ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market Closing : સેન્સેક્સ 3000 પોઈન્ટના ઉછાળા સાથે 82,429.90 પર બંધ

આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં BSEનો સેન્સેક્સ 2975.43 પોઈન્ટના વધારા સાથે 82,429.90 પર જ્યારે NSEનો નિફ્ટી 916.70 પોઈન્ટના વધારા સાથે 24,924.70 પોઈન્ટ પર બંધ રહ્યો છે. વાંચો વિગતવાર.
05:33 PM May 12, 2025 IST | Hardik Prajapati
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં BSEનો સેન્સેક્સ 2975.43 પોઈન્ટના વધારા સાથે 82,429.90 પર જ્યારે NSEનો નિફ્ટી 916.70 પોઈન્ટના વધારા સાથે 24,924.70 પોઈન્ટ પર બંધ રહ્યો છે. વાંચો વિગતવાર.
Share Market Closing Gujarat First

Share Market Closing : ટ્રેડિંગ વીકના પહેલા દિવસ આજે સોમવારે ભારતીય શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. BSEનો સેન્સેક્સ 2975.43 પોઈન્ટના વધારા સાથે 82,429.90 પર જ્યારે NSEનો નિફ્ટી 916.70 પોઈન્ટના વધારા સાથે 24,924.70 પોઈન્ટ પર બંધ રહ્યો છે. આજે સેન્સેક્સે 82,4965.97ના ઓલટાઈમ હાઈ પહોંચ્યો હતો.

યુદ્ધ વિરામની પોઝિટિવ અસર

સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં ઈન્ફોસિસના શેર 7.91 ટકા અને HCL ટેકના શેર 6.35 ટકા વધ્યા હતા. ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાયનાન્સ, એનટીપીસી અને રિલાયન્સના શેરમાં મુખ્ય ઉછાળો રહ્યો. ફક્ત સન ફાર્મા અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં જ નુકસાન થયું. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગેના કરારથી બજારમાં શાંતિ અને સ્થિરતાની આશા જાગી છે.

10 લાખ કરોડ રૂપિયાનો વધારો

આજે સૌથી વધુ તેજી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળી. સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ફાર્મા સિવાય આજે અન્ય તમામ સેક્ટરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી છે. નિફ્ટી ઓટોથી લઈને મેટલ અને રિયલ્ટી સુધી દરેક સેક્ટર તેજીમાં રહ્યા છે. આજે શેરબજારમાં એવી તેજી જોવા મળી કે તેના કુલ બજાર મૂલ્યમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો.

આ પણ વાંચોઃ  Stock Market : યુદ્ધવિરામ પછી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 2200 પોઈન્ટ ઉછળ્યો

વૈશ્વિક અર્થતંત્ર પર અસર

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટેરિફ ટ્રેડિંગ વોર ચાલી રહ્યો હતો. જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી હતી. હવે બંને દેશો વેપાર વાટાઘાટો આગળ વધારવા અને કેટલાક વેપાર પ્રતિબંધો હળવા કરવાનું વિચારી રહ્યા છે. વિશ્વની 2 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ ઓછો થવાના સંકેતોને કારણે ભારતીય બજાર તેમજ વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ જોવા મળ્યું છે.

આ પણ વાંચોઃ  Haier Appliances (India) ના ભાગીદાર કોણ બનશે સુનિલ મિત્તલ કે મુકેશ અંબાણી ?

Tags :
BSE Sensex riseCeasefire agreement impactglobal economyGujarat FirstGUJARAT FIRST NEWSHCL Tech stock gainindian-stock-marketInfosys stock riseNSE NiftySensex All Time HighSensex closingStock market jumpTata Steel stock performance
Next Article