Operation Sindoor : પાકિસ્તાન શેરબજાર ભોંયભેગું, 6000 પોઈન્ટનો ઘટાડો
- Operation Sindoor ને લીધે પાકિસ્તાનની આર્થિક કરોડરજ્જૂ તૂટી ગઈ
- કરાચી સ્ટોક એક્સચેન્જ (KSE-100) ઈન્ડેક્સ 6000 પોઈન્ટ તૂટી ગયો
- Pahalgam Terror Attack બાદ પાક. શેરબજારમાં સતત ઘટાડો
Operation Sindoor : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાની શેર બજાર ક્રેશ (Pakistan stock market crash) થયું છે. આજે બુધવારે કરાચી સ્ટોક એક્સચેન્જ (KSE-100) ઈન્ડેક્સ 6000 પોઈન્ટ તૂટી ગયો છે. Operation Sindoor ના એક દિવસ પહેલા KSE-100 ઈન્ડેક્સ 113568.51 પોઈન્ટ પર બંધ થયો હતો જે બુધવારે 6272 થી વધુ પોઈન્ટ ઘટીને 107296.64 પર ખુલ્યો. આ ઘટાડો 5.5 ટકા જેટલો છે. જેનાથી પાકિસ્તાનની આર્થિક કરોડરજ્જૂ તૂટી ગઈ છે.
Pahalgam Terror Attack બાદ સતત ઘટાડો
Pahalgam Terror Attack બાદ પાકિસ્તાનના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. તે દિવસે KSE-100 ઈન્ડેક્સ 118430.35 પોઈન્ટ પર બંધ થયો હતો. ત્યારથી, KSE-100 ઇન્ડેક્સ 9.40 ટકા ઘટ્યો છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનના શેરબજારને મોટો ઝટકો લાગ્યો છે.
આ પણ વાંચોઃ Operation Sindoor : મહિલાઓના સિંદૂર માટે બદલો! ફટાકડાં અને મીઠાઈઓથી ભારતીવાસીઓએ કરી ઉજવણી
30 એપ્રિલે પણ થયો હતો કડાકો
આજે બુધવારે ભારત તરફથી કરવામાં આવેલા Operation Sindoor બાદ પાકિસ્તાની શેરબજારમાં 6000 પોઈન્ટનો કડાકો થયો છે. જો કે આ અગાઉ 30 એપ્રિલે પણ પાકિસ્તાની શેરબજાર ક્રેશ (Pakistan stock market crash) થઈ ગયું હતું. 30 એપ્રિલે KSE-100 ઈન્ડેક્સ 3.09% ઘટ્યો હતો. LUCK, ENGROH, UBL, PPL અને FFC જેવી મોટી કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થતા પાકિસ્તાની રોકાણકારોના કરોડો ડૂબી ગયા હતા.
ડેડ-કેટ બાઉન્સ (Dead cat Bounce) ની સંભાવના
2 મેના રોજ પાકિસ્તાની બજાર 2.5% સુધર્યુ હતું પરંતુ ટ્રેડ એક્સપર્ટ અનુસાર આ ફક્ત 'ડેડ-કેટ બાઉન્સ' (Dead cat Bounce) હોઈ શકે છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાની શેરબજારમાં થોડા સમય માટે સુધારો થયો હતો પરંતુ તે ટકાઉ નથી. ટ્રેડ એક્સપર્ટ અનુસાર જ્યાં સુધી ભારત-પાકિસ્તાન તણાવ ઓછો નહિ થાય ત્યાં સુધી બજારમાં સુધારાની આશા નહિવત છે.
આ પણ વાંચોઃ Operation Sindoor : લપડાક ખાધા બાદ પણ પાકિસ્તાન જનરલની...હોંશિયારી અને ફિશીયારી


