Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rupee-Dollar : ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે,64 પૈસા સુધી ગગડ્યો

Rupee-Dollar : ટેરિફ વોર અને ભારત-અમેરિકાના વણસી રહેલા વેપાર સંબંધોના કારણે રૂપિયો આજે 64 પૈસા સુધી ગગડ્યો છે. આ સાથે રૂપિયો ડૉલર (Rupee-Dollar )સામે ઐતિહાસિક 88.27ના તળિયે (Rupee hit record low)પહોંચ્યો છે. અમેરિકા દ્વારા ટેરિફનું પ્રેશર અને બંને દેશો વચ્ચે...
rupee dollar   ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે 64 પૈસા સુધી ગગડ્યો
Advertisement

Rupee-Dollar : ટેરિફ વોર અને ભારત-અમેરિકાના વણસી રહેલા વેપાર સંબંધોના કારણે રૂપિયો આજે 64 પૈસા સુધી ગગડ્યો છે. આ સાથે રૂપિયો ડૉલર (Rupee-Dollar )સામે ઐતિહાસિક 88.27ના તળિયે (Rupee hit record low)પહોંચ્યો છે. અમેરિકા દ્વારા ટેરિફનું પ્રેશર અને બંને દેશો વચ્ચે વેપાર કરાર મુદ્દે કોઈ ચર્ચા ન થતાં રૂપિયા પર દબાણ વધ્યું છે. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી પણ આ કડાકા માટે જવાબદાર રહી છે.

ડૉલર સામે રૂપિયો 87.58 પર બંધ

આજે શુક્રવારે ડૉલર સામે રૂપિયો 18 પૈસા તૂટી 87.76 પર ખૂલ્યો હતો. જે બાદમાં ઇન્ટ્રા ડે 88.33ના ઓલટાઇમ લૉ સપાટીએ પહોંચ્યા હતા. અંતે 64 પૈસા તૂટી 88.27ના ઐતિહાસિક તળિયે બંધ રહ્યો હતો. ગઈકાલે ગુરુવારે ડૉલર સામે રૂપિયો 87.58 પર બંધ રહ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -DP Growth : ટ્રમ્પના ટેરિફની ટાઈ-ટાઈ ફિશ, બુલેટની સ્પીડે દોડી ભારતના વિકાસની ગાડી

Advertisement

ડૉલર ઇન્ડેક્સ પણ ગગડ્યો

ડૉલર ઇન્ડેક્સ પણ શુક્રવારે 2 ટકા તૂટ્યો હતો. ફેડ રિઝર્વ દ્વારા આગામી મહિને વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાએ ફોરેક્સ માર્કેટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેના લીધે ડૉલર પણ નબળો પડ્યો છે.. ડૉલર ઇન્ડેક્સ આ મહિને 2 ટકા ઘટી 98.02ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ  વાંચો -Reliance AGM 2025 : Jioના IPOથી લઈને AI ટેકનોલોજી મુદ્દે મુકેશ અંબાણીની મોટી જાહેરાત

ફોરેક્સ રિઝર્વમાં વેચવાલી વધશે

આરબીઆઇએ ડૉલર સામે રૂપિયામાં જોવા મળી રહેલા કડાકાને ધ્યાનમાં લેતાં દખલગીરી વધારવી પડશે. આરબીઆઇએ જૂનમાં સ્પોર્ટ ફોરેક્સ માર્કેટમાં 3.66 અબજ ડૉલરની વેચવાલી નોંધાવી હતી. રૂપિયામાં કડાકો અટકાવવા માટે આરબીઆઇ છેલ્લા બે-ત્રણ મહિનાથી ડૉલર વેચી રહ્યું છે. જૂનમાં 1.16 અબજ ડૉલરની ખરીદી સામે 4.83 અબજ ડૉલરની વેચવાલી નોંધાવી હતી.

Tags :
Advertisement

.

×