff)ચૂકવવા ઈચ્છતા નથી. વિશ્વભરમાં ટેરિફ વોરના કારણે મુકેશ અંબાણીએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે દક્ષિણ અમેરિકન દેશોમાંથી તેલ ન ખરીદવાનો નિર્ણય લીધો છે. દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર 25% ડ્યુટી લગાવવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

અમેરિકાને થશે મોટું નુકસાન?

ભારતની સૌથી મોટી ખાનગી રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વેનેઝુએલાથી ક્રૂડ ઓઈલની આયાત કરી રહી છે. કંપનીને ગયા વર્ષે યુએસ સત્તાવાળાઓ પાસેથી આ આયાત માટે ખાસ પરવાનગી મળી હતી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા આદેશ મુજબ, વેનેઝુએલાથી તેલ ખરીદનાર કોઈપણ દેશ પર 2 એપ્રિલથી 25% ડ્યુટી વસૂલવામાં આવશે. ભારત લગભગ 90% તેલ વેનેઝુએલા પાસેથી ખરીદે છે.

Advertisement

આ પણ  વાંચો -Share Market : શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 729 પોઈન્ટનો કડાકો

ક્યાંથી આવશે તેલનો પુરવઠો?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં વેનેઝુએલાથી મેરે ગ્રેડ ક્રૂડ ઓઇલના છેલ્લા કન્સાઇન્મેન્ટની રાહ જોઈ રહ્યું છે, જે પહેલાથી જ રવાના થઈ ચૂક્યું છે. આ કન્સાઈનમેન્ટ પછી, કંપનીએ વધારાની ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. અન્ય ભારતીય રિફાઈનરીઓ પણ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી રહી છે. હવે તેઓ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયાથી તેલની આયાત તરફ વળી શકે છે કારણ કે ત્યાંથી તેલની ઉપલબ્ધતા અને પહોંચ સરળ છે.

આ પણ  વાંચો -L&Tને તેની વર્કિંગ હિસ્ટ્રીનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો, અધધ........છે ઓર્ડર વેલ્યુ !!!

ભારત વેનેઝુએલાના તેલનો મોટો ખરીદદાર

ભારત વેનેઝુએલાના તેલનો મોટો ખરીદદાર છે. તેણે 2024માં 22 મિલિયન બેરલ તેલ આયાત કર્યું. જાન્યુઆરીમાં ખરીદી વધીને 2,54,000 બેરલ પ્રતિ દિવસ (bpd)થી વધુ થઈ ગઈ, જે વેનેઝુએલાની કુલ નિકાસ 557,000 bpdનો લગભગ અડધો ભાગ છે. ડિસેમ્બર 2023માં આયાત લગભગ 1,91,600 બેરલ પ્રતિ દિવસ હતી. આમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)એ 1,27,000 bpd હાંસલ કર્યું હતું. નવા ટેરિફ ભારતીય રિફાઈનર્સ માટે ખરીદી ખર્ચમાં વધારો કરી શકે છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની પણ શક્યતા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોઈ દેશ ઓછામાં ઓછા એક વર્ષ સુધી વેનેઝુએલાથી તેલ આયાત કરવાનું બંધ ન કરે ત્યાં સુધી ટેરિફ લાગુ રહેશે. જોકે, અમેરિકા પહેલા તેને રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.

Tags :
Advertisement

.

×