જાણો સંજય મલ્હોત્રા કોણ છે? RBI ના ગવર્નર તરીકેનો સંભાળ્યો કાર્યભાર...
- RBI ના નવા ગવર્નરે સંભાળ્યો કાર્યભાર
- શક્તિકાંત દસે મંગળવારે આપ્યું હતું રાજીનામું
- સંજય મલ્હોત્રા પાસે 3 દાયકાથી વધુનો અનુભવ
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સતત બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ શક્તિકાંત દાસે મંગળવારે રાજીનામું આપ્યું. શક્તિકાંત દાસે પદ છોડ્યા બાદ, સંજય મલ્હોત્રાએ બુધવાર, 11 ડિસેમ્બરથી ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI ના 26 માં ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સંજય મલ્હોત્રા આજે RBI હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ સંજય મલ્હોત્રાએ આગામી 3 વર્ષ માટે સેન્ટ્રલ બેંકના ગવર્નરનું પદ સંભાળ્યું. આ પ્રસંગે સંજય મલ્હોત્રાની સાથે ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે, એમ. રાજેશ્વર રાવ અને ટી. રવિશંકર પણ હાજર હતા.
સંજય મલ્હોત્રા પાસે 3 દાયકાથી વધુનો અનુભવ...
સંજય મલ્હોત્રા, રાજસ્થાનના 1990 બેચના IAS અધિકારી, પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન જેવા મુખ્ય ક્ષેત્રોમાં જાહેર નીતિમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. જોકે, સંજય મલ્હોત્રા એવા સમયે RBI ગવર્નરનું પદ સંભાળી રહ્યા છે જ્યારે દેશ મોંઘવારી તેમજ સુસ્ત અર્થવ્યવસ્થાનો સામનો કરી રહ્યો છે.
Sanjay Malhotra takes charge as the 26th Governor of Reserve Bank of India (RBI) for the next 3 years
Source: RBI pic.twitter.com/ANYRxYxk0d
— ANI (@ANI) December 11, 2024
આ પણ વાંચો : Stocks in Focus: NTPC ને મળ્યો મોટો ઓર્ડર, શું આજે કંપનીનો શેર કરશે કમાલ?
GDP વૃદ્ધિ દર બીજા ક્વાર્ટરમાં ધીમો પડ્યો...
તમને જણાવી દઈએ કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ રેટ ઘટીને 5.4 ટકા થઈ ગયો, જે 7 ક્વાર્ટરમાં સૌથી નીચો સ્તર છે. એટલું જ નહીં, છૂટક મોંઘવારી દર પણ વધીને ઓક્ટોબરમાં 14 મહિનાના સર્વોચ્ચ સ્તર 6.21 ટકા થઈ ગયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી RBI ની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજદરમાં કાપની શક્યતા પ્રબળ બની છે.
આ પણ વાંચો : Share Market Opening: સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે ખૂલ્યું
લગભગ બે વર્ષથી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી...
RBI ના ગવર્નર હતા ત્યારે શક્તિકાંત દાસે લગભગ બે વર્ષ સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે શક્તિકાંત દાસ રેપો રેટમાં કોઈ ફેરફાર કરી રહ્યા ન હતા. સરકારે RBI ને CPI આધારિત ફુગાવાનો દર 2 ટકાની વધઘટ સાથે 4 ટકાની અંદર રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. જો કે, એવું માનવામાં આવે છે કે GDP ની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, ફુગાવા છતાં, રેપો રેટમાં આગામી બેઠકમાં ઘટાડો કરવામાં આવશે.
આ પણ વાંચો : Poonawalla Fincorp ને લઈને આવ્યા મોટા સમાચાર, CTO એ આપ્યું રાજીનામું


