Reliance share news : રિલાયન્સના શેરમાં આજની 2 ટકાની તેજી પાછળનું રહસ્ય શું છે? હવે ખરીદાય કે નહીં?
- સપ્તાહના બીજા દિવસે Reliance share ના ભાવ બે ટકા વધ્યા
- RCPLએ ખોરાક અને પીણાના ક્ષેત્રમાં મોટુ પગલું ભરતા ઉછાળો
- Reliance એ નેચર'સ એજ બેવરેજીસમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો
Reliance share : ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે મંગળવાર બજારે શાનદાર શરૂઆત કરી. દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ચર્ચાનો વિષય રહ્યા છે. હકીકતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ સ્વસ્થ ખોરાક અને પીણા ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે.
કંપનીએ નેચર'સ એજ બેવરેજીસમાં બહુમતી હિસ્સો હસ્તગત કરીને સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે. આ ભાગીદારી સાથે, રિલાયન્સ હવે ઝડપથી વિકસતા સેગમેન્ટમાં જોડાઈ ગઈ છે જ્યાં ગ્રાહકો આરોગ્ય અને પોષણને પ્રાથમિકતા આપી રહ્યા છે.
Reliance share ના ભાવમાં ઉછાળો
આ સમાચારની અસર રિલાયન્સના શેર પર તાત્કાલિક દેખાઈ. શરૂઆતના વેપારમાં, કંપનીના શેર લગભગ 2% વધીને રૂ.1926 પર ટ્રેડ થયા. પાછલા ટ્રેડિંગ દિવસે, આ શેર રૂ.1892 પર બંધ થયા. છેલ્લા એક વર્ષમાં, કંપનીના શેર રૂ.1446 ના નીચા સ્તરથી રૂ.2045 ના 52-અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે.
Media Release - Reliance Consumer Products Forays into Healthy Functional Beverages
Acquires Majority Stake in JV with Naturedge Beverages
Bengaluru, 18th August 2025: Reliance Consumer Products Limited (RCPL), the FMCG arm of Reliance Industries Limited (RIL), has forayed into…
— Reliance Industries Limited (@RIL_Updates) August 18, 2025
Reliance નો આ નિર્ણય ખાસ કેમ છે?
ગ્રાહકોની બદલાતી પસંદગીઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આજકાલ લોકો ફક્ત સ્વાદની જ નહીં, પણ સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે. એટલા માટે ખાંડ-મુક્ત, વિટામિન અને ખનિજોથી ભરપૂર, ઉર્જા અને પ્રોબાયોટિક પીણાંની માંગ ઝડપથી વધી રહી છે. રિલાયન્સનો આ નિર્ણય દર્શાવે છે કે કંપની ભવિષ્યની આ મોટી માંગનો લાભ લેવા માટે તૈયાર છે.
નેચર'સ એજ બેવરેજીસ છે નિષ્ણાંત
નેચર એજ બેવરેજીસ એવા સ્વાસ્થ્ય-કેન્દ્રિત પીણાં બનાવવામાં નિષ્ણાત છે જે ફક્ત તરસ છીપાવે છે જ નહીં પરંતુ શરીરને પોષણ અને ઉર્જા પણ પ્રદાન કરે છે. હવે રિલાયન્સ સાથે સહયોગથી, નેચર એજ ઉત્પાદનો મોટા પાયે દેશના દરેક ખૂણા સુધી પહોંચી શકશે.
આ પણ વાંચો : Gold Rate Today : આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ


