Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market: તેજી સાથે ખૂલ્યા બાદ માર્કેટ લાલ નિશાનમાં બંધ,સેન્સેકમાં 217 પોઈન્ટ તૂટયો

શેરબજાર કડાકો સાથે બંધ Reliance, Zomato સૌથી મોટું ગાબડું સેન્સેક્સ ૨૧૭.૪૧ પોઈન્ટનો ઘટાડો Share Market: સોમવારે શેરબજાર(Share Market) મજબૂત શરૂઆત થયા પછી શેરબજાર ગતિ જાળવી શક્યું નહીં. જ્યારે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ-નિફ્ટી લાલ રંગમાં બંધ થયા. બીએસઈ સેન્સેક્સ...
share market  તેજી સાથે ખૂલ્યા બાદ માર્કેટ લાલ નિશાનમાં બંધ સેન્સેકમાં 217 પોઈન્ટ તૂટયો
Advertisement
  • શેરબજાર કડાકો સાથે બંધ
  • Reliance, Zomato સૌથી મોટું ગાબડું
  • સેન્સેક્સ ૨૧૭.૪૧ પોઈન્ટનો ઘટાડો

Share Market: સોમવારે શેરબજાર(Share Market) મજબૂત શરૂઆત થયા પછી શેરબજાર ગતિ જાળવી શક્યું નહીં. જ્યારે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ-નિફ્ટી લાલ રંગમાં બંધ થયા. બીએસઈ સેન્સેક્સ ૨૧૭.૪૧ પોઈન્ટ ઘટીને ૭૪૧૧૫.૧૭ પોઈન્ટ પર બંધ થયો.

આ પણ  વાંચો-Gold Rate: અઠવાડિયામાં 1090 રૂપિયા સોનું મોઘું, શું હજી વધશે ભાવ?

Advertisement

સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા

તેવી જ રીતે, NSE નિફ્ટી 92.20 પોઈન્ટના ઘટાડા સાથે 22460.30 પોઈન્ટ પર બંધ થયો. રિલાયન્સ, મહિન્દ્રા, ટાઇટન, ઝોમેટો જેવા શેરોમાં ઘટાડાને કારણે બજારમાં ઘટાડો થયો હતો. તમને જણાવી દઈએ કે એશિયન બજારોમાં મજબૂત વલણ અને પાવર સેક્ટરના શેરોમાં ખરીદીને કારણે, સોમવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો-GST પર મોટી રાહત મળશે! નાણામંત્રી સીતારમણે આપ્યા સંકેતો, જાણો શું છે સરકારની યોજના

ઇન્ફોસિસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.

30 શેરો વાળા BSE સેન્સેક્સ 324.67 પોઈન્ટ વધીને 74,657.25 પર ખુલ્યા. એ જ રીતે, NSE નિફ્ટી 98.45 પોઈન્ટના વધારા સાથે 22,650.95 પર ખુલ્યો. સેન્સેક્સના શેરોમાં, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, નેસ્લે ઇન્ડિયા, એચસીએલ ટેક્નોલોજીસ અને ઇન્ફોસિસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ શુક્રવારે રૂ. 2,035.10 કરોડના ઇક્વિટી વેચ્યા હતા. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 2,320.36 કરોડ રૂપિયાના શેર ખરીદીને FII ને પાછળ છોડી દીધા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.51 ટકા ઘટીને $70 પ્રતિ બેરલ પર હતો.

Tags :
Advertisement

.

×