રૂપિયાનું ઐતિહાસિક પતન: ડોલર સામે પહેલીવાર 90ને પાર! જાણો શું મોંઘું થશે?
- પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર (Rupee vs Dollar)
- ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી
- બજાર ખુલતાની સાથે જ રૂપિયાની રેકોર્ડ નબળાઈ
- વિદેશી માગ, ડોલરની મજબૂતાઈથી ભારે દબાણ
- આયાત મોંઘી થતાં અનેક ચીજવસ્તુના ભાવ વધી શકે
Rupee vs Dollar : ભારતીય ચલણ બજારમાં આજે સવારે તે દૃશ્ય જોવા મળ્યું, જેની આશંકા ઘણા દિવસોથી હતી. ડોલરની તીવ્ર માંગ, નબળું વૈશ્વિક વાતાવરણ અને મોટા પાયે FPI (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ)ના આઉટફ્લોએ આખરે રૂપિયાને તેના સૌથી સંવેદનશીલ સ્તર સુધી ધકેલી દીધો. બજાર ખુલતાની સાથે જ ભારતીય રૂપિયો પહેલીવાર 90ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરીને ગગડી ગયો.
આ માત્ર ઘટાડો જ નહીં, પરંતુ કરન્સી માર્કેટમાં ઉભરેલી નવી અનિશ્ચિતતાનો સંકેત છે, જેણે સામાન્ય ગ્રાહકોથી લઈને મોટા ઉદ્યોગો સુધી સૌને ચિંતામાં મૂકી દીધા છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ રૂપિયો 89.97 પ્રતિ ડોલર પર ખુલ્યો અને થોડી જ વારમાં ગબડીને 90.14ના નવા નીચલા સ્તરે પહોંચી ગયો. મંગળવારે તે 89.96ના સ્તરે બંધ થયો હતો. સતત નબળું પડી રહેલું ચલણ બજારને વધુ સતર્ક કરી રહ્યું છે.
RBIના હસ્તક્ષેપ છતાં ઘટાડો ન અટક્યો (Rupee vs Dollar)
છેલ્લા કેટલાક સપ્તાહોથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સતત હાજર છે અને મહત્ત્વપૂર્ણ સ્તરો પર સહાય આપવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ડોલરની ભારે માંગ, વધતું વેપાર ખાધ (Trade Deficit) અને નબળા પોર્ટફોલિયો ઇનફ્લોએ ૯૦ના સ્તરને બચાવવાનું મુશ્કેલ બનાવી દીધું. નિષ્ણાતોનું કહેવું છે કે RBI હસ્તક્ષેપ ચાલુ રાખી શકે છે, જોકે ફંડામેન્ટલ્સ હાલમાં રૂપિયાના સમર્થનમાં નથી.
ડોલરની મજબૂતી બની મોટું કારણ (Rupee vs Dollar)
રૂપિયાના તીવ્ર ઘટાડા પાછળ ઘણા વૈશ્વિક અને સ્થાનિક કારણો જવાબદાર છે:
ડોલર ઇન્ડેક્સમાં વધારો: વિશ્વભરના રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે ડોલર પસંદ કરી રહ્યા છે.
FIIનું વેચાણ: વિદેશી રોકાણકારોએ આ વર્ષે ઇક્વિટીમાંથી આશરે 17 બિલિયન ડોલર પાછા ખેંચી લીધા છે, જેનાથી ડોલરની માંગ વધી છે.
ટ્રેડ ગેપમાં વધારો: સોના-ચાંદી અને અન્ય આયાતમાં વધારો થતાં વેપાર ખાધ 41.68 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.
યુએસ-ભારત વેપાર વાટાઘાટો સ્થગિત: વાટાઘાટોમાં વિલંબથી બજારમાં અનિશ્ચિતતા વધી છે.
Indian Rupee : પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર | Gujarat First
ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી
બજાર ખુલતાની સાથે જ રૂપિયાની રેકોર્ડ નબળાઈ
વિદેશી માગ, ડોલરની મજબૂતાઈથી ભારે દબાણ
આયાત મોંઘી થતાં અનેક ચીજવસ્તુના ભાવ વધી શકે
રૂપિયો તૂટતા કંપનીઓનું ફોરેક્સ… pic.twitter.com/fHnZBt3jxB— Gujarat First (@GujaratFirst) December 3, 2025
૯૦નું સ્તર સામાન્ય જનતા માટે કેમ મહત્ત્વપૂર્ણ છે?
રૂપિયાનું ૯૦ના સ્તરને પાર જવું બજારના વિશ્વાસ પર સીધી અસર કરે છે. તેની અસર સામાન્ય લોકો અને ઉદ્યોગો બંને પર દેખાઈ શકે છે:
આયાત મોંઘી થશે: આયાતી વસ્તુઓની કિંમતમાં વધારો.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો: ક્રૂડ ઓઇલની આયાત મોંઘી થતાં ભાવ વધશે.
ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ મોંઘા: વિદેશી પાર્ટ્સ મોંઘા થવાથી વસ્તુઓ મોંઘી થશે.
વિદેશ પ્રવાસ અને શિક્ષણ મોંઘું: ડોલર સામે વધુ રૂપિયા ચૂકવવા પડશે.
કંપનીઓનો ફોરેક્સ બોજ વધશે: જે કંપનીઓ ડોલરમાં લોન લીધી છે, તેમને બોજ વધશે.
જોકે, નબળા રૂપિયાથી નિકાસકારોને થોડી રાહત મળી શકે છે, પરંતુ તીવ્ર ઉતાર-ચઢાવ તેમની યોજનાઓને પણ અસર કરે છે.
નિષ્ણાતોનો અભિપ્રાય અને MPC બેઠક પર નજર
કેટલાક નિષ્ણાતો માને છે કે જો RBIનો સપોર્ટ ઓછો થશે તો USD/INRનો રેટ 91 સુધી પણ જઈ શકે છે. બીજી તરફ, 88.80-89.00નું સ્તર રૂપિયા માટે મજબૂત સપોર્ટ માનવામાં આવે છે. આ સ્તર નીચે સ્થિરતા મળવાથી રૂપિયો મજબૂતી પકડી શકે છે.
RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજે શરૂ થઈ રહી છે અને 5 ડિસેમ્બરના રોજ વ્યાજ દરો અંગેનો નિર્ણય આવશે. જો RBI રેટમાં ફેરફાર કરે છે, તો રૂપિયાની ચાલ પર તેની સીધી અસર પડી શકે છે. બજાર હવે RBIની વ્યૂહરચના અને ગ્લોબલ ડોલરના વલણ પર નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો : Gold Price Today : સોનાના ભાવમાં આજે મોટો ઉછાળો: રેકોર્ડબ્રેક કિંમત ચૂકવવી પડશે!


