Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nobel Prize વિજેતાને મારિયા કોરિના માચોડોને કેટલા રૂપિયા મળશે? જાણો સંપૂર્ણ માહિતી

આલ્ફ્રેડ નોબેલની વસિયતથી લઈને શાંતિ, મેડિસિન અને સાહિત્યના ક્ષેત્રોમાં અપાતા આ પુરસ્કાર વિશેની તમામ જરૂરી માહિતી જાણો.
nobel prize વિજેતાને મારિયા કોરિના માચોડોને કેટલા રૂપિયા મળશે  જાણો સંપૂર્ણ માહિતી
Advertisement
  • શુક્રવારે બહુપ્રતિક્ષિત નોબેલ શાંતિ પુરસ્કારની કરાઈ ઘોષણા (Nobel Prize Information)
  • મારિયા કોરિના માચોડોને શાંતિ પુરસ્કાર આપવામાં આવશે
  • વિજેતાને 11 મિલિયન સ્વીડિશ ક્રોનર પ્રાઈઝમની અપાશે

Nobel Prize Information : શુક્રવારના રોજ બહુપ્રતિક્ષિત નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી, જેમાં મારિયા કોરિના માચોડોને વિજેતા જાહેર કરાયા. જોકે, છેલ્લા ઘણા દિવસોથી તમે નોબેલ પુરસ્કારની ચર્ચા સાંભળી રહ્યા હશો, પણ ઘણા લોકો એવા હશે જેમને આ પુરસ્કાર વિશે પૂરતી માહિતી નહીં હોય. આ પુરસ્કાર શા માટે આપવામાં આવે છે અને વિજેતાને ઇનામની રકમ મળે છે કે નહીં? તમારી આ તમામ જિજ્ઞાસાઓના જવાબો અહીં રજૂ કરવામાં આવ્યા છે.

નોબેલ પુરસ્કારોની ઘોષણાનો આ સપ્તાહ 6 ઑક્ટોબરના રોજ શરૂ થયો હતો, જ્યારે મેરી ઈ. બ્રુન્કો, ફ્રેડ રામ્સડેલ અને ડૉ. શિમિયોન સકાગુચીને તેમની શોધ માટે મેડિસિનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. હવે, મોટાભાગની જાહેરાતો થઈ ગઈ છે, ત્યારે ચાલો જાણીએ કે વિજેતાઓને કેટલી પુરસ્કાર રકમ મળે છે.

Advertisement

ઇતિહાસ અને ઇનામની રકમ (Nobel Prize Information)

નોબેલ શાંતિ પુરસ્કારની સત્તાવાર વેબસાઇટ મુજબ, તેના શોધક આલ્ફ્રેડ નોબેલએ તેમના મૃત્યુના એક વર્ષ પહેલાં, 27 નવેમ્બર, 1895ના રોજ તેમની વસિયત પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી કેટલાક લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય. નોબેલ પુરસ્કાર વિજેતાને મળતી ધનરાશિ (પ્રાઇઝ મની) દર વર્ષે નોબેલ ફાઉન્ડેશન દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે સ્વીડિશ ક્રોનર (SEK) માં આપવામાં આવે છે. જો કે મળતી માહિતી અનુસાર વર્તમાનમાં ઇનામની રકમ 11 મિલિયન સ્વીડિશ ક્રોનર (SEK) આપવામાં આવ છે.

Advertisement

વસિયતની જોગવાઈ: (Nobel Prize Information)

આલ્ફ્રેડ નોબેલએ પોતાની વસિયતમાં જણાવ્યું હતું કે તેમની મોટા ભાગની સંપત્તિ, જે 31 મિલિયન સ્વીડિશ ક્રોનરથી વધુ હતી (આજે લગભગ 2.2 બિલિયન સ્વીડિશ ક્રોનર), તેને એક ફંડમાં રૂપાંતરિત કરવામાં આવે અને તેને "સુરક્ષિત જામીનગીરીઓ" માં રોકવામાં આવે.

પુરસ્કારનો હેતુ:

આ રોકાણોમાંથી થતી આવકને દર વર્ષે એવા લોકોને પુરસ્કાર તરીકે આપવાની હતી, જેમણે પાછલા વર્ષ દરમિયાન માનવ જાતિને સૌથી વધુ લાભ પહોંચાડ્યો હોય.

નોબેલ પુરસ્કાર શા માટે આપવામાં આવે છે?

નોબેલ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે, જેમણે પોતાના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરીને માનવજાતને સૌથી મોટો લાભ પહોંચાડ્યો છે.

  1. સ્થાપના: આ પુરસ્કારની સ્થાપના સ્વીડિશ શોધક અને ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલની વસિયતમાંથી 1895 માં થઈ હતી.
  2. ક્ષેત્રો: તે દર વર્ષે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા દવા (મેડિસિન), સાહિત્ય અને શાંતિના ક્ષેત્રોમાં પ્રદાન કરવામાં આવે છે.
  3. નવું ક્ષેત્ર: 1968 માં, છઠ્ઠો પુરસ્કાર, આર્થિક વિજ્ઞાન પુરસ્કાર, પણ ઉમેરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : નોબેલ શાંતિ પુરસ્કાર 2025ના વિજેતા મારિયા કોરિના મચાડો કોણ છે? જાણો તેમના વિશે

Tags :
Advertisement

.

×