Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market Closing : શેરબજાર લાલ નિશાનમાં બંધ,આ શેરમાં તૂફાની તેજી

શેરબજારમાં લાલ નિશાનમાં બંધ સેન્સેક્સમાં 0.02 ટકાના ઘટાડા સાથે  બંધ  13 શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ   Share Market Closing: ભારતીય શેરબજારે મંગળવારે (22 જુલાઈ, 2025) નજીવો ઘટાડો નોંધાવ્યો, જેમાં BSE સેન્સેક્સ 0.02% ઘટીને 82,186.81 પોઈન્ટ પર અને...
share market closing   શેરબજાર લાલ નિશાનમાં બંધ આ શેરમાં તૂફાની તેજી
Advertisement
  • શેરબજારમાં લાલ નિશાનમાં બંધ
  • સેન્સેક્સમાં 0.02 ટકાના ઘટાડા સાથે  બંધ 
  • 13 શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ

Share Market Closing: ભારતીય શેરબજારે મંગળવારે (22 જુલાઈ, 2025) નજીવો ઘટાડો નોંધાવ્યો, જેમાં BSE સેન્સેક્સ 0.02% ઘટીને 82,186.81 પોઈન્ટ પર અને NSE નિફ્ટી 50 0.12% ઘટીને 25,060.90 પોઈન્ટ પર બંધ થયા. આની સામે, સોમવારે બજારે સારી રિકવરી દર્શાવી હતી, જ્યાં સેન્સેક્સ 0.54% અને નિફ્ટી 0.49% વધ્યા હતા

Advertisement

એટરનલના શેરમાં તોફાની તેજી

આજે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, 13 શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા અને બાકીની 17 કંપનીઓ ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. એ જ રીતે, નિફ્ટીની 50 કંપનીઓમાંથી, ફક્ત 16 શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા અને 33 કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા , જ્યારે એક કંપનીનો શેર આજે કોઈ ફેરફાર વિના બંધ થયો. આજે, સેન્સેક્સની કંપનીઓમાં, એટરનલના શેર સૌથી વધુ 10.56 ટકાના વધારા સાથે બંધ થયા. સોમવારે, એટરનલના શેરમાં 5.38 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ટાટા મોટર્સના શેર આજે સૌથી વધુ 2.04 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

Advertisement

આ પણ  વાંચો -CoinDCX પર સાયબર એટેક, હેકરે એક ઝાટકે રૂ.378 કરોડ ખંખેરી લીધા

શેરોએ આજે ભારે નુકસાન કર્યું

આ શેરોએ આજે ભારે નુકસાન કર્યું. આ ઉપરાંત, સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, અદાણી પોર્ટ્સના શેરમાં 1.72 ટકા, SBIમાં 1.12 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 1.08 ટકા, L&Tમાં 1.07 ટકા, ITCમાં 0.96 ટકા, ઇન્ફોસિસમાં 0.92 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.92 ટકા, સન ફાર્મામાં 0.74 ટકા, બજાજ ફિનસર્વમાં 0.72 ટકા, HCL ટેકમાં 0.56 ટકા, એશિયન પેઇન્ટ્સમાં 0.46 ટકા, ભારતી એરટેલમાં 0.31 ટકા, કોટક મહિન્દ્રા બેંકમાં 0.31 ટકા, ટ્રેન્ટમાં 0.30 ટકા, એક્સિસ બેંકમાં 0.15 ટકા અને NTPCના શેરમાં 0.04 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ  વાંચો -TATA Group Titan: 1907 માં બની હતી દુબઈની આ કંપની ... હવે ટાટા તેને ખરીદશે, સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સોદો કરશે!

સેન્સેક્સના આ શેરો વધારા સાથે બંધ

મંગળવારે, ટાઇટનના શેર 1.08 ટકા, BEL 0.72 ટકા, મારુતિ સુઝુકી 0.66 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.65 ટકા, ICICI બેંક 0.53 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.39 ટકા, બજાજ ફાઇનાન્સ 0.36 ટકા, HDFC બેંક 0.33 ટકા, પાવર ગ્રીડ 0.30 ટકા, ટેક મહિન્દ્રા 0.16 ટકા, TCS 0.04 ટકા અને ટાટા સ્ટીલના શેર 0.03 ટકાના વધારા સાથે બંધ થયા.

Tags :
Advertisement

.

×