Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market : શેરબજારમાં મોટું ગાબડું,સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટયો

શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ આઇટી સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો ઇન્ફોસિસના શેર પર પણ દબાણ જોવા મળ્યું Share Market : શુક્રવારે શેરબજારમાં (Share Market)જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ...
share market   શેરબજારમાં મોટું ગાબડું સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટયો
Advertisement
  • શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો.
  • સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ
  • આઇટી સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો
  • ઇન્ફોસિસના શેર પર પણ દબાણ જોવા મળ્યું

Share Market : શુક્રવારે શેરબજારમાં (Share Market)જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ(sensex) 690  પોઇન્ટના ઘટાડા સાથે 82,500 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 205.55 પોઇન્ટના ઘટાડા સાથે 25,149 અંકે બંધ થયો.

આઇટી શેર્સમાં ઘટાડો

ટીસીએસના પરિણામે આશા કરતા નબળા રહેવાને કારણે આઇટી સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાએ કેનેડા પર 35 ટકા ટેરિફ લગાવતા વૈશ્વિક વેપાર ચિંતાઓ વધી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટર 2025 માટે TCS ના નબળા પરિણામોને કારણે આજે IT શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી IT ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. તે 1.69 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. TCS માં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસના શેર પર પણ દબાણ જોવા મળ્યું.

Advertisement

આ પણ  વાંચો -Share Market : શેરબજારમાં મોટું ગાબડું,સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટયો

Advertisement

ટોપ લુઝર્સ અને ગેઇનર્સ

TCS, M&M, ભારતી એરટેલ, HCL ટેક, ટેક M, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, RIL અને HDFC બેંક આજે સૌથી વધુ લેગગાર્ડ રહ્યા. જ્યારે HUL, Eternal, NTPC, પાવર ગ્રીડ, Axis Bank અને Adani Ports સૌથી વધુ ગેઇનર્સ રહ્યા. વ્યાપક બજારની વાત કરીએ તો, Nifty Midcap 100 અને Smallcap 100 બંનેમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

આ પણ  વાંચો -Share Market: સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ!

ગ્લોબલ માર્કેટમાંથી શું મળે છે સંકેત ?

  • એશિયાઇ બજારોમાં બુધવારે મિશ્ર વલણો જોવા મળ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે 1 ઓગષ્ટ સુધી ટેરિફ નહી વધારવામાં આવે.
  • જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.18 ટકા અપ રહ્યો.
  • ટોપિક્સ ઇન્ડેક્સમાં 0.19 ટકા વધ્યો.
  • દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.19 ટકા વધ્યો.
  • ઓસ્ટ્રેલિયામાં એએસએક્સ 200 ઇન્ડેક્સ 0.59 ટકા ઘટ્યો.
  • વૉલ સ્ટ્રીટમાં માર્કેટમાં લગભગ સ્થિર જોવા મળ્યા.
  • એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.07 ટકા ઘટીને 6,225.52 પર બંધ થયો.
  • નૈસ્ડૈક કંપોઝિટ 0.03 ટકા વધીને 20,418.46 પર બંધ થયો.
  • ડૉવ જોન્સ 0.37 ટકા ઘટાડા સાથે 44,240 પરં બધ થયો.
  • રોકાણકારો ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઇ રહ્યા છે.

મહિન્દ્રા, એરટેલ સહિત આ શેરોમાં મોટો ઘટાડો

બીજી તરફ, શુક્રવારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 2.75 ટકા, ભારતી એરટેલ 2.20 ટકા, ટાટા મોટર્સ 2.00 ટકા, ટાઇટન 1.73 ટકા, HCL ટેક 1.58 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.47 ટકા, બજાજ ફાઇનાન્સ 1.46 ટકા, ટ્રેન્ટ 1.40 ટકા, ઇન્ફોસિસ 1.35 ટકા, HDFC બેંક 1.14 ટકા, બજાજ ફિનસર્વ 1.11 ટકા, BEL 1.03 ટકા, L&T 0.95 ટકા, અદાણી પોર્ટ્સ 0.81 ટકા, ટાટા સ્ટીલ 0.50 ટકા, મારુતિ સુઝુકી 0.47 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.46 ટકા, પાવર ગ્રીડ 0.18 ટકા, ટેક મહિન્દ્રા 0.18 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.17 ટકા અને ICICI બેંકના શેર 0.16 ટકા ઘટીને બંધ થયા.

Tags :
Advertisement

.

×