નબળો પડ્યો રૂપિયો, ડોલર સામે રૂપિયામાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો
શુક્રવારે ડોલર (Dollar) સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. પહેલીવાર એક ડોલરની કિંમત 82.20 રૂપિયા પર પહોંચી છે. આ પહેલા 23 સપ્ટેમ્બરે રૂપિયાની કિંમત ડોલર સામે પ્રથમ વખત 81 રૂપિયાને પાર કરી ગઈ હતી. રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડા વચ્ચે લોકોની નજર ફરી એકવાર રિઝર્વ બેંક તરફ છે.રૂપિયામાં ઘટાડો યથાવતડોલર સામે રૂપિયામાં ઘટાડાનો સમયગાળો (Rupee vs Dollar) અવિરત ચાલુ છે. રૂપિયો સતત ઘટવાના તેના પાછલા રેકà«
Advertisement
શુક્રવારે ડોલર (Dollar) સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. પહેલીવાર એક ડોલરની કિંમત 82.20 રૂપિયા પર પહોંચી છે. આ પહેલા 23 સપ્ટેમ્બરે રૂપિયાની કિંમત ડોલર સામે પ્રથમ વખત 81 રૂપિયાને પાર કરી ગઈ હતી. રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડા વચ્ચે લોકોની નજર ફરી એકવાર રિઝર્વ બેંક તરફ છે.
રૂપિયામાં ઘટાડો યથાવત
ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો સમયગાળો (Rupee vs Dollar) અવિરત ચાલુ છે. રૂપિયો સતત ઘટવાના તેના પાછલા રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે ફરી એકવાર રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા સાથે, રૂપિયો ફરી એકવાર ડોલર સામે તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આજે (7 October) શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 32 પૈસા ઘટ્યો હતો અને અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે રૂ. 82.20 પર ખૂલ્યો હતો. અગાઉ, 6 ઓક્ટોબર, ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે, રૂપિયો 36 પૈસાના ઘટાડા સાથે અમેરિકી ડોલર સામે રૂ. 81.88 પર બંધ થયો હતો.
આ પહેલા મંગળવારે રૂપિયો પ્રતિ ડોલર 81.62 ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે દશેરા નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું કે, “મંગળવારે રૂપિયામાં થોડી મજબૂતી જોવા મળી હતી પરંતુ આજે તે ફરીથી નબળો પડ્યો હતો. અમેરિકી ડૉલરની મજબૂતીથી રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો. વાસ્તવમાં, યુએસમાં સેવાઓ PMI અને ખાનગી નોકરીઓ પર અપેક્ષા કરતાં વધુ સારા ડેટાએ ડોલરને મજબૂત બનાવ્યો છે.
યુરો અને પાઉન્ડમાં પણ ઘટાડો
સોમૈયાએ જણાવ્યું હતું કે, યુરો અને પાઉન્ડમાં પણ ડોલર સામે ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે હવે નજર યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB)ની બેઠકની વિગતો પર રહેશે. સોમૈયાએ જણાવ્યું હતું કે, યુએસ ડોલર સામે રૂપિયાની હાજર કિંમત 81.20 થી 82.05ની રેન્જમાં રહેવાની ધારણા છે. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈને માપે છે, તે 0.06 ટકા વધીને 111.27 પર પહોંચ્યો હતો.
Advertisement
Rupee opens at a record low against US dollar of 82.20/$ for the 1st time pic.twitter.com/4f8p2E17Ed
— ANI (@ANI) October 7, 2022
રૂપિયો કેમ ઘટી રહ્યો છે
ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, જ્યારે રિઝર્વ બેન્ક રૂપિયાના ઘટાડાને રોકવા માટે હસ્તક્ષેપ કરી રહી નથી ત્યારે યુએસ સેન્ટ્રલ બેન્કો ફેડરલ રિઝર્વ અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે યુક્રેનમાં ફુગાવા અને ભૌગોલિક રાજકીય તણાવને કાબૂમાં રાખવા દરમાં વધારો કર્યો છે. આ વધારાને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. આ સિવાય વિદેશી બજારોમાં યુએસ કરન્સીની મજબૂતાઈ, સ્થાનિક શેરબજારમાં ઘટાડાની પણ રૂપિયા પર અસર થઈ રહી છે.
Advertisement


