Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Inflation Rate : વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર,આ વસ્તુઓ થઈ સસ્તી

મોંઘવારીના મોરચે હવે સારા સમાચાર (Retail inflation) છુટક મોંઘવારી ઘટીને 1.55 ટકા પહોંચી શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્ર ઘટાડો Retail inflation: મોંઘવારીના મોરચે (Retail inflation)હવે સારા સમાચાર સામે આવ્યા છે.સરકારી આંકડા અનુસાર ફૂડ આઈટમ્સના ભાવમાં નરમાઈ કારણે જુલાઈમાં છુટક...
inflation rate   વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર આ વસ્તુઓ થઈ સસ્તી
Advertisement
  • મોંઘવારીના મોરચે હવે સારા સમાચાર (Retail inflation)
  • છુટક મોંઘવારી ઘટીને 1.55 ટકા પહોંચી
  • શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્ર ઘટાડો

Retail inflation: મોંઘવારીના મોરચે (Retail inflation)હવે સારા સમાચાર સામે આવ્યા છે.સરકારી આંકડા અનુસાર ફૂડ આઈટમ્સના ભાવમાં નરમાઈ કારણે જુલાઈમાં છુટક મોંઘવારી ઘટીને 1.55 ટકા પહોંચી ગઈ, જે આઠ વર્ષના નીચલા સ્તરે છે.છેલ્લા છ વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે મોંઘવારી ભારતીય રિઝર્વ બેંકના 2% ના સહિષ્ણુતા બેન્ડથી નીચે 6% થયો છે.જૂન 2017 પછી આ વાર્ષિક ધોરણે સૌથી નીચો મોંઘવારી દર છે. મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર,ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી જૂનમાં 2.1 ટકા અને જુલાઈ 2024માં 3.6 ટકા હતો.જુલાઈ 2025માં મોંઘવારી જૂન 2017 પછીનો સૌથી નીચો છે.તે સમયે તે 1.46 ટકા નોંધાયો હતો.

શું છે ડિટેલ્સ ?  (Retail inflation)

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) એ જણાવ્યું હતું કે,જુલાઈ 2025 ના મહિના દરમિયાન મોંઘવારી અને ફુડ આઈટમ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાનું મુખ્ય કારણ કઠોળ અને ઉત્પાદનો,પરિવહન અને સંચાર,શાકભાજી,અનાજ અને ઉત્પાદનો,શિક્ષણ,ઇંડા અને ખાંડ અને કન્ફેક્શનરી વસ્તુઓના ભાવમાં અનુકૂળ તુલનાત્મક આધાર અસર અને નરમાઈ હતી.જુલાઈમાં ફુડની મોંઘવારી વાર્ષિક ધોરણે 1.76 ટકાનો ઘટાડો થયો હતો.ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર આધારિત ફુડ મોંઘવારીનો દર શૂન્યથી 1.76 ટકા નીચે હતો

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ICICI બેન્કે તેના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

જૂનમાં તે શૂન્યથી 1.01 ટકા નીચે હતો (Retail inflation)

જે જાન્યુઆરી 2019પછીનો સૌથી નીચો છે.જૂનમાં તે શૂન્યથી 1.01 ટકા નીચે હતો.મોંઘવારીના દરમાં ઘટાડાનું સૌથી મોટું કારણ એક વર્ષ પહેલાની સરખામણીમાં શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્ર ઘટાડો છે.શાકભાજી 20.69 ટકા અને કઠોળ અને તેના ઉત્પાદનો 13.76 ટકા સસ્તા થયા છે.મસાલાના ભાવમાં 3.07 ટકાનો ઘટાડો થયો છે અને માંસ અને માછલીના ભાવમાં 0.61 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ  વાંચો -FASTag ને લઈ સરકારની નવી ઓફર! વાહનચાલકોને થશે ફાયદો

આ વસ્તુઓના ભાવ પણ ઘટ્યા

કેટલીક ખાદ્ય ચીજોમાં મોોંઘવારીનો દર પ્રમાણમાં ઓછો રહ્યો.તેમાં અનાજ (3.03 ટકા), ઈંડા (2.26 ટકા), દૂધ અને ડેરી ઉત્પાદનો (2.74 ટકા) અને ખાંડ અને કન્ફેક્શનરી ઉત્પાદનો (3.28 ટકા)નો સમાવેશ થાય છે.તે જ સમયે,જુલાઈમાં ફળોના ભાવમાં વધુ ઝડપથી વધારો થયો. તેમનો ફુગાવાનો દર 14.42 ટકા હતો.તેલ અને ચરબીવાળા ઉત્પાદનો 19.24 ટકા મોંઘા થયા.

અંદાજ શું હતો?

50 અર્થશાસ્ત્રીઓના રોઇટર્સ સર્વેમાં જુલાઈમાં છૂટક મોંઘવારી ઘટીને 1.76% થવાની આગાહી કરવામાં આવી હતી. આ આંકડા RBIની નાણાકીય નીતિ સમિતિ (MPC) દ્વારા દર 5.50% પર યથાવત રાખ્યાના અને મોંઘવારીના અનુમાનને "વધુ અનુકૂળ" ગણાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી આવ્યા છે. ફેબ્રુઆરીથી સતત ત્રણ દર ઘટાડા પછી, કુલ 100 બેસિસ પોઈન્ટ થયા પછી આ ઘટાડો આવ્યો છે

Tags :
Advertisement

.

×