ખુશખબર! PM-કિસાન યોજનાના નિયમોમાં મોટો બદલાવ,હવે જમીન દસ્તાવેજ નહીં હોય તો પણ મળશે લાભ
- PM Kisan Yojana અંગે મહત્વના સમાચાર
- હવે સરહદી ખેડૂતોને પણ મળશે યોજનાનો લાભ
- જમીન દસ્તાવેજ નહીં હોય તો પણ મળશે પૈસા
- રાજ્ય સરકાર ખેડૂત તરીકે સાબિત કરશે તેને મળશે લાભ
કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારોમાં રહેતા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. હવે એવા ખેડૂતો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો લાભ લઈ શકશે, જેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ નિર્ણય એવા હજારો ખેડૂતો માટે મદદગાર સાબિત થશે જેઓ લાંબા સમયથી ખેતી કરી રહ્યા છે પરંતુ દસ્તાવેજોના અભાવે યોજનાના લાભથી વંચિત હતા.
દસ્તાવેજ નહીં હોય, તો પણ લાભ (PM Kisan Yojana)
પહેલા PM-કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત પાસે જમીનના પાકા કાગળો હોવા ફરજિયાત હતા. સરહદી વિસ્તારોમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ પેઢીઓથી ખેતી કરે છે, પરંતુ તેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ જ કારણે તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નહોતા.
PM-Kisan की अगली किस्त पाना अब आसान, कुछ ही मिनटों में घर बैठे करें e-KYC! किस्त प्राप्त करने हेतु अब किसान बहन - भाई घर बैठे कुछ ही मिनटों में आधार आधारित OTP से e-KYC पूरी कर सकते हैं और सफल e-KYC की सूचना SMS/ईमेल के माध्यम से प्राप्त कर सकते हैं। #Agriculture #PMKisan pic.twitter.com/e4AhHvpMUg
— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) September 9, 2025
શિવરાજસિંહે કરી જાહેરાત (PM Kisan Yojana)
હવે સરકારે આ શરતમાં રાહત આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવે લાભાર્થી સાચે જ ખેડૂત છે તેવું રાજ્ય સરકાર પ્રમાણિત કરશે તો પણ તેને યોજનાનો લાભ મળશે. રાજ્ય સરકારની પુષ્ટિ બાદ, કાગળો વગરના ખેડૂતોને પણ સીધા તેમના ખાતામાં યોજનાનો હપ્તો મળશે.
કયા રાજ્યોના ખેડૂતોને થશે ફાયદો?
આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, નાગાલેન્ડ અને મણિપુરના સરહદી વિસ્તારોના ખેડૂતોને આર્થિક મદદ મળશે. આ પગલાથી જમીનવિહોણા ખેડૂતોને પણ તેમના કૃષિ કાર્યમાં સુવિધા થશે. સરકારનો આ નિર્ણય એવા હજારો ખેડૂતો માટે મોટી રાહત સમાન છે, જેઓ લાંબા સમયથી જરૂરી દસ્તાવેજોના અભાવે આ મહત્વપૂર્ણ યોજનાથી દૂર હતા.
આ પણ વાંચો : Flipkart Big Billion Days Sale : ટીવી, એસી, વોશિંગ મશીન પર ભારે ડિસ્કાઉન્ટ


