Bank લોકરના નવા એગ્રીમેન્ટને કરો રિન્યૂ, નહીતર લોકરને કરી દેવામાં આવશે સીલ!
Bank : જો તમારી પાસે બેંકમાં લોકર છે અને તમે હજુ સુધી નવા લોકરના એગ્રીમેન્ટ પર સાઈન નથી કર્યું તો, ચેતી જજો. RBIના લોકર એગ્રીમેન્ટ સાઈન કરવાની ડેડલાઈ પુરી થઈ ગઈ અને બેંકે તરત એક્શન લઈને ગ્રાહકોના લોકરને સીલ કરી દીધા છે. આવામાં જે તમે પણ એગ્રીમેન્ટને હજુ સુધી સાઈન નથી કર્યું તો તરત જ કરી લેજો નહીતર તમારું લોકર પણ થઈ જશે સીલ. ભારતીય રિઝર્વ બેન્કની નિર્દેશો મુજબ બધા બેંકોમાં ગ્રાહકોને નવા રિવાઈઝ્ડ લોકર એગ્રીમેન્ટ પર સાઈન કરવી જરૂરી છે. આ નિયમ 1 જાન્યુઆરી 2023તી અમલમાં લાગેલ છે. ગ્રાહકોએ તેનું પાલન કરવા માટે 31 ડિસેમ્બર 2024 સુધીનો સમય આપ્યો હતો.
જો એગ્રીમેન્ટ સાઈન ના કર્યું તો?
જો કોઈ ગ્રાહકે સમયસર એગ્રીમેન્ટને સાઈન ના કર્યું તો બેંક લોકર સેવાઓ બંધ કરી દેવામાં આવી શકે છે. તે પહેલા તમને રિમાઇન્ડર અને નોટિસ પણ આપવામાં આવશે. જે તો પણ તમે તેમાં બેદરકારી કરશો તો બેંક કાનૂની રીતે તમારા લોકરને ઓપરેટ કરવાની ના પાડી દેશે.RBIએ કહ્યું કે જો ગ્રાહક સમય પહેલા એગ્રીમેન્ટને રિન્યૂ કરાવી દે તો તેમને કોઈ પ્રતિબંધોનો સામનો કરવો નહી પડે. પરંતુ જો તેમને આવું નહી કરે તો બેંક લોકરને તે ઓપરેટ કરવાનું બંધ પણ કરી શકે છે. જાન્યુઆરી 2023ના સર્કુલરમાં, RBIએ કહ્યું હતું કે ગ્રાહકોને પોતાના બેંક લોકરને બંધ થતા બચાવા જોઈએ. 31 ડિસેમ્બર, 2023ના સમય પહેલા આ પ્રક્રિયાને પુરી કરવી જરૂરી છે.
આ પણ વાંચો -Stock Market : શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો
નવા લોકરનું એગ્રીમેન્ટ સાઈન કેવી રીતે કરવું
- પોતાનો બેંક બ્રાંન્ચમાં જાઓ
- ઓળખ અને લોકર સંબંધિત દસ્તાવેજ સાથે લઈને જાઓ
- બેંક તરફથી આપાવામાં આવતા નવા એગ્રીમેન્ટને ધ્યાનતી વાંચો
- એગ્રીમેન્ટની એક કોપી તમને પણ આપવામાં આવશે
શું કરવું અને શું ના કરવું
- સમય પહેલા જ એગ્રીમેન્ટને રિન્યૂ કરાવી દો
- લોકરની ફી સમયસર ભરવી જોઈએ
- કોઈ પણ ડોક્યૂમેન્ટને વાંચ્યા વગર તેના પર સાઈન ના કરો
- છેલ્લી તારીખની રાહ ના જુઓ
- તમારું લોકર ફક્ત તિજોરી નથી, તે તમારી મહેનતની કમાણી છે તમારા પરિવારનું સુરક્ષાનું પ્રતીક છે.
- એક નાનું પગલું નવા એગ્રીમેન્ટ પર સાઈન કરવાથી તમારા સોના, ઘરેણાં ને જરૂરી વસ્તુઓ અને દસ્તાવેજોને આવનારા ગમે તે ખતરાથી
- બચાવે છે. સમયસર સાવધાની રખવી પછી પાછળથી પછતાવવાનો વારો ના આવે.


