Retail Inflation: છુટક મોઁઘવારી દર 6 વર્ષનાં તળીયે પહોંચ્યો, શાકભાજી-કરિયાણું થયા સસ્તા
- મોંઘવારીના મોરચે દેશના લોકો માટે સારા સમાચાર
- સરકારે જૂનમાં છૂટક મોંઘવારીનો દર જાહેર કર્યો
- છૂટક મોંઘવારી દર જૂનમાં ઘટીને 2.10 ટકા થયો
- આંકડો છ વર્ષમાં ફુગાવાનો સૌથી નીચો સ્તર
Retail Inflation : મોંઘવારીના મોરચે દેશના લોકો માટે સારા સમાચાર છે. સરકારે જૂનમાં છૂટક મોંઘવારીનો (Retail Inflation)દર જાહેર કર્યો હતો, જે રાહતની વાત છે. હકીકતમાં, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) જૂનમાં ઘટીને 2.10 ટકા થયો હતો જે મે મહિનામાં 2.82 ટકા હતો અને આ આંકડો છ વર્ષમાં ફુગાવાનો સૌથી નીચો સ્તર છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાની અસર ફુગાવા પર જોવા મળી છે. દૂધ, મસાલા, કઠોળ અને શાકભાજી અને અન્ય વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.
ખાવાની વસ્તુની મોંઘવારી ઘટી
સોમવારે મોંઘવારી દરના આંકડા જાહેર કરતા, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જણાવ્યું હતું કે ખાદ્ય મોંઘવારીમાં મોટો ઘટાડો થવાને કારણે CPIમાં આ ઘટાડો જોવા મળ્યો છે. જૂન મહિનામાં શાકભાજી, કઠોળ અને સંબંધિત ઉત્પાદનો તેમજ માંસ અને માછલી, અનાજ, ખાંડ અને મીઠાઈઓ, દૂધ અને દૂધના ઉત્પાદનો અને મસાલાના ભાવમાં ઘટાડો થયો છે.
Retail inflation slips to multi-year low of 2.1 per cent in June: Govt data. pic.twitter.com/BIVCLWgocV
— Press Trust of India (@PTI_News) July 14, 2025
આ પણ વાંચો -Share Market : સતત ચોથા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ,આ શેરમાં મોટું નુકસાન
2019 પછીનો સૌથી ઓછી મોંઘવારી
સરકાર વતી મોંઘવારીના આંકડા જાહેર કરતા કહેવામાં આવ્યું હતું કે જૂનમાં મે મહિનાની સરખામણીમાં છૂટક ફુગાવાનો દર 72 બેસિસ પોઈન્ટ ઘટ્યો છે અને તે જાન્યુઆરી 2019 પછી વાર્ષિક ધોરણે સૌથી નીચો છે અને તે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના મધ્યમ ગાળાના લક્ષ્ય 4 ટકાથી નીચે રહ્યો છે. આ સતત પાંચમો મહિનો છે, જ્યારે છૂટક ફુગાવો આ શ્રેણીથી નીચે છે. તે જ સમયે, દેશમાં છૂટક ફુગાવાનો દર સતત 8મા મહિને સેન્ટ્રલ બેંકની 6% ની ઉપલી મર્યાદાથી નીચે રહ્યો છે. દરમિયાન, ગ્રામીણ ફુગાવાનો દર -0.92% છે અને શહેરી વિસ્તારોમાં ફુગાવો -1.22% છે.
આ પણ વાંચો -VISA ને પછાડીને UPI વિશ્વની ટોચની રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની
RBI એ આ અંદાજનું લગાવ્યું અનુમાન
નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વર્ષની શરૂઆતથી સતત ત્રણ વખત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને જૂનમાં યોજાયેલી MPC બેઠક બાદ, 50 ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો, જે પછી તે ઘટીને 5.5 ટકા થઈ ગયો છે. રેપો રેટ ઘટાડાની જાહેરાત કરતા, RBI એ કહ્યું હતું કે મોંઘવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તે ચાલુ રહેવાની અપેક્ષા છે. આ સાથે, રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 26 માટે તેના રિટેલ ફુગાવા (CPI) અનુમાનને એપ્રિલમાં 4% થી સુધારીને 3.70% કર્યું હતું.


