Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market: શેર માર્કેટમાં અનિલ અંબાણીની કંપનીનો રેકોર્ડ બ્રેક ઉછાળો

Share Market: હાલના દિવસોમાં અનિલ અંબાણીની કંપની Reliance Power ના શેર માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. Reliance Power નો શેર આજે લગભગ 8% ના વધારા સાથે રૂ. 32.99 પર પહોંચ્યો હતો. આ...
share market  શેર માર્કેટમાં અનિલ અંબાણીની કંપનીનો રેકોર્ડ બ્રેક ઉછાળો
Advertisement

Share Market: હાલના દિવસોમાં અનિલ અંબાણીની કંપની Reliance Power ના શેર માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. Reliance Power નો શેર આજે લગભગ 8% ના વધારા સાથે રૂ. 32.99 પર પહોંચ્યો હતો. આ વર્ષ દરમિયાન કંપની માટે આ ઉછાળો નોંધપાત્ર હતો. છેલ્લા 5 દિવસમાં Reliance Power ના શેરમાં 39% નો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેરમાં એક વર્ષના નીચલા સ્તરથી 265% નો ઉછાળો જોવા મળ્યો છે.

Share Market

Share Market

Advertisement

Nestle Share Price Today

મેગી મેન્યુફેક્ચરિંગ કંપની Nestle India ના શેરમાં આજે 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરના વિતરણની આજે રેકોર્ડ ડેટ છે. આ દિગ્ગજ કંપનીના શેરને 10 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આજે BSE માં નેસ્લે ઈન્ડિયાનું ઈન્ટ્રા-ડે લો લેવલ 2644 રૂપિયા પ્રતિ શેર છે.

Advertisement

Share Market

Share Market

કંપનીએ Stock Exchange ને જણાવ્યું હતું કે રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવતા એક શેરને 10 ભાગોમાં વહેંચવામાં આવશે. જેના માટે નિયત રેકોર્ડ ડેટ 5 મી જાન્યુઆરી 2024 એટલે કે આજે જોવા મળ્યું છે. આ શેર વિતરણ પછી કંપનીની ફેસ વેલ્યુ ઘટીને પ્રતિ શેર 1 રૂપિયા થઈ ગઈ છે.

Nestle India એ જ્યારે શેરબજારમાં આ નવી પહેલની જાણ કરી છે ત્યારથી Share ના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે. શેરબજારમાં કંપની 1 જાન્યુઆરી 2024 ના રોજ રૂ. 2770.75 (સ્ટૉક સ્પ્લિટ મુજબની કિંમત) ના રેકોર્ડે ઉચ્ચ સ્તર પર પહોંચી હતી.

Bajaj Auto Share Price Today

Share Market

Share Market

Bajaj Auto Share Price શેર માર્કેટ આજે અને રૂ. 7001.15 પર ખુલ્યા અને રૂ. 6989.4 પર બંધ થયા છે. શેરમાં રૂ. 7015.15 ની ઊંચી કિંમતે ખુલીને અને રૂ. 6886.85 ની નીચી સપાટી જોવા મળી હતી. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 195,919.33 કરોડ છે. સ્ટોક માટે 52-સપ્તાહની ઊંચી કિંમત રૂ. 7059.75 છે, જ્યારે 52-સપ્તાહની નીચી કિંમત રૂ. 3522 છે. આજના દિવસ માટે BSE વોલ્યુમ 15,892 શેર હતું.

આ પણ વાંચો: Adani : અદાણી જૂથ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાનને પ્રોત્સાહક પીઠબળ આપશે

Tags :
Advertisement

.

×