Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SBI FD માં રોકાણ કરતા પહેલાં ચેતજો! 15 ડિસેમ્બરથી વ્યાજ ઓછું મળશે

SBI એ RBI ની રેપો રેટ કપાતને પગલે FD ના વ્યાજદરમાં 15 ડિસેમ્બર 2025 થી ફેરફાર કર્યો છે. બેંકે 2 થી 3 વર્ષની FD પર વ્યાજ 0.05% ઘટાડીને 6.40 ટકા કર્યું છે. 'અમૃત વૃષ્ટિ' સ્કીમ પર પણ વ્યાજ ઘટ્યું છે. જોકે, સિનિયર સિટીઝન માટે 7.05 ટકા સુધીનું વધારાનું વ્યાજ યથાવત છે. રોકાણકારોએ અન્ય બેંકો સાથે દરોની તુલના કરવી જરૂરી છે.
sbi fd માં રોકાણ કરતા પહેલાં ચેતજો  15 ડિસેમ્બરથી વ્યાજ ઓછું મળશે
Advertisement
  • SBI એ FD ના વ્યાજદરમાં 0.05% નો ઘટાડો કર્યો
  • નવા દરો 15 ડિસેમ્બર 2025 થી અમલમાં આવશે
  • 2-3 વર્ષની FD પર વ્યાજ હવે 6.40% મળશે
  • 'અમૃત વૃષ્ટિ' (444 દિવસ) સ્કીમમાં પણ વ્યાજ ઘટીને 6.45% થયું
  • સિનિયર સિટીઝન માટે 7.05% સુધીનું વધારાનું વ્યાજ યથાવત છે

SBI FD Interest Rate : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને એક મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં રેપો રેટમાં કરાયેલા ઘટાડા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. FD ના નવા વ્યાજદર 15 ડિસેમ્બર 2025 થી લાગુ થશે.

આ ફેરફારની અસર ખાસ કરીને એવા રોકાણકારો પર પડશે જેઓ મધ્યમ અવધિની FD માં રોકાણ કરે છે. SBI એ સ્પષ્ટ કર્યું છે કે અમુક ચોક્કસ સમયગાળા માટેની FD પર જ વ્યાજ ઘટાડવામાં આવ્યું છે, જ્યારે બાકીની અવધિના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Advertisement

SBI FD Interest Rate

SBI Users

Advertisement

 કઈ FD પર વ્યાજ ઘટ્યું?

SBI એ 2 વર્ષથી ઓછી અને 3 વર્ષથી ઓછી અવધિવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં 0.05 ટકા (5 બેસિસ પોઈન્ટ) નો ઘટાડો કર્યો છે. અગાઉ આ સમયગાળા માટે ગ્રાહકોને 6.45 ટકા વ્યાજ મળતું હતું, જે હવે ઘટીને 6.40 ટકા થઈ ગયું છે. બેંકનું કહેવું છે કે આ નિર્ણય બજારની વર્તમાન સ્થિતિ અને RBI ની નીતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

SBI FD Interest Rate : સામાન્ય ગ્રાહકો માટે SBI ના નવા FD દરો

નવા દરો અનુસાર, ટૂંકા ગાળાની FD પર વ્યાજ પહેલાની જેમ જ જાળવી રાખવામાં આવ્યું છે, જ્યારે લાંબા ગાળાના દરોમાં આંશિક ઘટાડો થયો છે.

SBI FD Interest Rate : સામાન્ય ગ્રાહકો માટે SBI ના નવા FD દરો

નવા દરો અનુસાર, 7 થી 45 દિવસની ટૂંકા ગાળાની FD પર ગ્રાહકોને 3.05 ટકા વ્યાજ મળશે. લાંબા ગાળાની FD ની વાત કરીએ તો, 1 થી 2 વર્ષની FD પર વ્યાજ દર 6.25 ટકા રાખવામાં આવ્યો છે.

સૌથી વધુ અસર 2 થી 3 વર્ષની FD પર પડી છે, જેના પર વ્યાજ હવે ઘટીને 6.40 ટકા થઈ ગયું છે (જે પહેલા 6.45 ટકા હતું). આ ઉપરાંત, 3 થી 5 વર્ષની FD પર ગ્રાહકોને 6.30 ટકા અને 5 થી 10 વર્ષની લાંબા ગાળાની FD પર 6.05 ટકા વ્યાજ મળશે.

સિનિયર સિટીઝન્સને રાહત યથાવત

સામાન્ય ગ્રાહકો માટે ભલે કેટલાક દરોમાં ઘટાડો થયો હોય, પરંતુ સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો) ને હજી પણ વધારાના વ્યાજનો લાભ મળતો રહેશે. બેંકે વૃદ્ધ ગ્રાહકો માટે વધારાના વ્યાજની સુવિધા ચાલુ રાખી છે.

  • 2 થી 3 વર્ષની FD પર સિનિયર સિટીઝનને 6.90 ટકા
  • 5 થી 10 વર્ષની FD પર સિનિયર સિટીઝનને 7.05 ટકા સુધી વ્યાજ આપવામાં આવશે.
  • અમૃત વૃષ્ટિ યોજનામાં પણ ફેરફાર

SBI ની લોકપ્રિય '444 દિવસ' વાળી અમૃત વૃષ્ટિ FD સ્કીમ પર પણ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ યોજનામાં હવે વ્યાજ 6.60 ટકાના બદલે 6.45 ટકા મળશે. બેંકના મતે, વ્યાજદરો ઘટવાના માહોલમાં આ ફેરફાર અનિવાર્ય હતો.

રોકાણકારોએ શું કરવું?

જો તમે FD માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો, તો અલગ-અલગ બેંકોના દરોની સરખામણી કરવી અત્યંત જરૂરી છે. આ સાથે, સિનિયર સિટીઝન સ્કીમ્સ અને ટેક્સ સેવિંગ FD જેવા વિકલ્પો પર પણ ધ્યાન આપવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Silver Price Record break : ચાંદીના ભાવ ₹2,00,000 ને પાર, માર્કેટ કેપિટલાઇઝેશનમાં માઇક્રોસોફ્ટને પછાડી દીધું!

Tags :
Advertisement

.

×