Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price in Gujarat : આજે નવરાત્રિના પહેલા દિવસે સોના-ચાંદીના ભાવમાં નજીવી વધઘટ: જાણો આજના લેટેસ્ટ રેટ

અહીં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ સહિતના મુખ્ય શહેરોના 22 કેરેટ અને 24 કેરેટ સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ જાણો.
gold price in gujarat   આજે નવરાત્રિના પહેલા દિવસે સોના ચાંદીના ભાવમાં નજીવી વધઘટ  જાણો આજના લેટેસ્ટ રેટ
Advertisement
  • આજે સોનાના ભાવમાં આવ્યો નજીવો ઘટાડો ( Gold Price in Gujarat )
  • 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે 1,12,140 પહોંચ્યો
  • ચાંદીનો કિલોગ્રામનો ભાવ રુ.1,34,900 છે.

Gold Price in Gujarat : આજે દેશભરમાં નવરાત્રિનો શુભારંભ થયો છે. આ પવિત્ર દિવસ નિમિત્તે સોના અને ચાંદીના બજારમાં નજીવી વધઘટ જોવા મળી છે. ખાસ કરીને આર્થિક અનિશ્ચિતતા સામે સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, જેના કારણે રોકાણકારો માટે તે આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો તમે પણ સોના-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હો, તો અહીં 22 સપ્ટેમ્બર, 2025ના તાજા ભાવ વિશેની માહિતી આપેલી છે.

Gold price today

Gold price today

Advertisement

આજના સોનાના ભાવ (22 સપ્ટેમ્બર, 2025) (Gold Price in Gujarat)

આજે ભારતમાં 18, 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી છે.

Advertisement

  • 24 કેરેટ સોનું: 10 ગ્રામના ભાવ રુ.1,12,140 પર છે, જ્યારે 1 ગ્રામનો ભાવ રુ.11,214 રહ્યો છે.
  • 22 કેરેટ સોનું: 10 ગ્રામના ભાવ રુ.1,02,790 પર છે, જ્યારે 1 ગ્રામનો ભાવ રુ.10,279 છે.
  • 18 કેરેટ સોનું: 1 ગ્રામનો ભાવ રુ.8,410 છે.

પ્રમુખ શહેરોમાં 10 ગ્રામ સોનાના ભાવ: (Gold Price in Gujarat)

  • દિલ્હી: 24 કેરેટ રુ.1,12,290 અને 22 કેરેટ રુ.1,02,940
  • મુંબઈ અને કોલકાતા: 24 કેરેટ રુ.1,12,140 અને 22 કેરેટ રુ.1,02,790
  • ચેન્નઈ: 24 કેરેટ રુ.1,12,250 અને 22 કેરેટ રુ.1,02,890
  • અમદાવાદ: 24 કેરેટ 1,12,630 અને 22 કેરેટ રુ. 1,03,250

TODAY GOLD PRICE

TODAY GOLD PRICE

આજના ચાંદીના ભાવ (22 સપ્ટેમ્બર, 2025)

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે.

  • ચાંદી: પ્રતિ કિલોગ્રામનો ભાવ રુ.1,34,900 છે.
  • દિલ્હી, મુંબઈ, કોલકાતા: પ્રતિ કિલોગ્રામ રુ.1,34,900
  • ચેન્નઈ: પ્રતિ કિલોગ્રામ રુ.1,44,900

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હજુ પણ ઊંચા સ્તરે જળવાયેલું છે. આજે સ્પોટ ગોલ્ડનો ભાવ $3,689.08 પ્રતિ ઔંસ પર રહ્યો, જે તાજેતરમાં $3,707.40ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ જ રીતે, સ્પોટ સિલ્વરનો ભાવ $43.12 પ્રતિ ઔંસ પર પહોંચ્યો, જે છેલ્લા 14 વર્ષનો સૌથી ઊંચો સ્તર છે. પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ સામાન્ય હલચલ જોવા મળી છે. નિષ્ણાતોના મતે, આ નજીવો ઘટાડો રોકાણકારો માટે સોનું અને ચાંદી ખરીદવાની એક સારી તક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :   GST On Sin Goods: આજથી મોંઘી થતી વસ્તુઓ...જાણો Sin Tax હેઠળ કઇ વસ્તુઓ આવશે

Tags :
Advertisement

.

×