Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

One Day Profit : ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર એક જ દિવસમાં 79 કરોડ રુપિયાનો પ્રોફિટ બૂક કર્યો

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu) ની પત્ની નારા ભુવનેશ્વરી (Nara Bhuvaneshwari) એ શેરબજારમાંથી માત્ર 1 જ દિવસમાં 79 કરોડ રુપિયાનો પ્રોફિટ બૂક કર્યો છે. વાંચો વિગતવાર.
one day profit   ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર એક જ દિવસમાં 79 કરોડ રુપિયાનો પ્રોફિટ બૂક કર્યો
Advertisement
  • આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી Chandrababu Naidu ની પત્નીને શુક્રવાર ફળ્યો
  • માત્ર એક જ દિવસમાં 79 કરોડ જેટલો પ્રોફિટ બૂક કર્યો
  • હેરિટેજ ફૂડ્સ લિમિટેડ કંપનીનો શેર 7 % જેટલો ઉચકાયો હતો

One Day Profit : શેરબજારમાં રાજકારણીઓને ઘણીવાર બગાસુ ખાતા પતાસુ મળી જતું હોય છે. આવી જ ઘટના આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu) સાથે બની છે. ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરી (Nara Bhuvaneshwari) એ શુક્રવારે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે માત્ર એક જ દિવસમાં 79 કરોડ રુપિયા શેરબજારમાંથી પ્રોફિટ બૂક કર્યો છે. નારા ભુવનેશ્વરીની કંપની હેરિટેજ ફૂડ્સ લિમિટેડે માત્ર એક જ દિવસમાં 7 ટકાનો ગ્રોથ કરતા તેણીને આ જબરદસ્ત પ્રોફિટ બૂક કરવાની તક મળી હતી.

હેરિટેજ ફૂડ્સ લિમિટેડ વિષયક

હેરિટેજ ફૂડ્સ લિમિટેડ એક ડેરી કંપની છે. તેની શરૂઆત 1992 માં થઈ હતી. તે દક્ષિણ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. હેરિટેજ ગ્રુપની શરૂઆત TDP ના વડા ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ડેરી, છૂટક અને કૃષિ ક્ષેત્રે કામ કરે છે. ખરેખર તો હેરિટેજ ફૂડ્સ લિમિટેડ ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરી દ્વારા ચલાવવામાં આવે છે. તેમની પાસે આ કંપનીના 2,26,11,525 શેર છે. આનો અર્થ એ થયો કે તેમની પાસે કંપનીમાં 24.37 ટકા હિસ્સો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર (Q1FY26) ના પરિણામો જાહેર કર્યા. આ પછી તરત જ તેમના પોર્ટફોલિયોમાં એક જ દિવસમાં (શુક્રવારે) 78,80,11,646 રૂપિયા (અંદાજિત 79 કરોડ )નો વધારો થયો છે.

Advertisement

આ પણ વાંચોઃ Shashi Tharoor : રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે

Advertisement

કોણે છે નારા ભુવનેશ્વરી ?

ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરીને 79 કરોડ રુપિયાનો પ્રોફિટ થયો છે. નારા ભુવનેશ્વરી તેલુગુ સિનેમાના દિગ્ગજ નેતા અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના સ્થાપક એન. ટી. રામા રાવના પુત્રી છે. તેઓ નાયડુને તેમના રાજકીય પ્રસંગે મળ્યા હતા. બંનેના લગ્ન સપ્ટેમ્બર 1981 માં થયા હતા. નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડ્સ લિમિટેડના MD અને વાઈસ ચેરમેન છે.

આ પણ વાંચોઃ Changur Baba Exploit: UP પોલીસનું ઓપરેશન અસ્મિતા, છાંગુર બાબાએ PM Modi ના ફોટાવાળા લેટરહેડનો ઉપયોગ કર્યો

Tags :
Advertisement

.

×