RBI new rules: મૃતકોના પૈસા બેંકમાંથી ઝડપથી મળશે, કરો આ કામ
- ભારતીય રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય
- મૃતકોના ખાતામાંથી પૈસા ઉપાડવા થશે સરળ
- ગ્રાહકોની મુશ્કેલી દુર કરવા RBIનો નિયમ
- આ પ્રકારની અરજીને વધુ પ્રાધાન્ય અપાશે
- જનધનખાતા ધારકોએ કરાવવુ પડશે KYC
RBI new rules: ભારતીય રિઝર્વ બેંક (RBI new rules) એ મૃત ગ્રાહકોના બેંક ખાતા અને સેફ ડિપોઝિટ લોકરને લગતા દાવાઓનો નિકાલ ઝડપી અને સરળ બનાવવા માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ આવા કિસ્સાઓમાં ગ્રાહકોના પરિવારોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો છે. આ નિર્ણયથી અનેક ખાતા ધારકોને રાહત થશે, ભારતમાં અનેક મૃતકોના પૈસા બેંકમાં ફસાયા હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે. ત્યારે આ નિર્ણય મહત્વનો છે.
આ પણ વાંચો: અમદાવાદથી મુંબઈની ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેનમાં ભાડુ કેટલુ હશે? જાણો રુટ અને સમયની જાણકારી
બુધવારે, પોલિસી રેટની જાહેરાત કરતી વખતે, RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, નવા નિયમ મુજબ (RBI new rules) મૃત ગ્રાહકોના લોકર અને ખાતાઓ સંબંધિત દાવાઓની પ્રક્રિયાને માનક બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે હવે આવા અરજીકર્તાઓના કામને પ્રાધાન્ય આપવામાં આવશે અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આનાથી લોકોનો સમય બચશે અને તેમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો પડશે નહીં..
RBI to standardise claim settlement process for deceased customers' accounts and lockers
Read @ANI Story | https://t.co/aSye2j2x25#Banks #RBI #Claims pic.twitter.com/ThVN4a2crH
— ANI Digital (@ani_digital) August 6, 2025
RBIનો જનધન ખાતા માટે નવો નિયમ(RBI new rules)
આ સાથે, RBI ગવર્નરે પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ ખોલવામાં આવેલા ખાતાધારકો માટે ફરીથી KYC (Know Your Customer) કરાવવાની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે 10 વર્ષ પહેલાં મોટી સંખ્યામાં આ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા, જેનું ફરીથી KYC કરવું જરૂરી છે. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
ગામડાઓમાં કેમ્પ લગાવી KYCની સુવિધા
ગવર્નરે માહિતી આપી કે આ KYC પ્રક્રિયાને સરળ બનાવવા માટે, દેશના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત સ્તરે કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને KYC કરાવવા માટે દૂરની બેંક શાખાઓ સુધી જવું ન પડે અને તેઓ ઘરની નજીક જ આ કામ કરાવી શકે. આ કેમ્પમાં નવા ખાતાઓ ખોલવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે.
આ પણ વાંચો: દોસ્ત-દોસ્ત ના રહા... Donald Trump ટેરિફના મામલે છેલ્લી કક્ષાએ ઉતર્યાં! કહ્યું- આ તો હજુ શરૂઆત


